શાસ્ત્રો અનુસાર પુજાઘરમાં ભુલથી પણ આ ચીજોને રાખવી વર્જિત માનવામાં આવેલ છે, તેને રાખવાથી આર્થિક તંગી સહન કરવી પડે છે

Posted by

શાસ્ત્રોમાં પુજા કરવા સાથે જોડાયેલા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ભગવાનની પુજા કરવાની યોગ્ય રીત પણ જણાવવામાં આવેલ છે. સાથોસાથ કઈ ચીજો પુજા ઘરમાં રાખવી બહુ શુભ હોય છે, તેનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળી આવે છે. હકીકતમાં દરેક ઘરની અંદર મહત્વપુર્ણ સ્થાન હોય છે અને તેને હંમેશા યોગ્ય દિશામાં બનાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં મંદિર બનાવવા માટે ઈશાન ખુણો શુભ માનવામાં આવેલ છે.

વાસ્તુ અનુસાર પુજા ઘરને હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ અને દરરોજ સવારે તેની સફાઇ કરવી જોઇએ. સાથોસાથ આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી ચીજોને ભુલથી પણ પુજા ઘરમાં રાખવી જોઇએ નહીં. આ ચીજોને પુજા ઘરમાં રાખવાથી વાસ્તુદોષ લાગે છે અને પુજા પણ સફળ માનવામાં આવતી નથી. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે તે કઈ ચીજ છે, જેને પુજા ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી અને જો પુજા ઘરમાં હોય તો તેનાથી પાપ ચડે છે.

ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી

ઘણા લોકો હવન અથવા અનુષ્ઠાન થયા બાદ બચી ગયેલી પુજાની સામગ્રીને મંદિરમાં પરત રાખી લેતા હોય છે, જે બિલકુલ પણ ખોટું છે. હંમેશા હવન અને અનુષ્ઠાન કર્યા બાદ બચેલી સામગ્રી જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અને ક્યારેય પણ આ સામગ્રીનો ઉપયોગ ફરીથી કરવો જોઈએ નહીં. જો હળદર, લવિંગ, ચોખા, લોટ જેવી ચીજો બચી જાય તો તેને રસોઈ ઘરમાં રાખી શકો છો અને ભોજન બનાવવામાં તેનો પ્રયોગ કરી શકો છો.

વાસી ફુલ રાખવા નહીં

પુજા દરમિયાન ફુલનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે અને ભગવાનને ફુલોની માળા પહેરાવવામાં આવે છે. ઘણા લોકો દરરોજ ભગવાનને ફુલ અર્પિત કરે છે અને ફુલની માળા પહેરાવતા હોય છે. જોકે તમારે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ફુલ વાસી હોય તો તેને તુરંત હટાવી દેવા જોઇએ. ક્યારેય પણ વાસી ફુલ મંદિરમાં રાખવા નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો વાસી ફુલ મંદિરમાં હોય તો તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. ઘરમાં કલેશ અને દરિદ્રતા ફેલાઈ જાય છે.

એક સાથે બે શંખ રાખવા નહીં

પુજા ઘરમાં ક્યારેય પણ એક સાથે બે શંખ રાખવા નહીં. પુજા ઘરમાં હંમેશા એક જ શંખ રાખવો જોઈએ. શંખમાં માં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે અને જો તેને પુજા ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. વળી મંદિરમાં એકથી વધારે શંખ રાખવાથી સકારાત્મકતા તેનો પ્રવાહ થઇ શકતો નથી.

પુર્વજોની તસ્વીર રાખવી નહીં

પુજા ઘરમાં ક્યારેય પણ પોતાના પુર્વજોની તસવીરોને રાખવી નહીં. પુજા ઘરમાં હંમેશા પોતાના ઇષ્ટદેવની મુર્તિ રાખવી જોઈએ. તે સિવાય મંદિરમાં ક્યારેય પણ પાંચથી વધારે મુર્તિ પણ રાખવી નહીં. સાથોસાથ શનિદેવની મુર્તિ પણ મંદિરમાં રાખવાથી બચવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *