શર્લિન ચોપડાએ પુછપરછમાં ખોલ્યા મોત રહસ્યો, કહ્યું – “રાજ કુન્દ્રા કહેતા હતા કે શિલ્પાને પણ મારા વિડીયો પસંદ આવે છે”

Posted by

બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા હાલના દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલા છે. રાજ કુંદ્રા સાથે જોડાયેલા ઘણા ખુલાસા થઈ રહ્યા છે, જે ખુબ જ ચોંકાવનારા છે. મુંબઈ પોલીસની તપાસ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. તેવામાં હવે અભિનેત્રી શર્લિન ચોપડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે ઘણા આશ્ચર્યજનક ખુલાસા કર્યા છે. શર્લિન ચોપડાએ પ્રોપર્ટી સેલનાં અધિકારીઓએ કહ્યું હતું કે તેની રાજ કુંદ્રા સાથે મુલાકાત વર્ષ ૨૦૧૯માં થઈ હતી.

આ દરમિયાન તેમને પહેલા ગ્લેમરસ વિડીયો બનાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ બાદમાં અશ્લીલ વિડિયો બનાવવા લાગ્યા હતા. શર્લિન ચોપડા જણાવ્યું હતું કે રાજ કુન્દ્રાએ તેને એવું કહીને ગુમરાહ કરેલી હતી કે શિલ્પા શેટ્ટીને પણ તેના વિડીયો ખુબ જ પસંદ આવે છે. રાજ કુન્દ્રાએ મને વિશ્વાસ અપાવ્યો હતો કે અશ્લીલ ફિલ્મો કેઝ્યુઅલ છે, દરેક લોકો કરે છે તો મારે પણ કરવી જોઈએ. હું નહોતી જાણતી કે હું આ પ્રકારના વિવાદમાં ફસાઈ જઈશ.

આગળ શર્લિન ચોપડા જણાવ્યું હતું કે જ્યારે હું પહેલી વખત રાજ કુન્દ્રાને મળી હતી તો મારા મનમાં એવું લાગતું હતું કે મારું સમગ્ર જીવન બદલાઈ જશે. પરંતુ હું જાણતી નહોતી કે રાજ મારી પાસે આવા ખોટા કામ કરાવશે. આર્મસ્પ્રાઇમ કંપની સાથે સોદો કરી લીધો અને વિડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતનાં દિવસોમાં હું ગ્લેમરસ વીડિયો શુટ કરતી હતી, પરંતુ બાદમાં અશ્લીલ ફિલ્મો બનાવવા લાગી હતી.

તે સિવાય શર્લિન ચોપડા જણાવ્યું હતું કે રાજ કુંદ્રા હંમેશા મારા કામની પ્રશંસા કરતા હતા અને કહેતા હતા કે શિલ્પા શેટ્ટીને પણ મારા વીડીયો અને ફોટો પસંદ આવે છે. તેમનું આ પ્રકારથી કહેવું મને ખુબ જ પસંદ આવતું હતું. કારણકે હું સમજતી હતી કે શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીને મારું કામ પસંદ આવી રહ્યું છે. તેવામાં હું સમજી શકતી ન હતી કે શું ખોટું છે અને શું સાચું છે? જ્યારે મને મારા કામની પ્રશંસા મળતી હતી તો હું તેને વધુ શ્રેષ્ઠ બનાવવાની કોશિષ કરતી હતી.

આ વાતચીત દરમિયાન જ્યારે શર્લિન ચોપરાને પુછવામાં આવ્યું કે શિલ્પા શેટ્ટીએ બધા આરોપોને ખોટા ઠેરવ્યા છે? તેના પર શર્લિન ચોપડાએ કહ્યું હતું કે શિલ્પા હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહે છે. બની શકે છે કે કદાચ તે ભુલી ગઈ હોય. ત્યાર બાદ જ્યારે શર્લિન ચોપરાને પુછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે? તો તેવામાં શર્લિન ચોપડાએ કહ્યું હતું કે હા, મેં આવું કર્યું હતું, પરંતુ બાદમાં મને પોતાનો કેસ પરત લેવા માટે કહેવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે હું ખુશહાલ પરિવારને શા માટે તોડવા ઇચ્છું છું. મને ધમકી મળતી હતી. જો મેં કેસ પરત ન લીધો તો મારી કારકિર્દી બરબાદ થઈ જશે.

વધુમાં આગળ શર્લિન ચોપડા જણાવ્યું હતું કે હું રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ નથી. હું ફક્ત અશ્લીલ ફિલ્મોની વિરુદ્ધ છું. જો તમે મહિલાઓ પાસે કરાવી રહ્યા છો અને ગ્લેમરસ સીન કરાવી રહ્યા છો તો તેમણે જણાવ્યું કે તમે અશ્લીલ વીડિયો બનાવી રહ્યા છો. આ લોકો ખુબ જ સ્વાર્થી છે ફક્ત પૈસા અને આ પ્રકારની સામગ્રી બનાવવા વિશે વિચારે છે.

મહત્વપુર્ણ છે કે બિઝનેસમેન રાજ કુન્દ્રાને અશ્લીલ વિડિયો બનાવવા અને તેને એપ્સ ઉપર અપલોડ કરવાના આરોપમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ છે. ફક્ત રાજ કુંદ્રા જ નહીં, પરંતુ અન્ય ઘણા લોકો પણ આ મામલાની ઝપેટમાં આવી ગયા છે. વળી મુંબઈ પોલીસ પણ સતત તપાસ કરી રહી છે. પોલીસ દાવો કરી રહી છે કે રાજ કુંદ્રા જ રેકેટનાં અસલી માસ્ટર માઈન્ડ છે. આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અભિનેત્રી શર્લિન ચોપડાની અંદાજે ૮ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આ બધા ખુલાસા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *