વિડીયો : રાખી સાવંતને યોગા કરતી જોઈને તેના ફેન્સને પણ પરસેવો છુટી ગયો

હાલમાં રાખી સાવંત ચર્ચામાં રહેવાનું કોઈ પણ અવસર છોડતી નથી. લોકડાઉન માં તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. રાખી સાવંત હંમેશાથી કંઈકને કંઈક એવું કરતી રહે છે, જેના લીધે તે લોકોની નજરમાં જળવાઈ રહે છે. ક્યારેક તે પોતાના પર બનાવવામાં આવેલા મીમ શેર કરે છે, તો ક્યારેક ફની વીડિયો શેર કરતી રહે છે. જણાવી દઈએ તો વીતેલા દિવસોમાં તે “મસ્તાની” બનીને મુંબઈના રસ્તા પર ફરી રહી હતી અને ત્યારબાદ રાહુલ વૈદ ની સાથે પોતાનું મીમ શેર કર્યું હતું. હવે રાખી સાવંત પોતાના ફિટનેસ વીડિયોને લઈને ચર્ચામાં છવાયેલી છે. જેમાં તેના દ્વારા પહેરવામાં આવેલા કપડા ને લઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

રાખી સાવંત પોતાને ફિટ જાળવી રાખવા માટે દિવસ-રાત એક કરી રહી છે અને ખુબ જ વર્કઆઉટ પણ કરી રહી છે. તેણે પોતાના વર્કઆઉટનાં અમુક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, પરંતુ આ ચક્કરમાં રાખી સાવંત ખુબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

વર્કઆઉટ કરતા સમયે રાખી સાવંતે જે કપડા પહેર્યા હતા તેને લઈને તે લોકોના નિશાના પર આવી ગઈ હતી. વીડિયોમાં રાખી સાવંત ફક્ત શોર્ટ્સ અને સ્પોર્ટ્સ બ્રા નજર આવી રહી છે અને તેના ઇન્સ્પેક્ટર તેને બેન્ડ સ્ટેન્ડ કરાવવાની કોશિશ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને લાખો વ્યુ મળી ચુક્યા છે. અમુક ફેન્સ રાખીના ડેડીકેશન અને સખત મહેનતની પ્રશંસા કરી રહ્યા છે. તો વળી અમુક લોકોએ વર્કઆઉટ દરમિયાન આ પ્રકારનાં રિસ્કી કપડા પહેરવા પર રાખી સાવંતને ટ્રોલ પણ કરી હતી. અમુક લોકોએ રાખી સાવંતનાં આવા કપડા ઉપર ખુબ જ ખરાબ કોમેન્ટ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખી સાવંત હવે ખુબ જલ્દી ઇન્ડિયન આઇડલ-12 માં નજર આવશે. હાલમાં જ તેણે શો નાં સેટ ઉપરથી પોતાની અમુક તસ્વીરો શેર કરી હતી. રાખી સાવંત હવે ખુબ જ જલ્દી બોલીવુડમાં પણ કમબેક કરવા માંગે છે. બીગ બોસ-14 માં રાખી સાવંતે કહ્યું હતું કે જો હવે તેને બીજો અવસર મળશે તો તે તેને કોઇપણ કિંમત ઉપર બરબાદ કરશે નહીં.