રાખી સાવંત જીવે છે આલીશાન જીવન, જાણો કેટલા કરોડો ની માલીક છે ડ્રામા કવીન

Posted by

રાખી સાવંત પોતાના બિન્દાસ અને વધારે પડતા બોલવાને લઈને હંમેશાં ચર્ચામાં જળવાઈ રહે છે. રાખી સાવંત જેટલી પોતાની ફિલ્મી કારકિર્દીને કારણે ચર્ચામાં નથી રહેતી, તેનાથી વધારે તે પોતાના ફાલતુ કામને લઈને મીડિયાનાં સમાચારોમાં બની રહે છે. જણાવી દઇએ કે નાના પરદા પર સ્વયંવર રચવા અને મનગમતો દુલ્હો શોધવાની પરંપરા સૌથી પહેલાં ડ્રામા ક્વીન રાખી સાવંતે જ શરૂ કરી હતી. પોતાનો શો “રાખી કા સ્વયંવર” તેમણે એક સમયે લોન્ચ કર્યો.

આ શો દ્વારા તેમણે કેનેડિયન “ઈલેશ પરૂજનવાલા” ની પસંદગી પોતાના ભાવિ પતિના રૂપમાં કરી હતી. જેમ કે બધા જાણે છે કે એ રાખી પોતાની વાત પર કેટલી ટકી શકે છે, એવું જ કંઈક ઈલેશ સાથે થયું. રાખીએ ઈલેશ ને પસંદ જરૂર કર્યા પણ માત્ર થોડા મહિના માટે. ત્યારબાદ રાખીએ તેને પણ અલવિદા કહી દીધું. ત્યારબાદ ઘણા અન્ય સાથે રાખીનું નામ જોડાયું.

જણાવી દઇએ કે રાખી હિન્દી સિનેમામાં પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હંમેશા સમાચારનો વિષય બની રહે છે. બી ટાઉન અને ટીવી જગતની ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશા પોતાના ફોટા અને વિડિયોઝ ને લઈને પણ સમાચારમાં રહે છે. રાખીનાં બિન્દાસ અંદાજ થી બધા વાકેફ છે, પરંતુ શું તમે જાણો છો કે બીજી ફિલ્મી હસ્તીઓની જેમ રાખી પણ કરોડોની સંપત્તિ અને મલિક છે.

જી હાં, જણાવી દઈએ કે એ રાખી સાવંત હાલમાં જ બિગ બોસ-14 માં નજર આવી હતી. તે અંત સુધી શોનો ભાગ રહી હતી. આ શો થી તે ૧૪ લાખ રૂપિયા લઈને બહાર થઈ ગઈ હતી. રાખીએ ફિલ્મ અને ટીવી જગત બંનેમાં કામ કર્યું છે. તમે એને નાની-મોટી એક્ટ્રેસ સમજવાની ભુલ ન કરો, કારણ કે રાખી એક રોયલ લાઈફ સ્ટાઈલ જીવે છે. આવો જાણીએ કે રાખી સાવંત પાસે કુલ સંપત્તિ કેટલી છે.

જણાવી દઇએ કે રાખી સાવંતની કુલ સંપત્તિ ૩૭ કરોડ છે. તેને અંતર્ગત તેમની પાસે એક ૧૧ કરોડ રૂપિયાની કિંમતના બંગલો પણ છે. રાખીને મોંઘી ગાડીનો પણ શોખ છે. તેમની પાસે પોલો કાર અને ૨૧ લાખ રૂપિયાની કિંમત વાળી એક ફોર્ડ એન્ડેવર કાર પણ છે.

એટલું જ નહીં મુંબઈના પોશ એરિયા અંધેરી અને જૂહુ માં પણ રાખીએ બે ફ્લેટ ખરીદી રાખ્યા છે. જણાવી દઇએ કે રાખીએ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત “અગ્નિચક્ર” થી કરી હતી. રાખી સાવંત બોલીવુડની ઘણી સુપરહીટ ફિલ્મોમાં નાના કિરદાર નિભાવતા નજર આવી ચુકી છે. રાખી સાવંત ટીવીની સૌથી ચર્ચિત અને વિવાદિત શો બિગ બોસ નો ભાગ રહી ચુકી છે. તે શો ની પહેલી સિઝનમાં પણ નજર આવી હતી.

૨૦૧૪માં પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી

રાખી સાવંતે ૨૦૧૪માં પોતાની રાજકીય પાર્ટી “રાષ્ટ્રીય આમ પાર્ટી” નું ગઠન કર્યું હતું અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ કિસ્મત અજમાવી હતી. જોકે ચુંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ રાખી સાવંત રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા માં સામેલ થઈ ગઈ.

રાખી સાવંત ટીવી રિયાલિટી શો બિગ બોસ ની પહેલા સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતી અને તેમણે ઘણી ચર્ચા જગાવી હતી. આ સિવાય સિંગર મીકા સિંહની બર્થ-ડે પાર્ટીમાં થયેલા કિસ વિવાદ અને રિયાલિટી શો “રાખી કા સ્વયંવર” થી પણ રાખી સામાજિક મીડિયાનાં  સમાચારોમાં રહી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *