રાતનાં સમયે કપડાં ધોવા અને સુકાવવા ભારે પડી શકે છે, આધુનિક યુગમાં મોટાભાગનાં લોકો આવી ભુલ કરે છે

આ ભાગદોડ ભરેલા જીવનમાં દરેક લોકો પાસે સમયનો અભાવ રહે છે અને એ જ કારણ છે કે સવારે ૯ થી પ વાગ્યા બાદ કોઈને પણ પોતાનો કામ કરવાનો સમય રહેતો નથી. વળી જણાવી દઈએ કે એ જ કારણ છે કે લોકો રાતના સમયે પોતાના મોટા ભાગના કામ કરતા હોય છે. જેમાંથી એક કામ કપડા ધોવાનું છે. ઘણી વખત લોકોને સવાર માં સમય મળી શકતો નથી. એટલા માટે તેઓ કપડાં ધોઈ શકતા નથી. એટલા માટે રાતના સમયે તેઓ પોતાના કપડાં ધોવે છે. તમને જણાવી દઇએ કે આ દરમિયાન મોટાભાગના લોકો કપડાંની સાથે એક ભુલ કરે છે. જેના લીધે તે કપડા ની મદદથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

ભલે તમને આ વાત અજીબ લાગી રહી હોય, પરંતુ આ વાત સંપુર્ણ સત્ય છે. વર્તમાન સમયમાં આ વાત ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હોય, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. ઘણી વખત એવું થાય છે કે આવા સમયમાં આપણામાંથી મોટાભાગના લોકો મજબુરીમાં દિવસના અમુક કામ રાતના સમયે કરે છે. પરંતુ કોઈને કદાચ તે વાતનો અંદાજો નહીં હોય કે ધર્મ શાસ્ત્રોમાં રાતના સમયે અમુક કામ કરવાની સ્પષ્ટ મનાઇ કરવામાં આવેલ છે.

જો આપણે ધર્મ શાસ્ત્રોનું માનીએ તો દિવસના કામને રાતના સમયે બિલકુલ પણ કરવા જોઇએ નહીં. એટલું જ નહીં જે લોકો રાતના સમયે કપડાં ધોવે છે તે લોકો પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવાનું કામ કરે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તેની પાછળ શું તક આપવામાં આવે છે, તો આજે અમે તમને તેની હકીકત જણાવીશું.

હકીકતમાં જાપાન અથવા ચીની વાસ્તુશાસ્ત્ર માં માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ દિવસના કામ રાતમાં કરે છે, એટલે કે કપડાંને જો રાતના સમયે ધોઈને બહાર સુકવે છે તો રાત્રિના સમયે બહાર દોડી રહેલી નકારાત્મક ઉર્જા જાય છે અને જે પણ વ્યક્તિ તે કપડાં પહેરે છે, તે કપડા ની મદદથી વ્યક્તિને નુકસાન પહોંચાડે છે.

એટલા માટે આવું કરીને તમે કોઈ મુસીબતમાં પડી શકો છો. કહેવામાં આવે છે કે સુર્યનાં પ્રકાશ માં કપડાં સુકવવાથી કપડા માંથી નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જાય છે અને કપડા ની અંદર એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ જ્યારે તમે રાતના સમયે બહાર કપડા સુકવો છો તો ચંદ્ર ની રોશનીમાં કપડા માંથી નકારાત્મક ઉર્જા બહાર નીકળી શક્તી નથી અને રાતના સમયે ધોયેલાં કપડાં પહેરવાથી આ નકારાત્મક ઉર્જા ની અસર આપણી ઉપર પડે છે.

બીજું કારણ એવું છે કે જ્યારે કપડાને સુર્યની રોશની માં સુકવવામાં આવે છે તો તે કપડામાં રહેલ કીટાણુ અને હાનિકારક જીવાણુઓ સુરજની રોશની અને ગરમીને લીધે ખતમ થઇ જાય છે, પરંતુ જ્યારે આપણે રાતના સમયે કપડાં સુકવીએ છીએ તો કપડાં ધીરે ધીરે સુકાય તો જાય છે. પરંતુ સુરજની રોશની અને ગરમી ન મળવાને લીધે તે કપડામાં રહેલા હાનીકારક કિટાણુ ખતમ થઈ શકતા નથી, જે આપણા શરીર માં ફસાઈ જાય છે અને અનેક ભયાનક બીમારીઓને જન્મ આપે છે.