આજનાં આ આધુનિક થતા જતા સમયમાં પણ લોકો દેવી દેવતાઓ ઉપર વિશ્વાસ રાખે છે. આજના આધુનિક સમયમાં પણ માતા મોગલ નું નિવાસસ્થાન કબરાઉ ધામ આજે લોકોના આસ્થા નું પ્રતીક બની ગયેલ છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોગલ ધામમાં માતાજીના દર્શન કરવામાં આવે છે. ભગુડા અને કબરાઉ ધામ માતા મોગલનાં મુખ્ય ધામ બની ચુક્યા છે. અહીંયા દરરોજ હજારોની સંખ્યામાં ભક્તોની લાઈન લાગતી હોય છે. માં મોગલ ચારણકુળનાં મુખ્ય દેવી માનવામાં આવે છે, પરંતુ હવે તમામ લોકો માં મોગલ ઉપર શ્રદ્ધા ધરાવે છે.
જો તમે પણ માં મોગલ માં અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું બિલકુલ પણ ભુલતા નહીં. તમારા મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ માતાજી તુરંત પુરી કરી આપશે.
ઘોર કળયુગનાં સમયમાં પણ માં મોગલના પરચાઓ જોવા મળી આવે છે. માં મોગલ નો મહિમા અપરંપાર છે. લોકો માતાજીમાં અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. સાથોસાથ માતાજી પણ પોતાના ભક્તોની મનોકામના પુરી કરી આપે છે અને તેમના જીવનમાં રહેલા તમામ દુઃખ દુર કરી આપે છે. માતાજીનાં મંદિરમાં જાતિ અને ઉચ્ચ-નીચનો કોઈપણ ભેદભાવ રાખવામાં આવતો નથી. બધા જ લોકોને એક સમાન ગણીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે.
માતાજીએ ઘણી વખત પોતાના ભક્તોને સાક્ષાત પરચો બતાવેલ છે. એટલા માટે જ લોકો માં મોગલના દર્શન કરવા માટે વિદેશો માંથી પણ ભારતમાં આવે છે. હાલમાં થોડા સમય પહેલા જ એક વ્યક્તિ પોતાની પુત્રી સાથે માં મોગલના દર્શન કરવા માટે કબરાઉ ધામમાં આવી પહોંચ્યો હતો. અહીંયા પર તેમણે માતા મોગલના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
હકીકતમાં તે વ્યક્તિની પુત્રી વિદેશ જવા ઇચ્છતી હતી, પરંતુ તેને વારંવાર કોશિશ કરવા છતાં પણ વિઝા મળી રહ્યા ન હતા. જેના કારણે તેઓ ખુબ જ પરેશાન થઈ ગયા હતા. તે વ્યક્તિ માં મોગલ માં ખુબ જ શ્રદ્ધા ધરાવતો હતો, એટલા માટે તેને માં મોગલ ની માનતા રાખી હતી. માં મોગલ ની માનતા રાખવાના થોડા સમય બાદ જ તેની દીકરીને વિદેશના વિઝા મળી ગયા હતા અને તેની માનતા પુરી કરવા માટે તે કબરાઉ ધામમાં આવી પહોંચ્યો હતો.
અહીંયા પર તેણે મણીધર બાપુનાં આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ પુછ્યું હતું કે તમે શેની માનતા રાખેલી હતી. ત્યારબાદ તે વ્યક્તિએ જણાવ્યું હતું કે મારી પુત્રી વિદેશ જવા ઇચ્છતી હતી, તેના વિઝા મળી રહ્યા ન હતા અને તેના વિઝા મળી જાય તે માટેની મેં માનતા રાખેલી હતી. માં મોગલના આશીર્વાદથી જ માનતા રાખ્યાનાં થોડા સમય બાદ જ મારી દીકરીને વિદેશના વિઝા મળી ગયા હતા. હવે હું મારી માનતા પુરી કરવા માટે મારી દીકરીની સાથે માતાજીનાં દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે આવ્યો છું.
મેં માનતાનાં ૫,૫૦૦ માનેલા હતા, જે હવે માતાજીના ચરણોમાં અર્પિત કરવા માટે હું અહીંયા આવેલો છું. ત્યારે મણીધર બાપુએ તે ૫,૫૦૦ રૂપિયામાં ૧ રૂપિયો ઉમેરીને તે વ્યક્તિને રૂપિયા પરત આપી દીધા હતા અને કહ્યું હતું કે આ રૂપિયા તમારી બહેન દીકરીને આપી દેજો, માતાજી એ તમારી માનતા સ્વીકારી લીધી છે.
જો તમે પણ માં મોગલ માં અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” લખવાનું બિલકુલ પણ ભુલતા નહીં. તમારા મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ માતાજી તુરંત પુરી કરી આપશે.