રાજ કુન્દ્રા સિવાય આ પાંચ સેલિબ્રિટીઓ જેલની હવા ખાઈ ચુક્યા છે, આજે સુધી પોતાની છબી સુધારવાની કોશિશ કરી રહ્યા છે

Posted by

મુંબઈને માયાનગરી પણ કહેવામાં આવે છે. તે એટલા માટે કારણ કે આ શહેર બહારથી જેટલું ચમકતું નજર આવે છે, અંદરથી જ એટલા જ ઊંડા રહસ્ય અને ડાઘ છુપાવીને રાખે છે. જેટલા પણ પૈસા વાળા દિગ્ગજ અને જાણીતા લોકો છે, તે મુંબઈમાં જ રહેવા ઇચ્છે છે. વળી મુંબઈનું નામ સાંભળતા જ સૌથી પહેલી વસ્તુ જે દિમાગમાં આવે છે, તે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કારણ કે આ ઇન્ડસ્ટ્રીનાં બધા ધુરંધર કલાકારો અહીં બિરાજમાન છે. જેને લોકો ભગવાનની જેમ પુજે છે. યુવા પેઢી તો તેમને પોતાના આઈડલ પણ માને છે. ફિલ્મી પડદા પર નિભાવવામાં આવેલા તેમના કિરદારને સાચું માનીને તેમના જ પગલાં પર ચાલવાનું શરૂ કરે છે. પરંતુ આ કલાકાર, જે પડદા પર મહાન અને આદર્શવાદી નજર આવે છે, તેમાંથી ઘણા એવા છે જે જેલની હવા ખાઈ ચુક્યા છે. તેમાંથી સૌથી પહેલા નામ આવે છે સલમાન ખાનનું.

સલમાન ખાન

બોલિવુડ એક્ટર સલમાન ખાન જે એક નિર્માતા, ટેલિવિઝન પર્સનાલિટી અને સમાજસેવી પણ છે. લોકો તેમને પ્રેમથી સલ્લુ કે પછી ભાઈજાન નાં નામથી પણ બોલાવે છે. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી એવી ફિલ્મો કરી છે, જે તેમને સફળતાની ઉંચાઈ સુધી પહોંચાડતી ચાલી ગઈ. પરંતુ તેમની છબી પર દાગ ત્યારે લાગ્યો, જ્યારે કાયદા સાથે તેમનો લેણ દેણ વધી ગયો.

સલમાન ખાનને બે વખત ગંભીર આરોપમાં સામેલ થવાના કારણે જેલ જવું પડ્યું. એક હિટ એન્ડ રન કેસ, જ્યાં તેમણે કથિત રીતે ફુટપાથ પર સુઈ રહેલા વ્યક્તિ ઉપર ગાડી દોડાવી દીધી હતી. તે સમયે તે ૧૮ દિવસ સુધી જેલ માં રહ્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ ૧૯૯૯માં રાજસ્થાનમાં ફિલ્મ “હમ સાથ સાથ હે” ની શુટિંગ દરમિયાન કાળા હરણનો શિકાર કર્યો હતો. આ બે ઘટના પછી સલમાનની છબી ઘણી હદ સુધી ખરાબ થઈ ગઈ હતી.  જોકે ત્યારબાદ સલમાને તમામ પ્રકારની ચેરીટી અને વેલ્ફેર જેવા કામો દ્વારા પોતાની છબી સુધારવાની કોશિશ કરી છે.

અંકિત તિવારી

અંકિત તિવારીનું નામ તો તમને યાદ જ હશે, જેણે ફિલ્મ “આશિકી 2” માં “સુન રહા હે ના તું” ગીત થી રાતોરાત બુલંદી પ્રાપ્ત કરી લીધી હતી. આ ગીતે અંકિતને બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ અપાવ્યો હતો. આ ગીતે અંકિતને માત્ર એવોર્ડ, નામ અને પૈસા જ નહીં પરંતુ લોકોનો પ્રેમ અને સન્માન પણ અપાવ્યું હતું, જે એક જ પળમાં ધોવાઈ ગયું. જ્યારે અંકિતને એક મહિલા સાથે બળજબરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે, લગ્નનો વાયદો આપીને તિવારીએ તેની સાથે ઘણી વાર શા-રીરિક સં-બંધ રાખ્યા. મામલો મુંબઈના સેશન કોર્ટ સુધી ગયો હતો. ત્યારબાદ તેમને દોષી માનતા ૭ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

વાત ચાલી રહી છે સેલેબ્સનાં વિવાદોમાં ફસાવવાની અને જેલમાં ચક્કર કાપવાની તો રિયા ચક્રવર્તીને કેવી રીતે ભુલી શકીએ. ત્રીજા નંબર પર વાત કરીશું રિયા ચક્રવર્તીની.

રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તી બોલીવુડમાં એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ થી વધારે બીજું કંઈ નથી. પરંતુ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુત સાથે નામ જોડાયા બાદ તે જાણીતી થઈ ગઈ. પરંતુ રિયાનાં નામ પર દાગ ત્યારે લાગ્યો, જ્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં નિધનની તપાસ માં ઘણા ખુલાસા થતાં ગયા. નિધનની તપાસમાં તે સમયે સામાન્ય લોકોએ રિયાની ધરપકડની માંગણી શરૂ કરી દીધી હતી. જ્યારે રિયાએ પોતે દિવંગત સુશાંત માટે ન્યાયની માંગ કરી રહી હતી. પરંતુ રિયાને તપાસમાં થોડા તથ્ય મળ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NBC) એ ધરપકડ કરી લીધી હતી. અભિનેતા સુશાંત સિંહ રાજપુતની નિધનની તપાસમાં સામે આવેલી ડ્ર-ગ્સ એંગલમાં મોટા પાયે તેમની કથિત ભૂમિકા માટે તેમને ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ રિયા ચક્રવર્તી હજુ સુધી પણ છબી સુધારી શકી નથી.

વિકાસ બહલ

વિકાસ બહલ ભારતીય ફિલ્મ નિર્માતા, પટકથા લેખક અને નિર્દેશક છે. જે મુખ્ય રૂપથી હિન્દી સિનેમામાં પોતાના કામ માટે જાણીતા છે. વિકાસ ફેન્ટમ ફિલ્મ ફિલ્મોનું નિર્માણ કરે છે અને યુ ટીવી સ્પોટ બોયનાં પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં, તેમને ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર અને એક ફિલ્મફેર પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. પરંતુ તેમની ઈજ્જતની નાવ ત્યારે ડૂબી ગઈ જ્યારે ફેન્ટમ ફિલ્મની એક મહિલા કર્મચારીએ તેમના પર આરોપ લગાવ્યો કે, બોમ્બે વેલવેટ ફિલ્મના ક્રું પ્રમોશન દરમિયાન વિકાસે ગોવામાં મહિલાનું શોષણ કર્યું. મહિલાનું કહેવાનું હતું કે વિકાસે તેને હોટલના રૂમમાં છોડવા પર જોર આપ્યું હતું અને નશાની હાલતમાં પરેશાન કરી હતી. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટે વિકાસ બહલ, પીડિતા, અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીને સમન મોકલીને ૧૯ ઓક્ટોબર કોર્ટમાં હાજર રહેવાના આદેશ આપ્યા હતા. પરંતુ પીડિતા કોર્ટમાં હાજર થઈ નહીં. પીડિતાનાં વકીલ નવરોજ સીરવય એ આ દરમિયાન કોર્ટમાં કહ્યું કે, તે વિકાસના વિરુદ્ધ કોઈ કેસ કરવા ઈચ્છતી કે ન કોઈ કાનૂની કાર્યવાહી ઇચ્છે છે. વકીલે એવું પણ કહ્યું હતું કે, પીડિતા પોતાની વાત પર અડગ છે. પરંતુ તે ઘણું બધું સહન કરી ચૂકી છે અને ત્રણ વર્ષ પછી પણ વિકાસ બહલનાં કારણે પરેશાન છે. જોકે વિકાસ બહલના નામ પર લાગેલા દાગ સમય સાથે સાથે હળવા થતાં જઈ રહ્યા છે.

રાજપાલ યાદવ

અંતમાં વાત કરીશું દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ વિશે. તે વ્યક્તિ જેણે પોતાના ફની કેરેક્ટર થી હંમેશા પરદા પર બધાને હસાવવાનું કામ કર્યું છે. પરંતુ તે પણ જેલની હવા ખાઈ ચુક્યા છે. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૯માં ફિલ્મ “દિલ ક્યા કરે” થી કરી હતી. આ વર્ષે તેમણે ટીવી સીરીયલ “મુંગેરી કે ભાઈ નૌરંગીલાલ” માં પણ કામ કર્યું હતું. પરંતુ તેમના નામની આગળ વિવાદ ત્યારે જોડાયો, જ્યારે એક વ્યાપારીએ તેમની વિરુદ્ધ ૫ કરોડની વસુલીનો કેસ ફાઈલ કરાવ્યો હતો. એટલું જ નહીં તેમણે દિલ્હીના ઉચ્ચ ન્યાયાલયની અદાલતને ગુમરાહ કરી અને ખોટું સોગંદનામું દાખલ કરવા માટે કોર્ટે તેમને ૧૦ દિવસ માટે ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલી આપ્યા હતા.

આ રીતે સેલિબ્રિટીએ કાયદા વિરુદ્ધ જઈને કામ કરીને તેમના માટે તો મુસીબત ઊભી કરી છે, સાથે જ તેમના ફેન્સનું પણ દિલ તોડ્યું છે. પરંતુ આજના સમયમાં તે તો સામાન્ય વાત થઈ ગઈ છે. હાલમાં શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને પણ ન્યાયિક હિરાસતમાં લેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે તેમના વોટ્સેપ ચેટનાં કારણે પોલીસને તેમના પર શંકા થઈ હતી. ત્યારબાદ તેમણે પોતાની તપાસ ઝડપી બનાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *