રાજુ : ૧૪ ફેબ્રુઆરીએ શું આવે છે? રવિ : તું પરણેલો છે કે પછી તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? રાજુ : હું પરણેલો છું, પછી રવિ એ એવો જવાબ આપ્યો કે તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

સાસુ અને નવી વહુની વાત.

સાસુ : જો વહુ, એક પછી એક પકોડા તળજે, નહિ તો કોઈ કાચા રહી જશે. અને હા, ભીંડાને એક એક કરીને ધોજે અને પછી ટુવાલથી લૂછીને એક એક કરીને કાપજે. અને સાંભળ આ કોથમીરના દરેક પાનને ધોઈને નાખજે. આ રીતે કામ કરીને વહુ ૨-૪ દિવસથી પરેશાન હતી.

પછી પાંચમા દિવસે તેણે કહ્યું : મમ્મી તમે આ શાક કાપો, ત્યાં સુધી હું નાહી લઉં.

જ્યારે વહુ ૪ કલાક સુધી બાથરૂમમાંથી બહાર ન આવી,

ત્યારે સાસુએ કહ્યું, અરે વહુ, તને નાહવામાં કેટલો સમય લાગે છે?

વહુ : મમ્મી, હું એક પછી એક વાળ શેમ્પુ કરું છું, હજુ ૩ કલાક લાગશે. તમે રસોઇ બનાવી દો.

એક નારી બધા પર ભારી.

જોક્સ-૨

દીકરાએ પુછ્યું : પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો?

પપ્પા : ના બેટા?

દીકરો : વાદળ, વીજળી અને અવાજથી?

પપ્પા : બિલકુલ નહી.

દીકરો : શાબાશ પપ્પા. મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા.

જોક્સ-૩

રડતી વહુને સાંત્વના આપતાં સાસુએ કહ્યું.

સાસુ : વહુ શું થયું, કેમ રડે છે?

વહુ મોટેથી રડવા લાગી.

સાસુ : અરે હવે ચુપ થઇ જા.

વહુ : આડોસ પડોસના લોકો મને ભેંસ જેવી જાડી અને ઓછી બુદ્ધિવાળી કહે છે, શું હું ભેંસ જેવી દેખાઉં છું.

સાસુ : ના દીકરી.

વહુ : અને તેઓ એવું પણ કહે છે કે હું બિલકુલ મારી સાસુ જેવી દેખાઉં છું.

સાસુ બેભાન થઇ ગઈ.

જોક્સ-૪

પપ્પુ ટપ્પુને પુછ્યું : શું તું ચાઈનીઝ વાંચી શકે છે?

ટપ્પુ : હા.

પપ્પુ : કેવી રીતે?

ટપ્પુ : જો તે હિન્દી અથવા અંગ્રેજીમાં લખાયેલ હોય.

જોક્સ-૫

શિક્ષક રાજુને : ઓપરેશન પહેલા દર્દીને બેભાન કેમ કરવામાં આવે છે?

રાજુએ એવો જવાબ આપ્યો કે શિક્ષક બેભાન થઈ ગઈ.

રાજુ : જો એવું ન કરે તો દર્દી ઓપરેશન કરતા શીખી જાય. પછી ડોક્ટરો પાસે કોણ જાય?

જોક્સ-૬

જાનવીએ તેના પતિને કહ્યું,

ખોટું બોલવાની તમારી ટેવ હજી પણ ગઈ નથી.

પતિ : પણ હું ક્યાં ખોટું બોલ્યો છું?

જાનવી : કેમ, તમે આજે બાબા અને બેબીને નહોતા કહેતા કે હું કોઈથીયે ડરતો નથી?

જોક્સ-૭

પત્ની ચા બનાવીને લાવી.

પતિ : તેં ફીકી ચા બનાવી છે ને? ડોક્ટરે મને મીઠી ચા પીવાની ના પાડી છે.

પત્ની : હું અલગ અલગ ચા નહિ બનાવું.

તમારે ફીકી ચા પીવી હોય તો પહેલા લાડુ ખાઈ લો અને પછી ચા પીજો, એટલે ફીકી લાગશે.

પતિ બેભાન થઈ જાય છે.

જોક્સ-૮

ટિલ્લુએ પિલ્લુને થપ્પડ મારી દીધી.

ટિલ્લુ : તેં મજાકમાં માર્યું કે હકીકતમાં?

પિલ્લુ : હકીકતમાં.

ટિલ્લુ : તો ઠીક છે. બાકી મને આવી મજાક બિલકુલ પસંદ નથી.

જોક્સ-૯

યાર… ત્રાસ છે ભાઈ.. આ અનુપમા બનાવનારા પોતાની ટી.આર.પી. વધારવાના ચક્કરમાં એટલો જોરદાર પ્લોટ લઈ આવે છે કે સીધા રહેતા પતિઓ પણ હંમેશા શંકાની રડારમાં જ રહે છે.

બૈરાંઓને એમ જ થાય છે કે મારો પતિ પણ આવો જ છે.

જોક્સ-૧૦

પતિ : સાંભળો છો? જેણે આપણા લગ્ન કરાવ્યા હતા તે સંબંધી ગુ-જ-રી ગયા છે.

પત્ની : હા તેમને એક ને એક દિવસ તેમના કર્મોનું ફળ મળવાનું જ હતું.

જોક્સ-૧૧

બે માણસો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

રાજુ : ૧૪ ફેબ્રુઆરીએ શું આવે છે?

રવિ : તું પરણેલો છે કે પછી તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?

રાજુ : હું પરણેલો છું.

રવિ : તો તારા માટે મહાવીર જયંતિ છે.

જોક્સ-૧૨

માણસોય ખરા છે…

વાંઢાવ જુવાનીયાની લવ સ્ટોરી કે રોમાંસ જોવા કરતા વધુ મજા આધેડવયની ઉંમરના પૈણેલા, ડિવોર્સી કે એકસ્ટ્રા મેરિટલઅફેરની લવ સ્ટોરી જોવાનું વધુ પસંદ કરે છે.

જેમ કે અનુપમા.

જોક્સ-૧૩

એક ભારતીય નારી, ત્રણ પરિવારનું ટેન્શન એક સાથે લઈને જીવતી હોય છે.

એક પોતાનું ખુદનું,

બીજું પિયરનું,

ત્રીજુ અનુપમાનું.

જોક્સ-૧૪

પિતા : તારું પેપર કેવું હતું?

પુત્ર : પહેલો પ્રશ્ન ચુકી ગયો,

ત્રીજો આવડ્યો નહિ,

ચોથો લખવાનો ભુલી ગયો,

પાંચમોં તો જોયો ન હતો.

પિતા : બીજા પ્રશ્નનું શું થયું?

પુત્ર : ફક્ત એક જ ખોટો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *