પુજાપાઠ કરતાં સમયે અગરબત્તી પ્રગટાવવી શુભ હોય છે કે અશુભ? મોટાભાગનાં લોકોને તેની સાચી જાણકારી જ નથી

ઘરમાં સુખ શાંતિ તથા સકરાત્મક ઊર્જા માટે દરેક વ્યક્તિ પુજા પાઠ કરે છે. આ દરમિયાન ધુપ અને દીવો પ્રગટાવવાનું ખાસ મહત્વ હોય છે. પરંતુ અમુક લોકો ધુપ અને દીવા સિવાય અગરબત્તીનો ઉપયોગ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પુજા પાઠ દરમિયાન અગરબત્તી પ્રગટાવવી ધાર્મિક દ્રષ્ટિકોણ થી અશુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે પુજા પાઠ દરમિયાન ક્યારેય પણ અગરબત્તી પ્રગટાવી જોઈએ નહીં. હકીકતમાં અગરબત્તી વાંસ માંથી બનેલી હોય છે અને વાસ્તુશાસ્ત્રમાં વાંસને ખુબ જ શુભ માનવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષ દુર કરવા માટે લોકો ઘરના આંગણામાં વાંસનો છોડ રાખે છે.

માનવામાં આવે છે કે અગરબત્તી બનાવવામાં વાંસના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે પુજા કરતા સમયે અગરબત્તી પ્રગટાવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ આવી શકે છે. તે સિવાય વાંસ પ્રગટાવવાથી પિતૃદોષ લાગે છે. જો તમે અગરબત્તી પ્રગટાવી રહ્યા છો તો તમારે આજથી જ બંધ કરી દેવી જોઈએ.

સનાતન હિન્દુ ધર્મમાં અગરબત્તીનો પ્રયોગ વર્જિત છે. અંતિમ સંસ્કારમાં પણ વાંસનો ઉપયોગ કરવામાં આવતો નથી, તો પછી વાંસમાંથી બનેલી અગરબત્તી પ્રગટાવીને ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરી શકાય. શાસ્ત્રોમાં વાંસમાંથી બનેલું લાકડું પ્રગટાવવું વર્જિત માનવામાં આવેલ છે. અગરબત્તી પ્રગટાવવાથી પિતૃદોષ લાગે છે. શાસ્ત્રોમાં પુજાપાઠનાં સમયે કોઈપણ જગ્યાએ અગરબત્તીનો ઉલ્લેખ મળતો નથી, બધી જગ્યાએ ધુપ જ લખેલું છે.

શાસ્ત્રોમાં કોઈપણ જગ્યાએ અગરબત્તી પ્રગટાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. દરેક જગ્યાએ ધુપબત્તિ ની વાત કહેવામાં આવી છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે વાંસનો ઉપયોગ શુભ કાર્યોમાં જેમકે જનોઈ, મુંડન અને લગ્ન મંડપ બનાવવામાં કરવામાં આવે છે. એટલા માટે તેને પ્રગટાવવી શુભ માનવામાં આવતું નથી. વૈજ્ઞાનિક રૂપથી પણ અગરબત્તીનો ધુમાડો શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અગરબત્તીના ધુમાડા થી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ઊભી થઈ શકે છે.

ઘરમાં અગરબત્તી સિવાય ધુપ નો ઉપયોગ કરી શકાય છે. તે ગાયના છાણ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થોથી બનાવવામાં આવે છે. તેમાં વાંસ નો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને પ્રગટાવવાથી ક્યારેય પણ શરીરને નુકસાન પહોંચતું નથી. ધુપ પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઊર્જા પણ ઘરમાં પ્રવેશ કરે છે.

ભારતીય પરંપરામાં વાંસને પ્રગટાવવામાં આવતું નથી. વાંસને વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવેલ છે. તે ઉન્નતિનું પ્રતીક હોય છે. સાથોસાથ વાંસને વંશનું પ્રતીક પણ માનવામાં આવે છે. જો વાંસને પ્રગટાવવામાં આવે તો તેનાથી પિતૃદોષ લાગે છે અને પારિવારિક વંશને નુકસાન પહોંચે છે. અગરબત્તી મોટાભાગે વાંસમાંથી બનાવવામાં આવે છે. જો વાંસને પ્રગટાવવામાં આવે તો તેને પ્રગટાવવાથી ખતરનાક ટોક્સિક હેવી મેટલ વાતાવરણમાં ફેલાઈ જાય છે. જો વાંસના લાકડા ઉપર ઘણા પ્રકારના કેમિકલ લેરિંગ કરવામાં આવેલ હોય તો અગરબત્તી પ્રગટાવવી વધારે ખતરનાક બની શકે છે.

અગરબત્તી રાસાયણિક પદાર્થોથી બનાવવામાં આવે છે તો પછી કેમિકલ અથવા વાંસ પ્રગટાવવાથી ભગવાન ખુશ કેવી રીતે થાય? જુના જમાનાના લોકો એવું કહેતા આવ્યા છે કે વાંસ પ્રગટાવવાથી વંશ સળગી ઊઠે છે. ધુપ સકરાત્મકતાથી યુક્ત હોય છે અને ઊર્જાનું સર્જન કરે છે જેનાથી સ્થાન પવિત્ર બને છે તથા મન અને શાંતિ મળે છે. તેનાથી નકારાત્મક ઉર્જાથી યુક્ત વાયુ શુદ્ધ થઈ જાય છે. એટલા માટે દરરોજ ધુપ પ્રગટાવવું અતિ ઉત્તમ અને ખુબ જ શુભ હોય છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે અગરબત્તી તથા ધુપબત્તિનાં ધુમાડામાં મળી આવતા પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન ને લીધે પુજારીઓમાં અસ્થમા, કેન્સર, માથાનો દુખાવો, ખાંસી ની સંભાવના અનેક ગણી વધારે મળી આવી છે. સુગંધી અગરબત્તીને ઘરની અંદર પ્રગટાવવાથી વાયુ પ્રદુષણ થાય છે. ખાસ કરીને કાર્બન મોનોક્સાઈડ જો તમે નિયમિત પુજા કરો છો અને અગરબત્તી પ્રગટાવો છો તો તમારે પોતાની આ આદત બદલી દેવી જોઈએ અને ફક્ત ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. બંધ રૂમમાં અગરબત્તી પ્રગટાવી જોઈએ નહીં. તેના ધુવાળા ની સાંદ્રતા વધી જાય છે અને ફેફસા ઉપર વધારે અસર થાય છે.