રજનીકાંત અને અક્ષય કુમાર બાદ હવે બોલીવુડનો આ સુપરસ્ટાર પણ બેયર ગ્રિલ્સ સાથે જંગલમાં એડવેન્ચર કરતો નજર આવશે

Posted by

દુનિયાના જાણીતા શો “ઇન્ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ” વિશે દરેક લોકો જાણે છે કે તે કઈ રીતે જંગલમાં રહીને જીવવાની રીત લોકોને શીખવાડે છે. તેમની જંગલની અંદરની રોમાંચક યાત્રાને મહેસુસ કરવા માટે ફક્ત બોલીવુડના મોટા સિતારાઓ રજનીકાંત અને અક્ષય કુમાર નજર નથી આવ્યા, પરંતુ પ્રધાનમંત્રી પણ નરેન્દ્ર મોદીએ તેમની સાથે રહીને ઘણું બધું જાણવાની કોશિશ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by discovery+ India (@discoveryplusin)

હવે આવનારા શો માં બેયર ગ્રિલ્સ ની સાથે અજય દેવગન પણ નજર આવનાર છે, જેની સાથે સાથે વધુ એક બોલિવુડ અભિનેતાનું નામ સામે આવ્યું છે, જેનું એલાન હજુ સુધી કરવામાં આવ્યું નથી. ડિસ્કવરી પર આવનારા શો માં આ પહેલાં રજનીકાંત આવ્યા હતા અને ત્યારબાદ અક્ષય કુમાર પણ શામેલ થયા હતા. રિપોર્ટ અનુસાર અજય દેવગન પણ ચાર્ટર્ડ ફ્લાઈટ થી આ શોનાં શુટીંગ માટે માલદીવ નીકળી ગયા છે. માલદીવમાં તેનું શુંટિંગ કરવામાં આવશે.

શું છે આ શો?

“ઇન્ટુ ધ વાઇલ્ડ વિથ બેયર ગ્રિલ્સ” એક એવો રિયાલિટી શો છે, જેમાં જણાવવામાં આવે છે કે કેવી રીતે ગાઢ અને ખતરનાક જંગલ ની અંદર રહીને વ્યક્તિ પોતાને કઈ રીતે જીવંત રાખી શકે છે. બ્રિટિશ સર્વાઈવલ બેયર ગ્રિલ્સ કોઈ હોસ્ટની સાથે હિસ્સો લે છે. તે દુનિયાના લોકપ્રિય શો માંથી એક માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બની ચુક્યા છે આ શોનો હિસ્સો

વર્ષ ૨૦૧૯માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ બેયર ગ્રિલ્સ નાં શો “Man vs Wild with Bear Grylls” માં નજર આવી ચુક્યા છે અને તેઓ બેયર ગ્રિલ્સ ની સાથે રહીને જંગલમાં રહેવાનાં ગુણ પણ શીખી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *