દુનિયામાં એવા ઘણા પ્રકારના લોકો હોય છે જે કોઈને કોઈ ચીજથી ના ખુશ રહેતા હોય છે. જેમ કે કોઈ પોતાના દેખાવથી ખુશ હોતો નથી, તો સર્જરી પણ કરાવી લે છે. વળી અમુક એવા પણ હોય છે પોતાના જેન્ડર થી ખુશ હોતા નથી. તેમને લાગે છે કે તેઓ ખોટા જેન્ડરની બોડીમાં કેદ થઇ ગયા છે. ટ્રાન્સજેન્ડર ના રૂપમાં જન્મેલ રોડ્રિગો અલ્વેસ પણ એક આવો જ વ્યક્તિ છે. રોડ્રિગો સોશિયલ મીડિયા પર અને ટીવી પર મનુષ્ય “કેન ડોલ” ના નામથી મશહૂર છે.
પહેલા ટ્રાન્સજેન્ડર થી બન્યા હતા પુરુષ
કેન પહેલા ટ્રાન્સજેન્ડર હતા, પરંતુ બાદમાં ઘણી સર્જરી કરાવીને સિક્સ પેક એબ્સ વાળા પુરુષ બની ગયા હતા. તેઓ મશહૂર “કેન ડોલ” રમકડાની જેવા દેખાવા માંગતા હતા, એટલા માટે તેમણે સર્જરી કરાવીને પોતાના દેખાવમાં ઘણા બદલાવ કર્યા હતા. ઘણા વર્ષો સુધી તે પોતાના દેખાવને કારણે ફેમસ રહ્યા હતા. પરંતુ હવે તેઓ કેનથી જેસિકા બની ગયા છે.
હવે પુરુષમાંથી મહિલા બન્યા
કેન જણાવે છે કે તેમને હંમેશા થી લાગતું આવ્યું છે કે તેઓ ખોટા જેન્ડરની બોડીમાં કેદ થઇ ગયા છે. તેઓ અંદરથી પોતાને એક મહિલા માનતા હતા બાળપણથી જ તેમને ગુડ્ડા-ગુડીઓ સાથે રમવાનો શોખ હતો. જ્યારે પણ ઘરમાં કોઈ હોય નહીં ત્યારે તેઓ ચોરીછૂપીથી મહિલાઓ વાળા કપડા પહેરતા હતા. એટલા માટે તેમણે પોતાના શરીરમાં ઘણી સર્જરી કરાવીને પોતાને પુરુષમાંથી મહિલા બનાવી દીધી. તેમણે પોતાનું નામ પણ બદલીને જેસિકા રાખી લીધું. તેઓ ખૂબ જલ્દી કાનૂની રૂપથી પણ પોતાનું નામ બદલવાના છે.
૫૨ લાખ રૂપિયા થાય ખર્ચ
પોતાને પુરુષમાંથી મહિલા બનાવવા માટે જેસિકાએ પાણીની જેમ પૈસા વાળા આવ્યા હતા. તે જણાવે છે કે તેમની ત્રણ સર્જરી હજુ પણ બાકી છે, પછી તેઓ પૂર્ણ રૂપથી મહિલા બની જશે. તેમણે પોતાના બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યા છે. પુરુષમાંથી મહિલા બનવા માટે તેમણે અત્યાર સુધીમાં અંદાજે ૫૨ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા છે.
જેસિકા જણાવે છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. કોઈપણ પ્રકારનો નશો કરતી નથી, સેહતમંદ ભોજન નું સેવન કરે છે અને સારી ઊંઘ પણ લે છે.
બનવા ઈચ્છે છે માં
જેસિકા જણાવે છે કે પુરુષથી મહિલા બનવાનું એક મોટું કારણ એ પણ છે કે તેઓ માં બનવાનું સુખ મેળવવા માંગે છે. તેના માટે તેમણે પોતાના શરીરના હોર્મોન્સમાં બદલાવ કરાવ્યા છે. હાલમાં તેઓ પોતાના માટે એક સારા પતિ ની શોધ કરી રહી છે. તેમનું સપનું છે કે તે પોતાના ગર્ભમાંથી બાળકને જન્મ આપે અને માની જેમ તેનું પાલનપોષણ કરીને તેને મોટું કરે.
જેસિકા ના આ બદલાવને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયેલ છે. હાલના દિવસોમાં વિદેશી મીડિયા માટે ખૂબ જ છવાયેલ છે.