રાજ કુન્દ્રા પોતાની સાળીને જ લેવાના હતા આવી ફિલ્મમાં અને શમિતા સાથે પણ…. અભિનેત્રી ગહના વશિષ્ઠે કર્યો મોટો દાવો

Posted by

અશ્લીલ ફિલ્મોનાં મામલામાં ધરપકડ કરવામાં આવેલ રાજ કુંદ્રા ખુબ જલ્દી શમિતા શેટ્ટી ને લઈને એક ફિલ્મ બનાવવાના હતા. જેને તેઓ ઓનલાઇન રિલીઝ કરવાનો પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. આ દાવો વેબ સીરીઝ માં કામ કરી ચુકેલી અભિનેત્રી ગહના વશિષ્ઠ એ કર્યો હતો. રાજ કુન્દ્રા નું સમર્થન કરવા વાળી ગહના વશિષ્ઠ એ આજે નવો ખુલાસો કરતા જણાવ્યું હતું કે રાજ પોતાની પત્ની શિલ્પા શેટ્ટીની બહેનને લઈને એક ફિલ્મ બનાવવાના હતા. ગહના વશિષ્ઠ નાં જણાવ્યા અનુસાર રાજ કુંદ્રા આ ફિલ્મ માટે એક એપ લોન્ચ કરવાની પ્લાનિંગ કરી રહ્યા હતા.

ગહના વશિષ્ઠ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તે આ ફિલ્મને ડાયરેક્ટ કરવાની હતી. ગહના જણાવ્યા અનુસાર તે થોડા દિવસો પહેલા રાજ કુંદ્રાની ઓફિસમાં ગઈ હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે નવી એપ બોલીફેમ લોન્ચ કરવાની પ્લાનિંગ કરવામાં આવી રહી છે. આ એપ પર રિયાલિટી શો, મ્યુઝિક વિડીયો, કોમેડી શો અને નોર્મલ ફિલ્મ કરવાનું પ્લાનિંગ હતું.

આ ફિલ્મમાં ગ્લેમર સીન થવાના ન હતા. તે સમયે અમે લોકોએ સ્ક્રિપ્ટ ઉપર પણ ચર્ચા કરી હતી. ત્યારબાદ એક સ્ક્રીપ્ટ માટે શમિતા શેટ્ટી ને કાસ્ટ કરવા વિશે વિચાર્યું હતું. હું રાજ કુંદ્રા ની ધરપકડ પહેલાં તેના માટે ફિલ્મ શુટ કરવા વિશે વિચારી રહી હતી. હું આ ફિલ્મોનું નિર્દેશન કરવાની હતી.

ગહના વશિષ્ઠ એ આગળ જણાવ્યું હતું કે મારી શમિતા શેટ્ટી સાથે ક્યારેય મુલાકાત થઇ ન હતી. મે ફિલ્મની સ્ક્રિપ્ટ ઉમેશ કામત દ્વારા તેમને મોકલી આપી હતી. મારું કામ ફક્ત ડાયરેક્શનનું હતું અને સેટ ઉપર જઈને ફિલ્મનું નિર્દેશન કરવાનું હતું. તે કેટલા પૈસા લઈ રહી છે અને શું શરતો છે, મારે તેની સાથે કોઈ લેવાદેવા હતા નહીં અને હું વધારે કોઈ વાતમાં પડવા માગતી ન હતી. શમિતા શેટ્ટી ની ઉમેદ કામત સાથે વાત થઇ હતી અને તે તેના માટે સહમત પણ થઇ ગઇ હતી.

ગહના વશિષ્ઠ શરૂઆતથી જ રાજ કુંદ્રાનું સમર્થન કરી રહી છે અને તેમણે રાજ કુંદ્રા પર લાગેલા અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપને ખોટ બતાવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ મામલામાં હાલમાં જ ગહના વશિષ્ઠ ની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગહના ને ફેબ્રુઆરી મહિનામાં મડ આઇલેન્ડમાં સ્થિત એક બંગલામાં થી ધરપકડ કરવામાં આવી હતી. જોકે ૧૯ જુનનાં રોજ ગંભીર રૂપથી બીમાર પડ્યા બાદ તેને ભાઈખલા જેલમાંથી જામીન પર છોડવામાં આવી હતી. તે અંદાજે પાંચ મહિના સુધી જેલમાં રહી હતી.

કોણ છે શમિતા શેટ્ટી

શમિતા શેટ્ટીએ અમુક ફિલ્મોમાં કામ કરેલું છે. જોકે તે પોતાની બહેન જેટલી સફળ બની શકે નહીં. તે બિગ બોસમાં પણ નજર આવી ચુકી છે. જોકે તેણે આ શો વચ્ચે છોડી દીધો હતો.

હિરાસત નો સમય થઈ રહ્યો છે ખતમ

મહત્વપૂર્ણ છે કે રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને ૧૯ જુલાઇની રાત્રે લાંબી પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યાના બીજા દિવસે તેમને કોર્ટમાં રજુ કરવાના હતા, જ્યાં કોર્ટે તેમને ૨૩ જુલાઈ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધા હતા અને હાલના સમયમાં તેઓ જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *