પુજામા ચડાવવામાં આવેલ શ્રીફળ (નારિયેળ) સડેલું અથવા સુકાયેલું નીકળે તો ભગવાન આપી રહ્યા છે આ સંકેત, જલ્દીથી જાણી લો

હિંદુ ભગવાન અને પુજા-પાઠમાં ખાસ વિશ્વાસ રાખે છે. જ્યારે પણ મંદિરમાં જાય છે તો પ્રસાદ અને નારિયલ નો ભોગ લગાવે છે. બહારથી જોઈને કોઈપણ વ્યક્તિ જાણી શકતું નથી કે નાળિયેર સારું છે કે ખરાબ, પરંતુ ઘણી વખત જ્યારે શ્રદ્ધાળુઓ નારિયેળ ધરાવે છે તો તે અંદરથી થયેલું અથવા ખરાબ નિકળે છે. વળી લોકો તેને અશુભ માને છે. જ્યારે શાસ્ત્રોમાં નાળિયેરને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવેલ છે અને સાથોસાથ પુજામાં નાળિયેર નો ઉપયોગ ન થાય તો પુજા અધુરી માનવામાં આવે છે.

જો તમે પણ કોઈ મંદિરમાં નારિયળ ચડાવી રહ્યા છો અને તે ખાલી નીકળે છે, તો તમારે બિલકુલ પણ ગભરાવવું જોઈએ નહીં. આજે અમે તમને જણાવવા માંગીએ છીએ કે પુજામાં નાળિયેરનું ખરાબ નીકળવું શુભ હોય છે. નાળિયેરનાં ખરાબ નીકળવાનો મતલબ છે કે ભગવાન કંઈક શુભ સંકેત આપી રહેલ છે.

હિન્દુ ધર્મમાં જણાવવામાં આવે છે કે પુજા દરમિયાન તમારું નારિયેળ ખરાબ નિકળે છે, તો તેનો મતલબ છે કે ભગવાને તમારા પ્રસાદનો સ્વીકાર ખુદ પોતે કરેલો છે અને તેના કારણે જ તમારું નાળિયર વધારવા પર સુકાયેલું નીકળે છે. એટલા માટે જો હવે પછી ક્યારેય તમારું નાળિયેર અંદરથી સુકાયેલું અથવા તો ખરાબ નીકળે તો પરેશાન થવાની જરૂર નથી અને તમારે ગભરાવવાની પણ બિલકુલ જરૂરિયાત નથી.

કહેવામાં આવે છે કે જો પુજા માં ઉપયોગમાં લેવામાં આવેલ નારિયેળ ખરાબ નિકળે છે તો ખુબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ થાય છે, તો કૃપા કરીને નાળિયેર અંદરથી સુકાયેલું  નીકળે તો કોઈપણ પ્રકારની ચિંતા માં પડવું નહીં.