પુત્ર પ્રાપ્તિ માટે કરો વડનાં વૃક્ષનો આ સફળ પ્રયોગ

Posted by

અત્યારના જમાનામાં લગભગ બધા જ દંપતીને પુત્ર પ્રાપ્તિની ચાહના હોય છે. દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એમાં બે મત નથી. દીકરીને વ્હાલનો દરિયો કહેવાય છે. અત્યારે દીકરા કરતા પણ દીકરીઓ ઘણી આગળ છે તેમ છતાં લગભગ બધા જ દંપતીને એક પુત્રની ચાહના હોય છે. જેના માટે લોકો દવા તથા ભગવાન પાસે પ્રાથના કરે છે.

Advertisement

લગભગ બધા જ વૃક્ષમાં ભગવાનનો વાસ હોય છે. પણ બધામાં વડ ને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. વટ સાવિત્રીનું વ્રત પણ વડ પર આધારિત હોય છે. વડ ને સુતરની આટી થી જનોઈ બાંધવામાં આવે છે. મતલબ કે વડને લોકો ભગવાનનો દરજ્જો આપે છે.

અહીંયા અમે તમને એક વડનો પ્રયોગ બતાવી રહ્યા છીએ. આ પ્રયોગ ગર્ભવતી મહિલાને ગર્ભ રહ્યા બાદ એક માસથી પંદર થી એકવીસ દિવસ સુધીમાં થઈ શકે છે. આ પ્રયોગ કરવાના આગલા દિવસે સવારે એ ગર્ભવતી મહિલાએ જનોઈ આપેલા વડ પાસે જઈને પુરી શ્રદ્ધાથી વડ દાદાને પ્રાથના કરવાની રહેશે કે, હે વડદાદા હું આપની સમક્ષ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા લઈને આવી છું. આવતીકાલે હું આપની પાસે સાત કુંપળો લેવા આવીશ.

વડને આટલી પ્રાથના કર્યા બાદ બીજા દિવસે વહેલા સ્નાન કરી એ જનોઈ આપેલ વડની સાત કુંપળો લઈ આવવી. ત્યારપછી ગાયનું દુધ આશરે ૧૦૦ ગ્રામ, અડદના સાત દાણા, સરસવના સાત દાણા લેવાના રહેશે. વડની કૂંપળ, ગાયનું દુધ, અડદના સાત દાણા, સરસવના સાત દાણાને મિક્ષ કરી તેને વાટી લઈને પ્રવાહી બનાવી દેવું. હવે જે ગર્ભવતી બહેન આ પ્રયોગ કરવા માંગે છે એમણે જમીન પર પથારી પર ચતા સૂઈ જવું. પણ ખાસ ધ્યાન  રાખવાનું છે કે સુવા માટે તમારે ઓશિકાનો ઉપયોગ કરવાનો નથી.

ત્યારપછી જે પ્રવાહી બનાવેલ છે એના સાત ટીપા ગર્ભવતી બહેનનાં જમણા નસકોરા માં પાડવાનાં અને આ જ સ્થિતિમાં મહિલાએ લગભગ અડધો કલાક સુધી સૂતા રહેવું. જેનાથી જે પ્રવાહી આપણે નસકોરામાં નાખેલ છે એ પ્રવાહી નસકોરા માંથી આપણા શરીરમાં જઈ શકે. અડધો કલાક બાદ એ મહિલા ઊભા થઈ શકે છે.

ગર્ભવતી મહિલાએ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રયોગ થઈ ના જાય ત્યાં સુધી પાણી સિવાય કંઈ જ લેવાનું નથી. મતલબ કે એ ગર્ભવતી મહિલાએ પાણી સિવાય કંઈ જ પીવાનું નથી. પ્રયોગ કર્યા બાદ જ નાસ્તો કે જમવાનું લઈ શકો છો. આ પ્રયોગ પુરી શ્રદ્ધા સાથે કરવાનો છે. આ પ્રયોગ ઘણા દંપતીએ કરેલ છે અને ઘણા દંપતીની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી પણ થઈ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *