રાતનાં સમયે મહિલાઓએ પોતાનુ આ અંગ ખુલ્લુ રાખીને સુવું જોઈએ નહીં, આખી જિંદગી ગરીબ જ રહેશો

હિન્દુ પુરાણો અને ધર્મગ્રંથોમાં આપણા જીવન સાથે જોડાયેલા ઘણા બધા રહસ્ય અને સત્ય ઉજાગર કરવામાં આવેલ છે. આપણે પોતાના જીવનમાં કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવા આચાર વિચારનો પ્રદાન કરવું જોઈએ. આપણા રીતિરિવાજ, ધર્મ અને તે સિવાય આપણા ભગવાન સાથે જોડાયેલા ઘણા બધા નિયમ પણ એક સંતુલિત જીવન પસાર કરવા માટે લાગુ કરવામાં આવેલ છે. જેવી રીતે આપણી દિનચર્યામાં દિવસનું ભોજન અને રાતનું ભોજન વિપરીત હોય છે, એવી જ રીતે આપણે દિનચર્યાના અમુક કામ પણ આવી રીતે વિભાજન કરવામાં આવેલ છે. આપણા શાસ્ત્રોમાં અમુક એવા કાર્ય જણાવવામાં આવેલ છે જે રાતના સમયે કરવા વર્જિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે અમુક કામ કરવાથી જીવન ઉપર ખરાબ અસર પડે છે, જેના ભયાનક પરિણામ પણ ભોગવવા પડે છે.

આપણે બધા લોકો જાણીએ છીએ કે આજની જીવનશૈલી ઉપર નજર કરવામાં આવે તો લોકો મોટાભાગે ખાસ કરીને મોટા શહેરમાં નાઈટ લાઈફને વધારે એન્જોય કરવાનું પસંદ કરે છે. તેમને રાતના સમયે બહાર હરવું ફરવું, મિત્રો સાથે મુલાકાત કરવી અથવા લોંગ ડ્રાઈવ જેવી ચીજો કરવાનો શોખ રહેતો હોય છે. જેના લીધે બધા લોકો માટે તે વાતનું જ્ઞાન હોવું આવશ્યક છે જે આપણા જીવન ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. તો ચાલો જાણીએ શાસ્ત્રો અનુસાર એવા કયા કામ છે, જે રાતના સમયે બિલકુલ પણ કરવા જોઈએ નહીં. તો ચાલો તમને જણાવીએ કે રાતના સમયે ક્યા કામ કરવા જોઈએ નહીં અને તે ક્યાં અંગ છે જે રાત્રે મહિલાઓએ ખુલ્લા રાખીને સુવું જોઈએ નહીં.

તે વાત તો આપણે બધા જાણીએ છીએ કે ચાર રસ્તા પર કાળા કર્મકાંડ, ખરાબ નજર ઉતારીને ફેકવી અને ટોટકા જેવી ઘણી ચીજો સદીઓથી કરવામાં આવી રહી છે. એટલા માટે રાતના સમયે તમારે ચાર રસ્તા વાળી જગ્યા અથવા તો જે જગ્યાએ ચાર દિશાઓ એક સાથે મળી રહેલી હોય એવી જગ્યા પર જવું જોઈએ નહીં. ભલે બીજો રસ્તો લાંબો હોય પરંતુ ચાર રસ્તા ઉપર થઈને ત્યારે પણ પસાર થવું જોઈએ નહીં. બની શકે છે કે રાતના અંધારામાં તમે અજાણતામાં કોઈ એવી ચીજને સ્પર્શ કરી લો અથવા તો તેની ઉપર ચાલવામાં આવે એટલા માટે યોગ્ય રહેશે કે તમે એવા રસ્તા પર થી પસાર ન થવું જોઈએ.

રાતના સમયે નકારાત્મક શક્તિઓ વધારે સક્રિય રહે છે. તે પોતાનો ઉદ્દેશ્ય પુર્ણ કરવા માટે કોઈપણ વ્યક્તિને કાબુમાં કરી શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે ઘણા બધા લોકો બહાદુરી બતાવવા માટે સ્મશાનમાં ચાલ્યા જાય છે, પરંતુ તમારે આવી ભુલ બિલકુલ પણ કરવી જોઈએ નહીં. રાત્રે ૧૨ વાગ્યા બાદ સ્મશાનમાં જવું બિલકુલ પણ વર્જિત માનવામાં આવેલ છે. તેનાથી તમારી માનસિક સ્થિતિ ઉપર પણ પ્રભાવ પડી શકે છે.

રાતના સમયે જુના વૃક્ષ ખાસ કરીને પીપળાનું વૃક્ષ અથવા વડ નું વૃક્ષ તથા વર્ષો જુના વૃક્ષની નીચે સુવું જોઈએ નહીં. આ વૃક્ષની નીચે ઘણી બધી એવી શક્તિઓ હોય છે જે રાતના સમયે તમારી ઉપર હાવી થઈ શકે છે. જેનાથી પીછો છોડાવવો તમારા માટે મુશ્કેલ બની શકે છે. એટલા માટે વૃક્ષની નીચે અથવા ગાઢ જંગલોમાં રાતના સમયે જેવું વર્જિત માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે રાતના સમયે આ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવતું નથી.

રાતના સુતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને સુવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રાતના સમયે વાળને ખુલ્લા રાખીને સુવાથી નકારાત્મક શક્તિઓ તમારી તરફ જલ્દી આકર્ષિત થાય છે. બની શકે તો વાળને સંધ્યાકાળમાં બાંધીને રાખો અને જો તમે રાતના સમયે જંગલના રસ્તા અથવા તો પુલની નીચેથી પસાર થઈ રહ્યા છો તો પોતાના વાળને ક્યારેય પણ ખુલ્લા રાખવા જોઈએ નહીં. તે નકારાત્મક ઊર્જાને તમારી તરફ નિમંત્રણ આપવા જેવું હોય છે.

રાતના સમયે કાળા વસ્ત્ર ધારણ કરીને છત ઉપર અથવા ખુલ્લામાં ક્યારેય પણ સુવું જોઈએ નહીં. કાળો રંગ કાળી શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. રાતના સમયે જો તમે કાળા વસ્ત્ર ધારણ કરીને બહાર અથવા છત ઉપર સુવો છો તો નકારાત્મક શક્તિઓ માટે તમારા સુધી પહોંચવું સરળ બની જાય છે. એટલા માટે ભુલથી પણ આવી ભુલ કરવી જોઈએ નહીં. કાળા વસ્ત્ર નાના બાળકોને ક્યારેય પણ પહેરાવવા જોઈએ નહીં. તેનાથી નકારાત્મક શક્તિઓ તેમની તરફ આકર્ષિત થવા લાગે છે.

તે સિવાય રાતના સમયે અત્તર, પર્ફ્યુમ અને ખુશ્બુદાર પદાર્થ લગાવીને સુવું જોઈએ નહીં. રાતના સમયે નખ કાપવા જોઈએ નહીં તથા ખરાબ લક્ષણો વાળા વ્યક્તિની સંગતિથી દુર રહેવું જોઈએ. રાતના સમયે પોતાના હાથ-પગ અને ચહેરાને યોગ્ય રીતે પાણીથી ધોઈને સુવું જોઈએ તથા વધુ એક મહત્વપુર્ણ વાત કે રાત્રે સુતા પહેલા ભગવાનનો આભાર અવશ્ય માનવો જોઈએ. તેનાથી તમારી અંદર સકારાત્મક ઊર્જા સક્રિય થાય છે અને ખરાબ વિચાર અને ખરાબ શક્તિઓ તમારાથી દુર ચાલી જાય છે.