આપણા દેશમાં આજે ટ્રાન્સજેન્ડરની સ્થિતિ પહેલાં કરતાં સારી થઈ ગઈ છે. એક એવો સમય હતો, જ્યારે ટ્રાન્સજેન્ડરોને ખૂબ જ ખોટી દ્રષ્ટિથી જોવામાં આવતા હતા. તેમની સાથે સારો વ્યવહાર નહોતો કરવામાં આવતો અને તેને મનુષ્ય પણ નહોતો સમજવામાં આવતા. અત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટ્રાન્સજેન્ડરને પણ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
અત્યારે તે પણ પોતાનું કરિયર સરળતાથી પસંદ કરી શકે છે અને બનાવી શકે છે. આજે તમને અમુક એવા ટ્રાન્સજેન્ડર વિશે જણાવીશું જેમણે જન્મ તો પુરુષ તરીકે લીધો, પરંતુ ત્યાર પછી લિંગ પરિવર્તન કરી છોકરી બની ગયા અને અત્યારે બોલિવૂડમાં ખૂબ જ સારું નામ મેળવ્યું છે.
બોબી ડાર્લિંગ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં બોબી ડાર્લિંગનાં નામથી મશહૂર એક્ટ્રેસ અને મોડલ વાસ્તવમાં પંકજ શર્મા હતા. તેમનો જન્મ એક છોકરાનાં રૂપમાં થયો હતો. ઘરના લોકોએ તેમનું નામ પંકજ રાખ્યું હતું. પરંતુ ૨૦૧૦માં તેમણે બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી લીધું અને પંકજ થી તેમનું નામ પાખી કરી લીધું. ત્યારબાદ મશહૂર થયા પછી તેમણે તેમનું નામ બોબી ડાર્લિંગ રાખી લીધું. બોબી ફિલ્મ ક્યા કુલ હે હમ, પેજ થ્રી, હસી તો ફસી જેવી અનેક ફિલ્મોમાં જોવા મળી છે.
ગૌરી અરોરા
ગૌરી બન્યા પહેલા એક્ટર ગૌરવ અરોરા હતો અને સ્પિટ્સ વિલા સિઝન-૮ ના કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકયા છે. તેમણે જ્યારે સેક્સ ચેન્જ કરાવ્યું ત્યારે ખૂબ જ ચર્ચા થઈ હતી. ગૌરવ ખૂબ જ હેન્ડસમ છોકરો હતો. પરંતુ ગૌરી બન્યા પછી ખૂબ જ સુંદર છોકરી બની ગયા. એટલું જ નહીં તેમણે સેક્સ ચેન્જ કરાવ્યા પછી તેમનો ફોટો શેયર કરતા સાથે કહ્યું હતું કે કોલ મી ગૌરી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને બાળપણથી જ છોકરી જેવું મહેસૂસ કર્યું છે. ત્યારબાદ તેમણે લીધું કે હવે તે છોકરીની જેમ જ પોતાની બાકી જિંદગી પસાર કરશે.
નિક્કી ચાવલા
નિક્કી પણ તે લોકો જેવી છે, જેનો જન્મ એક પુરુષ તરીકે થયો હતો. પરંતુ ત્યારબાદ તેમણે સ્ત્રીના રૂપમાં બદલાવ કર્યો. નિક્કીનું કહેવું હતું કે તે પોતાના જિન્સ થી પરેશાન હતા અને સ્ત્રી બનવા માંગતા હતા. જો કે જે ફેમિલી સાથે તેમનો સંબંધ હતો, તે ફેમિલીમાં આવું બધુ કરવું સરળ ન હતું. ૨૦૦૯માં તેમણે પરિવારથી વિરુદ્ધ જઈ અને સેક્સ ચેન્જ કરાવ્યું અને ટીવી ના ફેમસ શો “ઈમોશનલ અત્યારમાં” જોવા મળી.
અંજલિ લામા
નેપાળના એક ગામમાં નબિંન વહિબા નો જન્મ થયો હતો, જે એક પુરુષ હતો. તે પોતાની ઓળખને લઈને ખૂબ જ દુવિધામાં રહેતા હતા. ત્યારબાદ તેમણે ઓપરેશન કરી સેક્સ ચેન્જ કરી અને અંજલી બની ગયા. તેમના આ નિર્ણય થી તેમના પરિવારે તેમની સાથે સંબંધ તોડી નાખ્યો. પરંતુ તેમની માતાએ તેમનો સાથ ન છોડ્યો.
શિનાતા સંધા
બ્રિટિશ ઇન્ડિયન મોડલ શીનાતા સંધાં પણ સેક્સ ચેન્જ કરાવી ચૂકી છે. તે સાઉથ એશિયન ની ફેમસ ટ્રાન્સજેન્ડર મોડલ છે. ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી દ્વારા ઓર્ગેનાઈઝ કરવામાં આવેલ બ્યુટી પેજેન્ટ્સમાં ભાગ લઇ ચુકી છે. તેમની ખૂબસૂરતીના લોકો દિવાના છે. તે મિસ ગ્લેમર ક્વીન યુનાઇટેડ કિંગડમ પણ રહી ચૂકી છે. તેને ખૂબ જ સફળ ટ્રાન્સજેન્ડર મોડલ માનવામાં આવે છે.