રાખી સાવંત રક્ષાબંધન પર બોલીવુડનાં આ સુપરસ્ટારને રાખડી બાંધવા ઈચ્છે છે, નામ જાણીને જરૂરથી ચોંકી જશો

Posted by

મીડિયા વેબસાઇટ સાથે વાતચીત કરતાં સમયે રાખી સાવંતે કહ્યું હતું કે હું વિકાસ ગુપ્તા ને પણ રાખી બાંધવા માગું છું. તેમણે મારા માટે ઘણું કરેલું છે. હું પોતાના ભાઈ રાકેશ અને સંજય દાદા ને પણ રાખડી બાંધીશ. તે બધા સિવાય હું સલમાન ભાઈને પણ રાખી બાંધવા ઈચ્છું છું. કારણ કે તેમણે મારી માં ને એક નવી જિંદગી આપેલી છે. હું ઈચ્છું છું કે કોઈ સલમાન ભાઈનાં ફોટો વાળી એક કસ્ટમાઇઝ રાખડી તૈયાર કરે.

મહત્વપુર્ણ છે કે રાખી સાવંતની માં કેન્સરથી ગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોતાનામાં ઈલાજ માટે રાખી ની પાસે પૈસા હતા નહીં. તેમાં સલમાન ખાને રાખી સાવંતની મદદ કરી હતી અને તેની માં નાં ઇલાજનો ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે સલમાન ખાને રાખી સાવંતને આ વાત કોઈને જણાવવાથી મનાઈ કરી હતી. પરંતુ રાખી સાવંતે એક વીડિયો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે મારી માં નું ઓપરેશન છે. કેન્સરનું જે ટ્યુમર છે, આજે તેને ડોક્ટર સંજય શર્મા કાઢી નાખશે.

હું ખુબ જ ખુશ છું કે મારી માં એ કોઇ ચિંતા કરવાની જરૂર નથી રાખી. સાવંતની માં હાથ જોડીને આ વીડિયોમાં કહી રહી હતી કે, “હું સલમાનજી ને નમસ્કાર કરું છું. ભગવાને સલમાન ખાનને એન્જલ બનાવીને અમારા જીવનમાં મોકલેલ છે. તેઓ હંમેશા અમારી સાથે ઉભા છે અને આજે મારુ ઓપરેશન કરાવી રહ્યા છે. હું પ્રાર્થના કરું છું કે તેમનો પરિવાર હંમેશા ખુશ રહે અને બધી મુસીબતો થી સુરક્ષિત રહે.

રાખી સાવંત અભિનેતા સલમાન ખાનને રાખડી બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાખી સાવંતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ રક્ષાબંધનનાં દિવસે સલમાન ખાનનાં કાંડા પર રાખડી બાંધવા માંગે છે. કારણ કે સલમાન ખાને એક ભાઈ હોવાની ફરજ નિભાવે છે અને તેમની મદદ કરેલ છે. રાખીએ કહ્યું હતું કે સલમાન ખાને મારી માં નો ઈલાજ કરાવ્યો છે અને તેમને નવું જીવન આપેલ છે. તેમને હું તેને રાખડી બાંધવા ઇચ્છું છું.

સલમાન ખાન સિવાય રાખી સાવંત તેમના ભાઇ સોહેલ ખાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “થેન્ક્યુ સલમાનજી. આજે તમે મારી માં નો જીવ બચાવ્યો છે. પરમેશ્વર અને તમારા લીધે આજે તેમનું મોટું ઓપરેશન થઈ રહ્યું છે. દરેક ઘરમાં સલમાન ખાન અને સોહેલ ખાન જેવા દીકરા હોય.”

બિગ બોસ ઓટીટી ને લઈને કર્યો હતો હંગામો

રાખી સાવંતે બે દિવસ પહેલા બિગબોસમાં જવા માટે ખુબ જ હંગામો કર્યો હતો. રાખી “સ્પાઇડર મેન” નો ડ્રેસ પહેરીને બિગબોસ ઓટીટી નાં ઘરની બહાર પહોંચી ગઈ હતી. આ દરમિયાન તે ખુબ જ મોટા અવાજથી વાત કરી રહી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તે ખુબ જ દુ:ખી છે. કારણ કે બિગ બોસ દ્વારા તેને બોલાવવામાં આવેલ નથી. ઘરની બહાર ભરપુર ડ્રામા કરીને રાખીએ કહ્યું હતું કે તે ધરણા કરશે અને બિગબોસ પાસેથી એવું ઈચ્છે છે કે તેને પણ ઘરની અંદર લઈ જવામાં આવે. જેથી તે આ શોનો હિસ્સો બની શકે. તમને જણાવી દઈએ કે રાખી સાવંત બિગ બોસની પાછલી સિઝનમાં ભાગ લીધો હતો અને ૧૦ લાખ રૂપિયાની રકમ લઈને તેણે આ શો છોડી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *