પુરમાં ડુબેલા બ્રિજ પર એમ્બ્યુલન્સને રસ્તો બતાવીને આ બાળકે ૬ લોકોના જીવ બચાવ્યા

બાળકો મનના સાચા હોય છે. તેઓ હંમેશાં કોઈપણ સ્વાર્થ વિના બીજા ની મદદ માટે તૈયાર હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવા બહાદુર બાળકનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જેની બહાદુરીની વાતો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ વાર્તા કર્ણાટકના રાયચુર જિલ્લાના નાનકડા ગામ હરિયાણકંપની છે. આ ગામમાં થોડા દિવસો પહેલા પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આખા ગામમાં પાણી એટલું ભરાઈ ગયું હતું કે ઘણા લોકોને અહીંથી બીજા ગામમાં જવું પડ્યું હતું.

આવી પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સને પૂરની પરિસ્થિતિમાં પુલ પરથી પાસ થાય ને બીજી બાજુ જવાનું હતું. હવે સમસ્યા એ હતી કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર આ ગામને સારી રીતે જાણતો નહોતો. રસ્તાની ઉપર ખૂબ પાણી હતું. આવી સ્થિતિમાં તેને ડર હતો કે જો તે કોઈ એમ્બ્યુલન્સને ખોટા કે ખાડા વાળા રસ્તા પર ચલાવી તો કંઇક દુર્ઘટના થઈ શકે છે. આવી સ્થિતિમાં તેણે વેંકટેશ નામના 12 વર્ષના છોકરાને પૂછ્યું, અહીંથી નીકળવાનો બીજો કોઈ રસ્તો છે?

આવી સ્થિતિમાં, વેંકટેશે એમ્બ્યુલન્સનો રસ્તો જ બતાવ્યો એટલું જ નહીં, પરંતુ પૂરના પાણીમાં પોતે એમ્બ્યુલન્સની આગળ ચાલવા નું શરૂ કર્યું. જેથી એમ્બ્યુલન્સ ને ખાડા થી બચાવી સલામત રીતે લઈ જઈ શકાય. આ સમય દરમિયાન 12 વર્ષિય વેંકટેશ ઘણી વખત પડ્યો હતો, પણ તેને તેની કોઈ પરવા કરી નહીં અને એમ્બ્યુલન્સ ને સુરક્ષિત પૂલ પાર કરાવ્યો.

તે દરમિયાન એમ્બ્યુલન્સની અંદર 6 બાળકો અને એક મૃત મહિલા પણ હતી. વેંકટેશની બહાદુરીને કારણે આ તમામ જીવ બચી ગયા. આ સમગ્ર ઘટના દરમિયાન ગામના કેટલાક લોકોએ વેંકટેશની આ બહાદુરીને મોબાઇલ પર રેકોર્ડ કરી લીધી. અને જોત જોતા માં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ ગયો હતો. આ પછી જ્યારે મોટા અધિકારીઓની જાણ થઈ ત્યારે તેઓએ વેંકટેશને બોલાવી ને તેમનું સન્માન પણ કર્યું હતું.

હરિયાણકંપની સરકારી શાળામાં 12 વર્ષીય વેંકટેશ 6 ધોરણ માં ભણે છે. ગામના લોકોનું કહેવું છે કે વેંકટેશ અવારનવાર આ નદીની નજીક રમતો હોય છે, જેના કારણે તે આ વિસ્તારને સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે તેમણે પુર માં પુલ પર ફસાયેલી એમ્બ્યુલન્સ ને સાચો રસ્તો બતાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આ પહેલા વેંકટેશે એક મહિલાને ડૂબતા બચાવી છે. જો કે પૂરને કારણે વેંકટેશ અને તેનો પરિવાર હરિયાણકમ્પથી શિફ્ટ થઈ યાદગીર માં રહે છે. વેંકટેશના પિતા હરીયંકમ્પમાં ગરીબ ખેડૂત છે. રાયચુર જિલ્લાના અધિકારીઓ પણ વેંકટેશને ‘બહાદુરી એવોર્ડ’ પણ આપ્યો હતો.

જ્યારે વેંકટેશને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે મને પૂછ્યું કે આ નદી પાર કરવાનો બીજો કોઈ રસ્તો છે કે કેમ? શું તેઓ આ પુલ ઉપર વાહન લઇ જઈ શકે? આવી સ્થિતિમાં મેં તેને રસ્તો બતાવ્યો. મને ખબર નહોતી કે કોઈની મદદ કરવી તે પણ બહાદુરી છે.”