રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મોથી દરરોજ આટલી કમાણી કરતાં હતા, વોટ્સઅપ ચેટથી સામે આવી બેન્ક ડિટેલ, જુઓ દરરોજની કમાણી

Posted by

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ અને ફેમસ બિઝનેસમેન રાજ કુંદ્રા હાલનાં દિવસોમાં દરેક ન્યુઝ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છવાયેલા છે. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવીને તેને ઓનલાઈન એપ દ્વારા પબ્લિશ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ પોલીસે તેમની સોમવારે રાત્રે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટે તેમને ૨૩ જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા. હાલમાં પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. આ દરમિયાન આ વિષયને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

જેમ કે હાલમાં જ પોલીસનાં હાથમાં રાજ કુંદ્રા ની વોટ્સેપ ચેટ લાગી હતી. જેમાં તેમના છેડા અશ્લીલ ફિલ્મ બનાવવાની કંપની અને તેને પબ્લીશ કરવાં વાળી એપ સાથે જોડાયેલા દેખાયા અને હવે હાલમાં જ રાજ કુન્દ્રાની બેંક ડીટેલ સામે આવી છે. જેમાં આ બેંક ડીટેલ પર નજર નાખવા પર રાજ નાં કાળા ધંધા ની પોલ ખુલતી દેખાઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે રાજની બેંક ડીટેલનો જે ખુલાસો થયો તે આશ્ચર્યજનક હતો. રાજ કુંદ્રા અને તેમની કંપની પોતાની એપથી રોજના ૧ થી ૧૦ લાખ રૂપિયા સુધી કમાતા હતા. આ પૈસા આવ્યા બાદ તે પૈસાને બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.

અહીં જુઓ બેંક ડીટેલ

  • તારીખ – ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦, એકાઉન્ટ -XX૭૯૦, કમાણી – ૧ લાખ
  • તારીખ – ૨૫ ડિસેમ્બર, ૨૦૨૦, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૧૦ લાખ
  • તારીખ – ૨૬ ડિસેમ્બર, ૨૦૨૦, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૫૦ હજાર
  • તારીખ – ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૨ લાખ ૫ હજાર
  • તારીખ – ૧૦ જાન્યુઆરી, ૨૦૨૧, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૩ લાખ
  • તારીખ – ૧૩ જાન્યુઆરી, ૨૦૨૧, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૨ લાખ
  • તારીખ – ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૧ લાખ
  • તારીખ – ૨૩ જાન્યુઆરી ૨૦૨૧, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૯૫ હજાર
  • તારીખ – 3 ફેબ્રુઆરી ૨૦૨૧, એકાઉન્ટ – XX૭૯૦, કમાણી – ૨ લાખ ૭૦ હાજર

એક રિપોર્ટ પ્રમાણે તો રિપુ સુદાન બાલકૃષ્ણ કુન્દ્રા ઉર્ફ રાજ કુન્દ્રાએ યુકે સ્થિત એક કંપની કેનરીન પ્રાઇવેટ લિમિટેડને વેચી દીધી હતી. જેનો માલિક બીજો કોઈ નહીં પરંતુ તેમના બનેવી પ્રદીપ બક્ષી હતો. એપ વેચવા છતાં રાજ એ મુંબઈ થી તે બધા પર નજર જાળવી રાખી હતી.

ક્રાઈમ બ્રાન્ચ પ્રમાણે રાજ કુંદ્રા દ્વારા આ બિઝનેસમાં ૧૦ કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા હતા. તેમને ફેબ્રુઆરીમાં જ સ્પષ્ટ ખબર પડી ગઈ હતી કે રાજ કુંદ્રાની કંપનીનાં છેડા આ કંપની સાથે જોડાયેલા છે. જોકે તેમની પાસે સીધી લીંક ન હોવાના કારણે ક્રાઈમ બ્રાન્ચને સાબિતીની શોધ હતી. એટલા માટે તે તપાસમાં લાગી હતી. પછી જ્યારે ક્રાઇમ બ્રાન્ચને  પર્યાપ્ત સાબિતી મળી તો તેમણે રાજ કુન્દ્રાની તેના આધાર પર ધરપકડ કરી લીધી હતી.

આ વિષયમાં રાજ કુંદ્રા ની પત્ની શિલ્પા શેટ્ટીની પણ પુછપરછ કરવાની તૈયારી ચાલી રહી છે. મુંબઈ પોલીસ જલ્દી જ તેમને સમન મોકલી પુછપરછ માટે બોલાવી શકે છે. આ બીજી રાજ કુન્દ્રાની ધરપકડ પછી સોશિયલ મીડિયા પર ઘણા કમેન્ટ આવવા લાગ્યા છે. જ્યાં એક તરફ ઘણા લોકો રાજ અને શિલ્પાની મજાક ઉડાવી રહ્યા છે તો અમુક લોકો તેમના સપોર્ટમાં પણ બોલી રહ્યા છે. ઉદાહરણ તરીકે રાખી સાવંતે હાલમાં જ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે કોઈ શિલ્પા અને તેમના પરિવારને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે આ વિષય પર શિલ્પા અને તેમના બાળકો પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી. જ્યારે કંગના રનૌતે આ ઘટનાની પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તુલના ગટર સાથે કરી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *