રાજકીય નેતાઓનાં સંતાનો છે બોલીવુડનાં આ ૬ સિતારાઓ, કોઈ મશહુર થયું તો કોઈ પિતા સાથે રાજકારણમાં જોડાયું

Posted by

વીતેલા મહિનામાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા લઈને બોલીવૂડમાં ભાઈ-ભત્રીજાવાદને લઈને ચર્ચા ચાલી રહી હતી. ઘણા સિતારાઓએ ઇન્ડસ્ટ્રી પર આરોપ લગાવ્યા હતા કે બોલિવૂડમાં સ્ટાર કિડ્સનું રાજ ચાલી રહ્યું છે, જેના કારણે બહારથી આવતા કલાકારોને જલ્દી મોકો મળતો નથી. જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત કલાકારના બાળકો જ નહીં પરંતુ રાજકીય નેતા પોતાના બાળકોને પણ બોલબાલા રહી છે. બોલિવૂડમાં એવા ઘણા સિતારાઓ છે જે રાજકીય નેતાઓના પરિવાર સાથે સંબંધ રાખે છે. આજે અમે તમને તેવા કલાકારો વિશે બતાવવા જઈ રહ્યા છીએ.

રિતેશ દેશમુખ

અભિનેતા રિતેશ દેશમુખ બોલિવૂડની ઘણી શાનદાર ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. તેમણે મસ્તી, ક્યાં કૂલ હૈ હમ, માલામાલ વિકલી, ધમાલ, હાઉસફુલ સિરીઝ અને બાગી-૩ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રિતેશ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુકેલ દિવંગત વિલાસરાવ દેશમુખના દિકરા છે.

નેહા શર્મા

નેહા શર્મા બોલીવુડ તુમ બીન-૨, યંગીસ્તાન, જયંતાભાઈ કી લવ સ્ટોરી અને ક્યા સુપર કૂલ હૈ હમ જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. નેહા શર્મા બિહારના વિધાયક અજીત શર્મા ની દીકરી છે. અજિત શર્મા ભાગલપુરથી કોંગ્રેસના વિધાયક છે.

પ્રતીક બબ્બર

તે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાજ બબ્બર ના દીકરા છે. પ્રતીક બબ્બર બોલિવૂડની ધોબીઘાટ, એક દિવાના થા, મુલ્ક, બાગી-૨ અને છીછોરે જેવી શાનદાર ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. પ્રતિક બબ્બરનાં પિતા રાજ બબ્બર ઘણા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીના નેતા છે. જોકે રાજ બબ્બર ફક્ત રાજકીય નેતા જ નહીં પરંતુ અભિનેતા પણ છે.

ચિરાગ પાસવાન

ચિરાગ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામ વિલાસ પાસવાન ના દીકરા છે. ચિરાગ પાસવાને ફિલ્મ “મિલે ના મિલે હમ” થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં આવેલી તેમની આ ફિલ્મને ઓફિસ પર ઠંડો રિસ્પોન્સ મળ્યો. ફિલ્મમાં પોતાનું ભવિષ્ય ખાસ દેખાય ન આવતા ચિરાગ હવે પોતાના પિતાની સાથે રાજકારણમાં પરત ફરી ગયા છે.

સંજય દત્ત

 

અભિનેતા સંજય દત્તની ગણતરી બોલીવૂડના એક સ્ટાર કિડ્સ સિવાય રાજકીય નેતાના દિકરાના રૂપમાં પણ થાય છે. તેમના પિતા સુનીલ દત્ત ફક્ત હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા પણ હતા. ફિલ્મોથી અંતર બનાવી લીધા બાદ સુનીલ દત્ત લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા.

સોનાક્ષી સિંહા

તે પણ બોલિવૂડના સ્ટાર કિડ્સ અને રાજકીય નેતાની દીકરી છે. સોનાક્ષીના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ રાજકારણમાં તેઓ સંપૂર્ણ રીતે સક્રિય છે. શત્રુઘ્નસિંહા એ લાંબા સમય સુધી ભાજપના નેતાના રૂપમાં કામ કર્યું, પરંતુ હવે તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *