પુજા કરતાં સમયે લાલ રંગનાં કપડાં જ શા માટે પહેરે છે નીતા અંબાણી? કારણ દરેક મહિલાઓએ જાણવું જરૂરી છે

Posted by

મુકેશ અંબાણીની ગણતરી દેશના સૌથી અમીર વ્યક્તિના રૂપમાં થતી હોય છે. તેની સાથે તેની પત્ની નીતા અંબાણી પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. નીતા અંબાણીને લોકો તેના ફેશન સેન્સ માટે ફોલો કરતા હોય છે. સુટ હોય, સાડી હોય કે પછી કેઝ્યુઅલ કુર્તા હોય કે ચણીયા ચોલી નીતા અંબાણી આ બધાને ખુબ જ શાનદાર સિલેક્ટ અને કૈરી કરે છે. ખાસ કરીને જ્યારે ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે તો નજર તેના પરથી દુર થવાનું નામ જ નથી લેતી. ૫૬ વર્ષની ઉંમરમાં પણ તેની સ્ટાઇલ એવી છે કે તેની આગળ બોલીવુડ એક્ટ્રેસ પણ ઝાંખી દેખાય છે.

મોટાભાગે લાલ કલરમાં જોવા મળે છે નીતા અંબાણી

શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે પણ નીતા અંબાણીનાં ઘરમાં કોઈ ફંકશન હોય, પુજા હોય કે પછી લગ્ન હોય ત્યારે તે મોટાભાગે લાલ રંગના ડ્રેસમાં જોવા મળે છે. એવું નથી કે તે બીજા રંગના કપડાં નથી પહેરતા. પરંતુ હાં, તે જ્યારે પણ કોઈપણ પ્રકારની પુજામાં સામેલ થાય છે ત્યારે ખાસ કરીને તે માત્ર ને માત્ર લાલ રંગ જ રહેવાનું પસંદ કરે છે. પછી તે લાલ રંગનું સુટ, સાડી કે પછી લેંહેગો હોય શકે છે.

પુજામાં જરૂરથી પહેરે છે લાલ રંગ

જો તમને ગયા વર્ષની ગણેશપુજા યાદ હોય તો ત્યારે નીતા અંબાણીને ફેમસ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરેલું રેડ કલર આઉટફિટ પહેર્યુ હતું. તે સિવાય જ્યારે તેમના પુત્ર આકાશ અંબાણીનાં શ્લોકા મહેતા સાથે લગ્ન થવાના હતા ત્યારે આમંત્રણ આપવા મુંબઇનાં પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર ગયા હતા, તે સમયે પણ તેમણે લાલ રંગનુ ચંદેરી સિલ્ક સલવાર સુટ પહેર્યું હતું.

એક વખત નીતા અંબાણી પોતાના સાસુ કોકીલાબેન સાથે એક પુજા સમારોહમાં સામેલ થયા હતા. ત્યારે તે લેરિયા પ્રિન્ટ લાલ રંગની સાડીમાં જોવા મળી હતી. હકીકતમાં જ્યારે પણ કોઈ ફેમિલી ફંક્શન અથવા પુજા હોય છે ત્યારે તેવી ટ્રેડિશનલ કપડા અને ભારે ભરખમ ઘરેણામાં જોવા મળે છે. કદાચ તેમની એવી માન્યતા હશે કે જ્યાં સુધી સાજ શણગાર સજીને ભગવાનની પુજા પાઠ કરવામાં ન આવે ત્યાં સુધી તે પ્રસન્ન નથી થતા.

આ કારણે પહેરે છે લાલ રંગ

અંબાણી પરિવાર ભલે ભારતનો સૌથી અમીર પરિવાર હોય પરંતુ છતાં તે પોતાની સંસ્કૃતિ, પરંપરા અનુષ્ઠાન અને પુજાપાઠ જેવી વસ્તુઓમાં દિલથી વિશ્વાસ રાખે છે. એટલા માટે જ્યારે પણ ઘરમાં બાળકોનાં લગ્ન હોય તો તે દેશભરના પ્રચલિત મંદિરોમાં માથું નમાવવા માટે જાય છે. એ સિવાય કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતાં પહેલાં ઘરમાં પુજાનું આયોજન પણ કરે છે.

એટલા માટે નીતા અંબાણી તે વાત પણ સારી રીતે જાણે છે કે પુજામાં કયો રંગ પહેરવો જોઈએ અને કયો ન પહેરવો જોઇએ. તે લાલ રંગને શુભ ગણે છે એટલા માટે જ્યારે પણ પુજાને સંબંધી કોઈ ફંકશન હોય ત્યારે તે એજ રંગનાં કપડા ડિઝાઈન કરાવે છે.

હવે તમે સારી રીતે જાણી ગયા હશે કે નીતા અંબાણી મોટાભાગે ફેમિલી ફંક્શન અથવા પુજામાં લાલ રંગ શા માટે પહેરે છે. જો તેની પોતાની પસંદગી વિશે વાત કરવામાં આવી તો ગુલાબી રંગ પણ તેમને ખુબ જ પ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *