રાજુ ને ૧ કરોડનો સવાલ પુછવામાં આવ્યો કે, “પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?” રાજુએ એવો જવાબ આપ્યો કે તેને ૫ કરોડ રૂપિયા મળ્યા

Posted by

જોક્સ-૧

Advertisement

ભુરો : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.

પપ્પા : શું તેં કોઈ લોટરી ખરીદી છે?

ભુરો : અરે નહી પપ્પા, આવતીકાલે શાળામાં ગણિતના ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.

જોક્સ-૨

ચંપક : મમ્મી, મને 500 રૂપિયા આપો.

મમ્મી : ગઈકાલે તો આપ્યા હતા, આજે તને 1 રૂપિયો નહી મળે.

ચંપક : જો તું મને 500 રૂપિયા આપીશ તો હું તને કહીશ કે,

પપ્પા ગઈકાલે એકલા હતા ત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતા.

મમ્મી : આ લે 500 રૂપિયા, હવે જણાવ.

ચંપક : પપ્પા તેને કહી રહ્યા હતા કે તું આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.

જોક્સ-૩

છગનને મલેરિયા થઈ ગયો અને એ શરદીથી ધ્રુજી રહ્યો હતો.

મગન તરત જ એને ડોક્ટર પાસે લઈ ગયો.

ડોક્ટર : શું થયુ છે?

મગન : ડોક્ટર સાહેબ, બીમારી તો ખબર નથી. પણ આ ભાઈ સવારથી જ વાઈબ્રેશન પર જ છે.

જોક્સ-૪

જે માણસ પોતાની પત્ની સામે મોઢું નથી ખોલી શકતા,

એ રાત્રે જોરજોરથી નસકોરા બોલાવીને બદલો લે છે.

જોક્સ-૫

એક વખત એક પત્રકારે ચંપક ને પૂછ્યું કે, સર તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે?

ચંપક : મારી પત્નીને મોબાઇલ વાપરતા નથી આવડતું.

જોક્સ-૬

છોકરી : મારા ફોનમાં નેટવર્ક નથી આવતું.

દુકાનદાર : પણ મેડમ આ તો ખરાબ વાતાવરણને કારણે થઇ રહ્યું છે.

છોકરી : ભાઈ જેટલા પણ પૈસા લાગે એટલા લઇ લો બસ નવું વાતાવરણ નાખી આપો.

જોક્સ-૭

માસ્ટર : બાળકો જણાવો કાંટા ભરેલા રસ્તા પર તમારો સાથ કોણ આપશે?

પતિ, પત્ની, ભાઈ, બહેન, માં, બાપ, પ્રેમી, પ્રેમિકા કે મિત્ર?

રામુ ઉભો થઈને બોલ્યો : સાહેબ ચપ્પલ આપશે અમારો સાથ.

દરેક વખતે ઈમોશનલ થવું જરૂરી નથી, ક્યારેક પ્રેક્ટિકલ પણ વિચારવું જોઈએ.

જોક્સ-૮

રાજુને ૧ કરોડનો સવાલ પૂછવામાં આવ્યો કે,

પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?

તેના જવાબને 5 કરોડ મળ્યા.

જવાબ હતો : પત્ની પોતાની હોય તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.

જોક્સ-૯

પુરુષ જયારે સલૂનમાંથી પાછો આવે તો તેને નહાવાની જરૂર પડે છે.

પણ આજ સુધી કોઈ મહિલાએ બ્યુટી પાર્લરમાંથી આવ્યા પછી મોઢું પણ ધોયું નથી.

જોક્સ-૧૦

સુંદરતા હોય તો તમે મિસ  યુનિવર્સ બની શકો અને

પૈસા હોય તો મિસ યુનિવર્સ 👑 તમારી બની શકે

– લલિત મોદી

Advertisement

Leave a Reply

Your email address will not be published.