રાજ કુન્દ્રાનાં સમર્થનમાં ઉતરી રાખી સાવંત, તેણે કહ્યું કે – “અરે શરમ કરો..”

Posted by

બોલીવુડની એન્ટરટેઇનમેન્ટ ક્વીન રાખી સાવંત હમેશાં ચર્ચામાં જળવાઈ રહે છે. ભાગ્યે જ  એવો કોઈક દિવસ હશે જ્યારે સોશિયલ મીડિયા પર રાખીનો કોઈ વીડિયો ટ્રેન્ડ ન થઈ રહ્યો હોય. તેવામાં એકવાર ફરીથી તે ચર્ચામાં છવાયેલી છે. પરંતુ હાલનાં સમયે તેમણે પોતાના માટે નહીં પરંતુ શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાને લઈને નિવેદન આપ્યું છે. હંમેશાની જેમ હાલનાં સમયે પણ ફોટોગ્રાફર્સે રાખી સાવંતને મુંબઈનાં રસ્તા પર સ્પોટ કરી. આ દરમિયાન તેમણે રાખીને રાજ કુન્દ્રાની ધરપકડ પર તેમનું મંતવ્ય માગ્યું. જેના પર રાખીએ સ્પષ્ટપણે રાજ કુંદ્રા અને તેમની પત્નીનું સમર્થન કર્યું છે. રાખી સાવંતે કહ્યું, “મિત્રો તમને એવું નથી લાગતું કે શિલ્પા શેટ્ટીએ બોલીવુડમાં કેટલું નામ મેળવ્યું છે. તેવામાં તેમને કોઈ બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. તેમનું નામ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે.”

આગળ રાખી કહે છે કે, “હું માની નથી શકતી કે રાજ કુન્દ્રાએ એવું કંઈક કર્યું છે. તે એક બિઝનેસમેન છે. તેમને કોઈ પરેશાન કરવાની કોશિશ કરી રહેલ છે. શિલ્પા શેટ્ટીએ ઇન્ડસ્ટ્રીમાં કેટલી મહેનત કરી છે. તેનો એક દીકરો એક દીકરી છે.. અરે શરમ કરો. તેમનો હસતો રમતો પરિવાર છે.” આ સિવાય રાખી વીડિયોમાં ઘણી બીજી વાતો પણ કહે છે.

રાખી સાવંતનાં આ વીડિયોને સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. જેના પર લોકો પણ પોતાની ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઇએ કે શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને પોલીસે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેમને એપ પર ડાઉનલોડ કરવાથી પૈસા કમાવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં રાજ ને ૨૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડમાં પણ મોકલવામાં આવશે. રાજ  સિવાય પોલીસે બીજા પણ ઘણા લોકોની પણ ધરપકડ કરેલ છે, જે આ કામમાં રાજ કુંદ્રા નો સાથ આપી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *