પુરાણોમાં ખુબ જ કારગર બતાવવામાં આવેલ છે ગંગાજળ અને પીતળનાં વાસણનો આ ઉપાય, ઘરમાં સાત પેઢી સુધી પૈસા નહીં ખુટે

Posted by

હિન્દુ ધર્મમાં ગંગા નદીને ઘણી પવિત્ર માનવામાં આવે છે. તેમને એક દેવીની સંજ્ઞા આપવામાં આવી છે. માન્યતા અનુસાર દેવી ગંગા ભગવાન શિવની જટામાંથી અવતરિત થઈ હતી. કહેવાય છે કે ગંગા નદીમાં નહાવાથી દરેક પાપ ધોવાઇ જાય છે. એજ કારણ છે કે લોકો ઘણા કિલોમીટર દુરથી ગંગામાં સ્નાન કરવા માટે આવે છે. ગંગા નદીના પાણીને ગંગાજળ પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ગંગાજળને ઘણું પવિત્ર જણાવવામાં આવ્યું છે. એને છાંટવાનાં લાભોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કહેવાય છે કે ગંગાજળમાં ઘણી વધારે પોઝિટિવ એનર્જી હોય છે. એના છંટકાવ કરવાથી ઘણી જાતની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ઘણા લોકો મરવા પહેલા આખરી સમયમાં ગંગાજળ પીવાનું પસંદ કરે છે. ગંગાજળ ને લઈને ઘણી જાતની માન્યતાઓ અને ઉપાય પ્રચલિત છે. આ ગંગાજળ તમને આર્થિક તંગી અને કરજા થી પણ મુક્તિ અપાવી શકે છે. એવામાં આજે અમે તમને ગંગાજળ સાથે જોડાયેલાં થોડા ખાસ ઉપાય બતાવવા જઈ રહ્યા છે.

અટકેલા પૈસા પરત મેળવવા માટે

જો તમારા પૈસા ક્યાંક રોકાયેલા કે અટકેલા છે તો તમે એને ફરી લેવા ઇચ્છો છો તો ગંગાજળ તમારી સહાયતા કરી શકે છે. એના માટે તમે શિવલિંગ પર બીલીપત્ર અને ગંગા જળ અર્પિત કરો. આમ કરવાથી તમારા જુના અટકેલા પૈસા મળી જશે અને સાથો સાથ તમને જોબ અને બિઝનેસમાં પણ ફાયદો થશે. આ ઉપાય તમારા ઘરની સંપન્નતા મેળવવા માટે ઘણા કારગર સાબિત થઈ શકે છે.

સુખ અને સંપદા મેળવવા માટે

જો તમારા જીવનમાં ઘણા બધા દુઃખ છે અને તમે સુખની ઈચ્છા રાખો છો તો આ ઉપાય કામ કરી શકે છે. મતલબ પુરાણોમાં ઘરની અંદર એક પાત્રમાં ગંગાજળ ભરીને રાખવાની સલાહ આપવામાં આવી છે. માન્યતા છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સંપદા આવે છે.

ડરામણા સપના બંધ કરવા માટે

જો તમને રાત્રે આવનારા ડરામણા સપના થી પરેશાન છો તો સુવા પહેલાં બેડ પર ગંગાજળ છાંટી દો. આમ કરવાથી તમને રાત્રે કોઈપણ ડરાવના સપના આવશે નહીં.

વાસ્તુદોષ દુર કરવા માટે

ઘરના વાસ્તુદોષ પણ આપણી સમસ્યા વધારી દે છે. એનાથી આર્થિક અને માનસિક નુકસાન થાય છે. એવામાં ઘરમાં જો ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો બધા પ્રકારના વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે.

સકારાત્મક ઊર્જા માટે

જો તમારા ઘરમાં  હંમેશા નેગેટીવ વાતાવરણ રહે છે, લડાઈ-ઝઘડા થતા રહે છે, તો તમે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી દો. એનાથી ઘરની નેગેટિવ ઊર્જા સમાપ્ત થઈ જશે અને તમને માત્ર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે.

પ્રગતિ અને સફળતા માટે

ઘરમાં બધાની પ્રગતિ અને સફળતા માટે કિચનમાં ગંગાજળ રાખવાનું શરૂ કરી દો. તેનાથી લાભ થશે.

કરજા થી છુટકારો મેળવવા માટે

જો તમે તમારા કરજા થી જલ્દી થી જલ્દી છુટકારો મેળવવા ઇચ્છો તો આ કરો. એક પિત્તળની બોટલ લો અને એમાં ગંગાજળ ભરી દો. હવે એને રૂમની ઉત્તર પુર્વ દિશામાં રાખી દો. એનાથી થોડા સમયમાં તમારો કરજો સમાપ્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *