પુજાપાઠ દરમ્યાન જો શ્રીફળ ખરાબ નીકળે છે તો ભગવાન આપી રહ્યા છે આ ખાસ સંકેત, જાણો તેનો શું મતલબ થાય છે

હિન્દુ ધર્મમાં પુજાપાઠ અને અન્ય કર્મકાંડોનું વિશેષ મહત્વ છે. સાથોસાથે તેની સાથે જોડાયેલી માન્યતાઓ પણ મનુષ્યને પ્રભાવિત કરવામાં કોઈ કસર છોડતી નથી. પુજા દરમિયાન બનતી શુભ ઘટનાઓ ભલે કોઈની નજરમાં આવે કે ન આવે, પરંતુ અમુક એવી ઘટનાઓ થઈ જાય છે જે બિલકુલ પણ શુભ માનવામાં આવતી નથી. આવા સમયે મનમાં વહેમ જરૂર પ્રવેશ કરે છે. ઉદાહરણના રૂપમાં પુજા દરમિયાન જો દીવો બુજાઈ જાય તો તેને એક મોટું અપશુકન માનવામાં આવે છે.

પુજાનો સામાન તુટી જાય અથવા તો હાથમાંથી પડી જાય તો તેને પણ શુભ માનવામાં આવતું નથી. તે સિવાય વધુ એક ચીજ એવી ઉપર છે જેની ઉપર ભલે લોકોનું ધ્યાન ઓછું ગયું હોય પરંતુ તે હકીકતમાં ખુબ જ મહત્વ વધારે આવે છે.

ભારતમાં દેવી-દેવતાઓની મુર્તિ સામે શ્રીફળ વધેરવાનો રિવાજ ખુબ જ જુનો છે. હિન્દુ ધર્મના મોટાભાગના ધાર્મિક કાર્યોમાં શ્રીફળનું વિશેષ મહત્વ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનો નવો વેપાર શરૂ કરે છે તો તે ભગવાનની મુર્તિની સામે શ્રીફળ વધેરે છે. પછી ભલે લગ્ન હોય, તહેવાર હોય અથવા તો કોઈ મહત્વપુર્ણ પુજા હોય, તેમાં શ્રીફળ આવશ્યક રૂપથી રહે છે.

ઘણી વખત પુજા દરમિયાન ચડાવવામાં આવેલું શ્રીફળ ખરાબ નીકળે છે. તેવામાં મોટાભાગના લોકો તેને ફેંકી દેતા હોય છે અને તેમને એક વાતનો ડર રહેતો હોય છે કે આ ઘટના અશુભ બનેલ છે. ભગવાન નારાજ થઈ ગયા છે અથવા તો કોઈ દુર્ઘટના થવાની છે. જેવી ઘણી બધી વાતો તેમના દિમાગમાં રહેતી હોય છે, એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે પુજામાં ચઢાવવામાં આવેલું શ્રીફળ જો ખરાબ નીકળે તો તેને અશુભ માનવું જોઈએ નહીં. ધાર્મિક શાસ્ત્રોમાં પણ તેની પાછળ અમુક કારણ જણાવવામાં આવેલ છે.

નાળિયેરને સંસ્કૃતમાં શ્રીફળ ના નામથી ઓળખવામાં આવે છે. શ્રીફળ એટલે કે ભગવાનનું ફળ. તો તેવામાં શ્રીફળ આવશ્યક રૂપથી ભગવાનનું ફળ બની જાય છે. શ્રીફળ વધેરવાનો મતલબ છે કે તમે પોતાના અહંકાર અને પોતાને ભગવાનની સામે સમર્પિત કરી રહ્યા છો. માનવામાં આવે છે કે આવું કરવા પર અજ્ઞાનતા અને અહંકારનું કઠોર કવચ તુટી જાય છે અને આત્માની શુદ્ધતા અને જ્ઞાનના દ્વાર ખુલી જાય છે, જેને શ્રીફળના સફેદ ભાગના રૂપમાં જોવામાં આવે છે.

શ્રીફળ ઘણા પ્રકારની મનુષ્યના મસ્તિષ્ક સાથે મેળ થાય છે. નાળિયેરની જટાને તુલના મનુષ્યના વાળ સાથે, કઠોર કવચની તુલના મનુષ્યની ખોપડી સાથે અને નાળિયેરના પાણીની તુલના લોહી સાથે થઈ શકે છે. સાથોસાથ નાળિયેરની અંદર રહેલ સફેદ હિસ્સાની તુલના મનુષ્યના મસ્તિષ્ક સાથે કરવામાં આવે છે. મંદિરોમાં શ્રીફળ ચઢાવવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ફક્ત પુરુષો જ શ્રીફળ ચડાવી શકે છે. નાળિયેરને ગર્ભ સાથે પણ જોડવામાં આવેલ છે, એટલા માટે સ્ત્રીઓ દ્વારા શ્રીફળ વધેરવું વર્જિત માનવામાં આવેલ છે.

શ્રીફળ દેવી લક્ષ્મીનું પણ પ્રતીક માનવામાં આવેલ છે, એટલા માટે ખાસ કરીને લક્ષ્મી પુજા દરમિયાન શ્રીફળ ચડાવવું આવશ્યક માનવામાં આવે છે. ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે જો પુજામાં ચડાવવામાં આવેલું નાળિયેર ખરાબ નીકળે છે તો તે અશુભ સંકેત હોય છે. તે દર્શાવે છે કે ભગવાન તમારાથી નારાજ છે, પરંતુ હકીકત તેનાથી બિલકુલ પણ વિપરીત છે.

જો પુજામાં ચડાવવામાં આવેલું નાળિયેર ખરાબ નીકળે છે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તેની પાછળ એક ખાસ કારણ પણ છે. શ્રીફળ વધેરતા સમયે જો તે અંદરથી સુકાયેલું નીકળે તો તેનો અર્થ છે કે ભગવાન દ્વારા તમારા શ્રીફળનો પ્રસાદ કબુલ કરી લેવામાં આવેલ છે. એટલા માટે તે શ્રીફળ સુકાઈ ગયેલું છે. તે તમારી દરેક મનોકામના પુરી થવાનો પણ સંકેત આપે છે. તે સમયે તમારા દિલમાં જે પણ ઈચ્છાઓ હોય છે ભગવાન તેને અવશ્ય પુરી કરે છે. વળી જો તમારું નાળિયેર સારું નીકળે છે અને તેમાં કોઈ ખરાબી પણ હોતી નથી તો તમારે તે શ્રીફળને પ્રસાદના રૂપમાં બધા લોકોની વચ્ચે વહેંચી દેવું જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.