રેલ્વે પ્લેટફોર્મ પર સુંદર યુવતીએ કર્યો “ટપા-ટપ” વાળો ડાન્સ, લાખો લોકોને પસંદ આવી રહ્યો છે વિડીયો

Posted by

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં ક્યારેક કઈ ચીજ વાયરલ થઈ જાય તેના વિશે કહેવું ખુબ જ મુશ્કેલ છે. વળી જોવામાં આવે તો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર દરરોજ કોઈને કોઈ તસ્વીરો અને વીડિયો વાયરલ થતાં રહે છે, જેમાંથી અમુક વિડીયો એવા હોય છે, જેને જોયા બાદ આપણો આખો દિવસ ખુબ જ સારો પસાર થતો હોય છે. વળી અમુક વિડીયો એવા હોય છે જે લોકોને ભાવુક કરી દેતા હોય છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર એક યુવતીનો ડાન્સ વિડીયો ખુબ જ ઝડપથી છવાયેલો છે, જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વળી તે વાત બિલકુલ સાચી છે કે દરેક વ્યક્તિની અંદર કોઈ ને કોઈ પ્રતિભાવ જરૂર છુપાયેલી હોય છે. પરંતુ મોટાભાગના લોકો પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખી શકતા નથી. વળી જે લોકો પોતાની અંદર છુપાયેલ સુંદર પ્રતિભાને ઓળખી લેતા હોય છે, તે પોતાના જીવનમાં કંઇ પણ કરી શકે છે. જેના લીધે તેઓ દુનિયાભરમાં મશહુર બની જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ક્યારેય પણ વ્યક્તિએ પોતાની અંદર રહેલી પ્રતિભાને દબાવીને રાખવી જોઈએ નહીં. કદાચ તેનાથી તમારું નસીબ બદલી શકે છે.

સોશિયલ મીડિયા દ્વારા અત્યાર સુધીમાં છુપાયેલી ઘણી પ્રતિભાઓ દુનિયાની સામે આવેલ છે. સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાયરલ થતો રહે છે અને ટેલેન્ટેડ લોકોની કિસ્મત સોશિયલ મીડિયા ઉપર ચમકી જતી હોય છે. તેની વચ્ચે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને લાખો લોકો દ્વારા જોવામાં આવેલ છે અને આ વિડીયોની લોકો ખુબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો ડાન્સ વિડીયો ખુબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે રેલવે સ્ટેશન પર એક યુવતી ગીત “સાત સમંદર પાર” પર બિન્દાસ રીતે ડાન્સ કરતી નજર આવી રહી છે. તમને જણાવી દઈએ કે સાત સમંદર પાર ગીત ફિલ્મ “વિશ્વાત્મા” નું છે, જેને અભિનેત્રી દિવ્યા ભારતી અને અભિનેતા સની દેઓલ પર ફિલ્માવવામાં આવેલ છે.

યુવતી જે પ્લેટફોર્મ પર બિન્દાસ બનીને ડાન્સ કરતી નજર આવી રહી છે, ત્યાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે અને બધા લોકો આ યુવતીનો ડાન્સ જોવા લાગે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ યુવતીનો ડાન્સ વિડીયો ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ છે. આ વીડિયોને શેર કરીને કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “કારણ કે આ ટ્રેન્ડિંગ છે.” ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને લાખો લોકો પસંદ કરી ચુક્યા છે અને હજારો લોકો તેની ઉપર કોમેન્ટ કરી ચુક્યા છે. એટલું જ નહીં આ વીડિયો પર લોકો પોતાની સતત પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેટની દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પબ્લિક પ્લેસ પર ડાન્સ વિડીયો શુટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. અહીંયા જે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેમાં એનફ્લુએન્સર માસ્ક પહેરીને પ્લેટફોર્મ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. રેલવે સ્ટેશન પર ખુબ જ ભીડભાડ છે અને તેની વચ્ચે રિમિક્સ ટ્રેક પર પરફોર્મ કરતી યુવતી નજર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *