રાજ કુન્દ્રા પર આ પાંચ મોડલે લગાવ્યા હતા ગંભીર આરોપ, આવી રીતે ફસાયા જાળમાં

Posted by

જાણીતા બિઝનેસમેન અને એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ બનાવવા અને તેમને પ્રસારિત કરવાના આરોપમાં ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવ્યા હતા. રાજ કુંદ્રા હાલમાં ૨૩ જુલાઈ સુધી સરકારી મહેમાન છે. મંગળવારે કિલા કોર્ટે રાજ કુંદ્રા અને તેમના એક અન્ય સાથી રાયન જોન થાપને ૩ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જણાવી દઇએ કે મુંબઈ પોલીસ છેલ્લા પાંચ મહિનાથી આ કેસની તપાસ માં જોડાઈ હતી.

ફેબ્રુઆરી મહિનામાં જ મુંબઇ પોલીસે અશ્લીલ ફિલ્મોના ધંધામાં રાજ કુંદ્રાનાં સામેલ હોવાની જાણકારી મળી ગઈ હતી. રાજ કુંદ્રા વિરુદ્ધ ૪ મોડેલ્સનાં નિવેદનોને સાચી સાબિતી તરીકે  જોવાઈ રહ્યાં છે. ગયા વર્ષથી અત્યાર સુધીમાં ૪ મોડલ રાજ કુંદ્રા અને તેમની કંપની પર ઘણા ગંભીર આક્ષેપ લગાવી ચુકી છે.

પુનમ પાંડે

ગ્લેમરસ એક્ટ્રેસ પુનમ પાંડે પોતાનાં ગ્લેમરસ ફોટો અને વિડીયો દ્વારા ચર્ચામાં છવાઈ રહે છે. ગયા વર્ષે પુનમ પાંડેએ રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો હતો. પુનમ પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રા અને તેમની કંપની ગેરકાનુની રીતે તેમની ફોટો અને વિડીયોનો ઉપયોગ પોતાની એપમાં કરી રહ્યા છે. પુનમે ત્યારે બોમ્બે હાઈકોર્ટમાં જાણકારી આપતા કહ્યું હતું કે, રાજ અને તેમના વચ્ચે એક કોન્ટ્રાક્ટ થયો હતો. ત્યારબાદ તેમને સમાપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે થોડા પૈસાની લેણ-દેણ ને લઇને પુનમ અને રાજ કુન્દ્રા વચ્ચે વિવાદ થયો હતો. પુનમ પાંડેનું કહેવાનું હતું કે, રાજ કુન્દ્રાએ તેમને બાકી પૈસાની ચુકવણી નથી કરી. આ વિષયને લઈને પુનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેમના સહયોગી સૌરભ કુશવાહા વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

શર્લિન ચોપડા

અભિનેત્રી શર્લિન ચોપડાને પણ ગ્લેમરસ સ્ટાર માનવામાં આવે છે. શર્લીન ચોપડા પણ રાજ કુંદ્રા પર આરોપ લગાવતા ઘણા આશ્ચર્યજનક ખુલાસા પહેલા જ કરી ચુકી છે. પોલીસ પ્રમાણે શર્લિન ચોપડાનું કહેવાનું છે કે, તેમને અશ્લીલ ઇન્ડસ્ટ્રીનાં લાવવા વાળા રાજ કુન્દ્રા જ છે. શર્લિને મહારાષ્ટ્ર સાયબર સેલ ને આપવામાં આવેલા નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાની પેમેન્ટ મળતી હતી. શર્લિન પ્રમાણે તેમણે આ સમયે ૧૫ થી ૨૦ પ્રોજેક્ટ કર્યા હતા. શર્લિને ત્યારે પોલીસ સામે રાજ કુંદ્રા નું નામ લીધું હતું. પુનમ પાંડે પણ અશ્લીલ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે રાજ કુન્દ્રાને જવાબદાર ગણાવી ચુકી છે

સાગરિકા સોના સુમન

સાગરિકા સોના સુમન નામની મોડલ અને એક્ટ્રેસે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા પર ઘણાં ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે સાગરિકાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી રાજ કુંદ્રા પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે વિડીયો કોલ દ્વારા વેબ સીરીઝ માટે પોતાના ગ્લેમરસ ઓડિશનની ડિમાન્ડ કરવામાં આવી હતી. તેમાં ત્રણ લોકો હતા. જેમાંથી એક રાજ કુંદ્રા હતા. સાગરિકાનું કહેવાનું હતું કે, રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મોનાં રેકેટનો ભાગ છે અને તેમની ધરપકડ કરવી જોઈએ. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. સાગરિકા પ્રમાણે ઉમેશ કમત  નામના વ્યક્તિએ તેમને કહ્યું હતું કે, આ ઓડીશન રાજ કુંદ્રાની વેબ સીરીઝ માટે હશે. પરંતુ જ્યારે તે ઓડિશન માટે પહોંચી તો તેમને વિડીયો કોલ પર ગ્લેમરસ ઓડિશન આપવા માટે કહેવામાં આવ્યું હતું.

ગહના વશિષ્ઠ

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠની અશ્લીલ વીડિયો બનાવીને તેને વેબસાઇટ પર અપલોડ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગહના તરફથી નિવેદન કરી કહેવામાં આવ્યું હતું કે તે આ આખા ગોરખધંધાનું માત્ર મોહરું છે.મો  ટી માછલીઓ હજુ પણ ખુલ્લામાં ફરી રહી છે. ત્યારે ગહનાએ પણ પોલીસ સામે રાજ કુંદ્રાનું નામ લેતાં કહ્યું હતું કે, તે આ ધંધાનો માસ્ટરમાઈન્ડ છે અને તેની ધરપકડ કરવી જોઈએ.

પુનિત કૌર

પુનિત કૌર નામની એક મોડલ અને યુટ્યુબરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં પોસ્ટ નાખી દાવો કર્યો કે રાજ કુન્દ્રાએ તેમને પોતાની એપ HotShots માટે ડાયરેક્ટ મેસેજ કર્યો હતો. આ સાથે જ તેમણે આનંદ વ્યક્ત કર્યો છે કે રાજ હવે જેલનાં સળિયા પાછળ છે.

જણાવી દઇએ કે, અશ્લીલ ફિલ્મોનાં કૌભાંડની તપાસ દરમિયાન ઘણી મોડલ ખુલાસો કરી ચુકી છે કે તેમને પણ બળજબરી અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા માટે બોલવામાં આવતું હતું. મનાઈ કરવા પર તેમને ભારે ભરખમ રકમ ભરવા માટે કહેવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *