રાજ કુન્દ્રાની ધરપકડ બાદ હવે બોલીવુડની આ સેલેબ્રિટીનો છે નંબર, KRK ના વિડીયોએ મચાવી સનસનાટી

Posted by

હિન્દી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના વિષયમાં ધરપકડ બાદ થી ફિલ્મી ગલીમાં પણ હલચલ ઝડપી થઈ ગઈ છે. શિલ્પા શેટ્ટી એક મોટી અને સફળ અભિનેત્રી છે. જ્યારે રાજ કુંદ્રા પણ બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તેવામાં રાજ કુંદ્રાનું આ ખરાબ કામમાં નામ આવવું અને પછી તેમની ધરપકડ થવી, લોકોને પસંદ નથી આવી રહ્યું. લોકો રાજ કુંદ્રા અને ફિલ્મી દુનિયાના લોકો પર ખુબ જ ગુસ્સો કાઢી રહ્યા છે અને તેમને ઘણી ખરી-ખોટી સંભળાવી રહ્યા છે.

રાજ કુંદ્રા કેસમાં અત્યાર સુધી ઘણાં સેલિબ્રિટીએ પોતાની વાત રાખી છે. જ્યારે હવે અભિનેતા અને સ્વઘોષિત આલોચક કમલ આર ખાન પણ આ મુદ્દા પર સ્પષ્ટપણે સામે આવ્યા છે અને તેમણે રાજ કુંદ્રા કેસનાં સહારે ટીવીની ક્વીનનાં નામથી જાણીતી એકતા કપુર પર પ્રહાર કરતાં બોલ્યા છે. એકતા પર પ્રહાર કરતાં કમાલ ખાને કહ્યું કે, હવે બીજો નંબર એકતા કપુરનો આવવાનો છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેવાવાળા KRK એ રાજ કુન્દ્રાની ધરપકડ પછી એક ટ્વિટ કરી અને તેમના ટ્વીટને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર ઘણા જ સક્રિય રહેવા વાળા અને કોઈ પણ વિષય પર પોતાનું  સ્પષ્ટપણે મંતવ્ય રાખવાવાળા કમલ આર ખાનનો એક નવો ટ્વીટ ઘણો સમાચારોમાં છે. જેમાં તેમણે એક યુ-ટ્યુબ વિડીયોની લીંક શેર કરી છે અને એકતા કપુર પર આક્ષેપ કર્યો હતો.

ટ્વીટ કરતા KRK એ લખ્યું કે, “એકતા કપુરની ધરપકડ કરી શકાય છે. તેમણે આગળ લખ્યું કે થોડા વર્ષો પહેલા રાજ કુન્દ્રાએ કહ્યું હતું, મારા પછી આનો નંબર લાગશે. ધરપકડ થશે.”

તમે જોઈ શકો છે કે, કમાલ ખાને જે વિડીયોની લીંક શેર કરી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે રાજ કુંદ્રા અને તેમના સહયોગી ઉમેશ કામથ વચ્ચે વોટ્સઅપ પર ચર્ચા થઈ રહી છે. જેમાં બંને પોતાના અશ્લિલ ફિલ્મનાં કન્ટેન્ટને લઇને વાત કરી રહ્યા છે અને તેમાં રાજ કુન્દ્રા તરફથી એકતા કપુર અને તેમની કંપની ઓલ્ટ બાલાજી ને લઈને પણ વાતો થાય છે. જો કે અમારી વેબસાઇટને કેઆરકે દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોનાં કન્ટેન્ટ સાથે કોઈ લેવાદેવા નથી અને અમે આ સમાચારોની પુષ્ટી નથી કરતાં.

મહત્વપુર્ણ છે કે શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેમને એપની મદદથી બતાવવાનો આરોપ લાગ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં આ સંબંધમાં તેમના વિરુદ્ધ ફરિયાદ પણ થઇ હતી અને સોમવારે રાત્રે ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રાને તેમના ઘરેથી ધરપકડ કરી લીધી હતી. હાલમાં તે ન્યાયિક હિરાસતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *