રાજસ્થાની ભાભીનો ડાન્સ ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધુમ, સાડીમાં લગાવ્યા એવા ઠુમકા કે લોકો દિવાના બની ગયા

Posted by

ડાન્સ શરીર નો સ્ટ્રેસ દુર કરવાની સૌથી ઉત્તમ રીત છે. તેનાથી તમે માનસિક અને શારીરિક ફિટ રહો છો. વળી આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં તો ડાન્સ કરીને તમે ખુબ જ જલ્દી ફેમસ પણ થઈ શકો છો. પહેલા ઘરની મહિલાઓને ડાન્સ કરવાના અવસર ખુબ જ ઓછા મળતા હતા. જ્યારે ઘરમાં લગ્ન અથવા કોઈ ફંક્શન હોય ત્યારે તેઓ નચતી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે ઘરની મહિલાઓ પણ ડાન્સનાં વિડીયો બનાવવા લાગી છે.

ભારતીય મહિલાઓને સાડી પહેરીને ડાન્સ કરતી જોવી તે ખુબ જ આહલાદક દ્રશ્ય હોય છે. મોટાભાગનાં લોકો કહે છે કે મહિલાઓ સાડી પહેરીને ડાન્સ કરી શકતી નથી, પરંતુ તે સંપૂર્ણ સત્ય નથી. સાડી પહેરીને પણ ખુબ જ સારો ડાન્સ કરી શકાય છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ મહિલાનું ઉદાહરણ લઈ લો. આ મહિલા ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ કરીને ખુબ જ ફેમસ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૫૦ હજારથી વધારે લોકો ફોલોવર્સ છે.

મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર radioactiveblossom નામથી એક એકાઉન્ટ ચલાવે છે. અહીંયા તે અવારનવાર પોતાના ડાન્સ વિડીયો શેર કરતી રહે છે. મહિલાએ પોતાને બાયો માં રાજસ્થાનની દીકરી અને ડાન્સ લવર જણાવેલ છે. હાલમાં જ આ મહિલાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તે સાડી પહેરીને ઠુમકા લગાવતી નજર આવી રહી છે. એક ઘરેલું મહિલાને આ રીતે મસ્ત બનીને નાચતા જોઈને બધા જ લોકો ખુશ થઈ ગયા છે. મહિલાનાં ડાન્સનાં વિડીયો એ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રાખ્યો છે. જે પણ તેમને નાચતા જુએ છે તેના ફેન્સ બની જાય છે.

વીડિયોમાં મહિલા ગોવિંદાના મશહૂર ગીત “મખના” સોંગનાં બેગ્રાઉન્ડ મ્યુઝીક પર ઠુમકા લગાવતા જોવા મળી રહી છે. ડાન્સ ની સાથે સાથે મહિલાના ચહેરાના હાવભાવ પણ ખુબ જ કમાલ ના હોય છે. તેને જોઈને લાગે છે કે તે એક પ્રોફેશનલ બોલીવુડ ડાન્સર છે. મહિલાએ પોતાના એકાઉન્ટ પર ૮૦૦ થી વધારે ડાન્સ વિડીયો પોસ્ટ કરી રાખ્યા છે. આ વિડીયો પર મહિલાને પ્રશંસા માટે ઘણી કોમેન્ટ આવી રહી છે. લોકો મહિલાની પ્રશંસામાં ઘણું બધું કહી રહ્યા છે, જેનાથી તેને પ્રેરણા પણ મળી રહી છે.

એક યૂઝરે કોમેન્ટ કરીને કહ્યું હતું કે તમે ખુબ જ સારું નાચો છો. તો વળી અન્ય એક કોમેન્ટ આવે છે કે હું સાડી પહેરીને યોગ્ય રીતે ચાલી શકતી નથી અને તમે તેમાં શાનદાર ડાન્સ કરી શકો છો. અન્ય એક મહિલા કહે છે કે આપણે ઘરના કામકાજમાં ફસાયેલા રહીએ છીએ. ક્યારેય તમારી જેમ ડાન્સ કરીને એન્જોય કરવા વિશે વિચાર્યું ન હતું. હવે હું પણ કંઈક આવું કરીશ. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે મેમ તમે તે કરોડો મહિલાઓ માટે પ્રેરણા છો, જે ઘરે રહીને કંટાળી જાય છે અને કંઈક મનોરંજક કરવાનું વિચારે છે, પરંતુ સામે આવી શકતી નથી. તેમણે પણ તમારી પાસેથી પ્રેરણા લઈને પોતાની લાઇફ એન્જોય કરવી જોઈએ.

જુઓ વિડિયો


ચાલો હવે તમને આ મહિલાના અમુક ડાન્સ વિડીયો પણ બતાવીએ.

અહીંયા તે લીલા કલરની સાડીમાં પાની પાની સોંગ પર મસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વળી તમને આ ડાન્સ વિડીયો કેવા લાગ્યા તે અમને જરૂરથી જણાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *