રાખી સાવંતે રસી લગાવતા સમયે ગાયું ગીત, ડર ને લીધે થઈ ગઈ હતી ખરાબ હાલત, જુઓ વિડીયો

Posted by

મશહુર એક્ટ્રેસ અને ડાન્સર રાખી સાવંતે બુધવારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોરોના ની રસી લગાવતી નજર આવી રહી છે. જણાવી દઈએ કે આટલા દિવસોથી કોરોનાને લઈને ફેન્સને જ્ઞાન આપ્યા બાદ આખરે તેણે રસી નો પહેલો લઇ લીધો હતો. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ખુબ જ મજેદાર રીતે રસી લગાવતી નજર આવી રહી છે.

રાખી સાવંતે કોરોના રસી લગાવતા સમયે ગીત ગાયું

બિગ બોસ ફેઇમ રાખી સાવંતે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ગ્રીન કલરનાં ટોપ અને ડેનિમ શોર્ટ પહેરેલી નજર આવી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે રાખી સાવંત કેવી રીતે રસી લગાવતા સમય ડરેલી જોવા મળી રહી છે અને પોતાના આ ડરને ભગાવવા માટે તે પોતાનું આગામી નવું ગીત ગાતી નજર આવી રહી છે.

પછી જ્યારે તેનો ડોઝ લગાવવામાં આવી જાય છે, તો તે ચોંકી જાય છે અને નર્સને પુછવા લાગે છે કે “શું થઈ ગયું?” અને ત્યારબાદ તે ભગવાન, ડોક્ટર તથા નર્સ નો આભાર વ્યક્ત કરતાં કહે છે કે મને લાગતું હતું કે કંઈક થઈ જશે. પછી તે અંતમાં બધાને પોતાનું નવું ગીત સંભળાવે છે અને રસી લેવા માટે પણ આગ્રહ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

જણાવી દઈએ કે તેનો આ વિડીયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને તેના ફેન્સ કહી રહ્યા છે કે રાખી સાવંત દર્શકોનું મનોરંજન કરવાનો એક પણ અવસર છોડતી નથી. એક ફેને કહ્યું હતું કે રાખી તમે રોકસ્ટાર છો, તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે રસીની અસર આગલા દિવસે જોવા મળશે. વળી ત્રીજા વ્યક્તિએ કહ્યું હતું કે રાખી દુનિયાની નંબર વન કોમેડિયન છે, તો ચોથા વ્યક્તિએ તેના પર પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક્ટ્રેસ દરેક પરિસ્થિતિમાં એકસરખી રહે છે અને તેની સાથે જ ઘણી દિલવાળી ઇમોજી પણ લગાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *