રાવણને દસમુખી એટલે કે દસ માથા વાળો પણ કહેવામાં આવે છે અને એ જ કારણ છે કે તેને દશાનન પણ કહેવામાં આવે છે.. સાહિત્યિક પુસ્તકો અને રામાયણમાં તેના દસ માથા અને વીસ હાથવાળા રૂપને દર્શાવવામાં આવેલ છે. રાવણ મુનિ વિશ્વેશ્રવા અને કૈકસી નાં ચાર બાળકોમાંથી સૌથી મોટો પુત્ર હતો. તેને છ શાસ્ત્રો અને ચાર વેદોનું પણ જ્ઞાન હતું. એટલા માટે એવું માનવામાં આવે છે કે તે પોતાના સમયમાં સૌથી વિદ્વાન વ્યક્તિ હતો. ચાલો આ લેખનાં માધ્યમથી અધ્યયન કરીએ કે રાવણના દસ માથા આખરે કઈ વાતનું પ્રતીક છે.
રાવણ લંકાનો રાજા હતો. જેને દશાનન એટલે કે દસ માથા વાળાનાં નામથી પણ ઓળખવામાં આવતો હતો. રાવણ રામાયણનું એક કેન્દ્રીય પાત્ર છે. તેનામાં અનેક ગુણ પણ હતા, જેમ કે તેને અનેક શાસ્ત્રોનો જ્ઞાન હતું, અત્યંત શક્તિશાળી, રાજનીતિજ્ઞ, મહાપરાક્રમી વગેરે. વળી તે પાંચ પ્રકારના જ્ઞાન અને હથિયારોની બધી કલાઓનો માલિક હતો. રાવણને લઈને અલગ અલગ કથાઓ પ્રચલિત છે.
શું તમે જાણો છો કે રાવણે બ્રહ્માજીની ઘણા વર્ષો સુધી તપસ્યા કરી હતી. આ તપસ્યા દરમ્યાન રાવણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે દસ વખત પોતાનું માથું કાપી નાખ્યું હતું. જ્યારે-જ્યારે પોતાનું માથું કાપી નાખતો હતો, ત્યારે નવું માથું પ્રગટ થઇ જતું હતું. આ પ્રકારે તે પોતાની તપસ્યાને જાળવી રાખવામાં સક્ષમ થઈ ગયો. અંતમાં બ્રહ્માજી રાવણની તપસ્યાથી પ્રસન્ન થયા અને દસ માથા કપાયા બાદ પ્રકટ થયા અને તેને વરદાન માંગવા માટે કહ્યું. તેના પર રાવણે અમરતાનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજી એ તે નિશ્ચિત રૂપથી મનાઈ કરી દીધી. પરંતુ તેને અમરતાનો આકાશીય અમૃત પ્રદાન કર્યું. જેને આપણે બધા જાણીએ છીએ કે તેની નાભિ ની અંદર સંગ્રહિત કરવામાં આવ્યું હતું.
ભારતીય પૌરાણિક કથાઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. આ કથાઓ એક તરફ કહાની દર્શાવે છે, તો વળી બીજી તરફ દરેક કહાની પાછળ ઊંડો અર્થ છુપાયેલો હોય છે. રાવણના દસ માથાને ૧૦ નકારાત્મક પ્રવૃત્તિઓના પ્રતીકના રૂપમાં માનવામાં આવે છે. આ પ્રવૃત્તિઓ છે કામ, ક્રોધ, લોભ, મોહ, ગૌરવ, ઈર્ષા, મન, જ્ઞાન, ચિત, અહંકાર.
- પોતાના હોદ્દા, પોતાની ક્ષમતા અથવા પોતાની સ્થિતિને પ્રેમ કરવો – અહંકારને ઉત્તેજિત કરવું.
- પોતાના પરિવાર અને મિત્રોને પ્રેમ કરવો – મોહ
- પોતાના આદર્શ સ્વભાવને પ્રેમ કરવો – જે પસ્તાવા તરફ દોરી જાય છે.
- અન્ય લોકોમાં પૂર્ણતાની અપેક્ષા રાખવી – ક્રોધ તરફ દોરી જાય છે.
- ભુતકાળને પ્રેમ કરવો – ઘૃણા અથવા નફરત
- ભવિષ્યને પ્રેમ કરવો – ડર અથવા ભય
- દરેક ક્ષેત્રમાં નંબર વન બનવાની ઈચ્છા – ઈર્ષા
- પ્રેમ કરવા વાળી ચીજો – જે ઈર્ષામાં વધારો કરે છે.
- વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ – વાસના
- પ્રસિધ્ધિ, પૈસા અને બાળકોને પ્રેમ – અસંવેદનશીલતા પણ લાવે છે.
આ બધી નકારાત્મક ભાવનાઓ અથવા પછી “પ્રેમનાં વિકૃત રૂપ છે”. જોવામાં આવે તો દરેક ક્રિયા, દરેક ભાવના પ્રેમનું જ એક રૂપ છે. રાવણ પણ આ નકારાત્મક ભાવનાઓથી ગ્રસ્ત હતો અને એટલા માટે તે જ્ઞાનથી સંપન્ન હોવા છતાં પણ તેનો વિનાશ થઈ ગયો. અંતમાં તે કહેવું ખોટું નહી હોય કે રાવણના દસ માથા દર્શાવે છે કે જે કોઈ વસ્તુ તમારી પાસે જરૂરિયાત કરતાં વધારે છે, તો તેનો કોઈ ઉદ્દેશ્ય નથી. મતલબ કે આ બધી ઈચ્છાઓ વિનાશ તરફ લઈ જાય છે.