બિગ બોસમાં ભાગ લીધા બાદ રાહુલ વૈદ્ય સતત એક બાદ એક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હાલમાં જ નવરાત્રી પર ગરબાને ધ્યાનમાં રાખીને તેનું ગીત “ગરબે કી રાત” રિલીઝ થયું હતું. આ ગીત રાહુલ ની સાથે ભમિ ત્રિવેદી એ પણ ગાયેલું છે. વીડિયોમાં રાહુલ પોતે દેખાય રહેલ છે અને સાથોસાથ નિયા શર્મા છે. હવે તેમના આ ગીત ઉપર વિવાદ થઈ રહ્યો છે. ગીતમાં “શ્રી મોગલ માં” નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ગુજરાતમાં તેમની ખાસ માન્યતા છે. જેના લીધે એક વર્ગને તે પસંદ આવી રહ્યું નથી. ગીત રિલીઝ થયા બાદ રાહુલને ધમકીઓ મળી રહી છે.
રાહુલને મળી રહી છે ધમકીઓ
રાહુલના પ્રવક્તાએ કન્ફર્મ કર્યું હતું કે તેમને ઘણા બધા કોલ અને મેસેજ આવી રહ્યા છે જેમાં ગીત માંથી માતાજી નો ઉલ્લેખ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. એક ન્યુઝ મીડિયા સાથે વાત કરતા રાહુલનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “હાં, તે હકીકત છે કે મેસેજ અને કોલ ની સંખ્યા કાલ રાતથી વધી ગઈ છે, જેમાં તેમને ધમકી આપવામાં આવી રહી છે અને તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરીને ધરપકડ કરવાની વાત કરવામાં આવી રહી છે.”
ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતા નથી
View this post on Instagram
અમે કહેવા માંગીશું કે અમે કોઈપણ વ્યક્તિ ની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતા નથી અને નામનો ઉલ્લેખ સન્માનની સાથે કરવામાં આવેલ છે. ઘણા બધા લોકોને તે પસંદ આવી રહ્યું નથી. અમે તેમનું સન્માન કરીએ છીએ અને પોતાના સ્તર ઉપર તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ.
થોડા દિવસનો સમય આપો
જે લોકોને આ બાબત ઉપર આપત્તિ છે, તેઓ અમને થોડા દિવસનો સમય આપે. કારણ કે જે પ્લેટફોર્મ પર અમે ગીત રિલીઝ કરેલું છે, તેમાં સુધારો કરવામાં થોડા દિવસ લાગશે. જે લોકો ચિંતા કરી રહ્યા છે, અમે તે બધાની ભાવનાઓનું સન્માન કરીએ છીએ અને તેને સુધારો કરવાની દિશામાં ધગશથી કામ કરી રહ્યા છીએ.