રાજેશ ખન્ના ભલે આજે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમની યાદો આજે પણ બધાના દિલમાં જીવંત છે. તેઓ એક એવા કલાકાર હતા, જેની લોકપ્રિયતા આસમાનને સ્પર્શ કરતી હતી. તેઓ હકીકતમાં બોલિવુડનાં પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેને લઈને જે રીતે દીવાનગી હતી, તે આજ સુધી કોઈ કલાકારને નસીબ માં આવેલી નથી. રાજેશ ખન્ના માં એક અલગ કશીશ હતી, જે લોકોને તેમની તરફ આકર્ષિત કરતી હતી. આ વિશેષતાને કારણે તેમને અદભુત અભિનેતા પણ કહેવામાં આવતા હતા. ઓનસ્ક્રીન હોય કે ઓફસ્ક્રીન, જ્યારે લોકો તેમને જોતાં હતાં તો તેમનામાં ખોવાઈ જતા હતા. ખાસ કરીને યુવતીઓ રાજેશ ખન્ના પાછળ ખુબ જ પાગલ હતી. તેમની એક ઝલક મેળવવા માટે તે કોઇપણ હદ સુધી જઇ શકતી હતી.
એક વાત તો નક્કી છે કે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર આજ સુધી થયેલ નથી. પરંતુ શું ભવિષ્યમાં આપણને તેમના જેવા કોઈ સુપરસ્ટાર જોવા મળશે? આ વાતનો ખુલાસો રાજેશ ખન્નાએ પોતે કરેલો હતો. તેમણે જણાવ્યું હતું કે બોલિવુડના કયા સ્ટારનો દીકરો આગળ જઈને તેમની જેવો સુપર સ્ટાર બનશે.
હકીકતમાં એક મીડિયા પ્લેટફોર્મ માં ઇન્ટરવ્યુ દરમિયાન રાજેશ ખન્નાને પુછવામાં આવ્યું હતું કે તેમના બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બીજો સુપર સ્ટાર કોણ હશે? તેના પર તેમણે પોતાના જમાઈ અક્ષય કુમારનાં દીકરા આરવ કુમાર નું નામ લીધું હતું. પોતાના પૌત્રનું નામ લેવા પાછળ રાજેશ ખન્ના દિલચસ્પ કારણ જણાવ્યું હતું.
અક્ષય કુમારનાં દિકરાનાં સુપરસ્ટાર બનવા પાછળ રાજેશ ખન્નાએ તર્ક આપ્યો હતો કે તેમાં મારા એટલે કે એક સુપરસ્ટાર રાજેશ ખન્ના અને મારી પત્ની તથા બોલિવુડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડીયાના અમુક અંશ જરૂર હશે. અક્ષય કુમાર પણ બોલિવુડના જાણીતા સિતારા છે. બીજી તરફ આરવ ની મમ્મી એટલે કે ટ્વિંકલ ખન્ના એક સ્ટાર છે. તેવામાં આરવ ની અંદર આ બંનેનાં પણ અંશ છે. આ રીતે તેનામાં ૪ સિતારાઓનાં અંશ છે, એટલા માટે એક સુપરસ્ટાર બનવાના બધા ગુણો તેનામાં રહેલા છે, એટલા માટે તે ભવિષ્યમાં બીજો સુપરસ્ટાર બની શકે છે.
રાજેશ ખન્નાના શબ્દ કંઈક આ પ્રકારે હતા, “મારો ગ્રાન્ડસન બીજો સુપરસ્ટાર બની શકે છે, એટલા માટે નહીં કે તે મારો પૌત્ર છે અને મારી દીકરી નો દીકરો છે, પરંતુ ડિમ્પલજી માંથી પણ તેને કંઇક મેળવ્યું હશે. કંઈક અક્ષય કુમારનું પણ લીધેલું હશે, જે એક ફેમિલી ટ્રી હોય છે. અમુક અંશ ટ્વિંકલ માંથી પણ આવેલા હશે અને બાકી રહ્યું તો અમુક મારા અંશ પણ હશે. એટલા માટે મને લાગે છે કે આરવ ભવિષ્યનો સુપર સ્ટાર બનશે.
હવે રાજસ્થાની આ વાતમાં કેટલી હકીકત છે તે આવનારા સમયમાં જાણવા મળશે. હાલમાં અક્ષય કુમાર નો દીકરો ૧૯ વર્ષનો છે. હાલમાં તે પોતાના અભ્યાસમાં વ્યસ્ત છે. વળી તેના બોલિવુડમાં આવવામાં ઘણો સમય છે. આરવે ૪ વર્ષની ઉંમરમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. તે જુડોની નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કરી ચુકેલ છે. તેણે ૧૪ વર્ષની ઉમરમાં મેંફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરી લીધો હતો.
હવે પોતાનો શરૂઆતનો અભ્યાસ મુંબઇના જુહુ સ્થિત ઇકોલે મોંડિયાલ વર્લ્ડ સ્કુલ માંથી કરેલ છે. આગળના અભ્યાસ માટે તે સિંગાપુર ગયેલ છે. હાલના સમયમાં તે યુનાઇટેડ વર્લ્ડ કોલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાં અભ્યાસ કરી રહેલ છે.