રક્ષાબંધનનાં દિવસે કરો અમુક વિશેષ ઉપાય, ભાઈ-બહેનની બધી પરેશાનીઓ થઈ જશે દુર અને ઘરમાં થશે બરકત

Posted by

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર ખુબ જ મહત્ત્વપુર્ણ માનવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પુર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ૨૨ ઓગસ્ટ, ૨૦૨૧નાં રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનો પ્રતીક હોય છે. ભાઈ બહેન માટે આ દિવસ ખુબ જ ખાસ માનવામાં આવેલ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસુત્ર બાંધીને તેના લાંબા આયુષ્ય અને સુખી જીવન ની પ્રાર્થના કરે છે. વળી ભાઈ પોતાની બહેનને ઉપહાર કંઈકને કંઈક જરૂર આપે છે. તેની સાથે જ ભાઇ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખુબ જ ધામધુમથી સાથે લોકો ઊજવે છે. શાસ્ત્રો અનુસાર ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાની પરંપરા જણાવવામાં આવેલ છે. આ વખતે રક્ષાબંધન પર ભદ્રા ની નજર લાગશે નહીં, જેના લીધે આ વખતે રક્ષાબંધન ખુબ જ શુભ અને સૌભાગ્યશાળી રહેશે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર જો શ્રાવણ પુર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે અમુક વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ઘણા બધા પ્રકારના લાભ મળે છે. એટલું જ નહીં પરંતુ જીવનની ઘણી બધી પરેશાનીઓ પણ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે રક્ષાબંધન ઉપર એવા કયા ઉપાય કરવા જોઈએ, જેનાથી આપણા જીવનની બધી પરેશાનીઓ દુર થઈ જાય.

રક્ષાબંધન પર કરો આ વિશેષ ઉપાય

રક્ષાબંધનનાં દિવસે સૌથી પહેલા ભગવાન શ્રી ગણેશજીને રાખડી બાંધવી જોઈએ. જો આવું કરવામાં આવે તો તેનાથી ભાઈ બહેનની વચ્ચે મતભેદ દુર થઈ જાય છે અને ભાઈ-બહેનના પ્રેમ વધે છે. તે સિવાય જો રક્ષાબંધનના દિવસે હનુમાનજીને રાખડી બાંધવામાં આવે તો તેનાથી ભાઈ-બહેનના જીવનમાં આવનાર દરેક પ્રકારનાં સંકટ અને અડચણ દુર થઈ જાય છે.

આજકાલનાં સમયમાં લોકોની સૌથી મોટી સમસ્યા પૈસા છે. મોટાભાગના લોકો આર્થિક તંગીનો સામનો કરી રહેલ છે. જો તમે પણ પોતાની આર્થિક સ્થિતિને મજબુત બનાવવા માંગો છો, તો તેના માટે રક્ષાબંધનના દિવસે ભાઈએ પોતાની બહેનના હાથથી એક ગુલાબી રંગના કપડામાં ચોખા, સોપારી અને એક રૂપિયાનો સિક્કો લેવો જોઈએ. ત્યારબાદ તેને બાંધીને પોતાના ધન રાખવાની જગ્યા અથવા તિજોરીમાં રાખી દેવું.

હિંદુ પંચાંગ અનુસાર રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પુર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પોતાના પુર્ણ રૂપ અને શ્રવણ નક્ષત્રમાં રહે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ચંદ્ર દેવની પુજા કરવામાં આવે તો તેનાથી વ્યક્તિનું મન સ્થિર રહે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ પુર્ણિમાનાં દિવસે “ૐ  સોમેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કર્યા બાદ દુધનું દાન કરવું જોઈએ. આવું કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ ખતમ થઇ જાય છે. એટલું જ નહીં પરંતુ આ ઉપાય કરવાથી માનસિક પરેશાનીઓ માટે પણ મુક્તિ મળે છે અને માતાનું સુખ પ્રાપ્ત થાય છે.

જો બહેન પોતાના ભાઈને નજર દોષથી બચવા માંગે છે તો તેના માટે ફટકડીની આવશ્યકતા રહેશે. ફટકડીને લઈને તમારે તેને સાત વખત ભાઈ ઉપરથી ઉતારીને તે ફટકડીને ચુલામાં સળગાવી દેવી જોઈએ અથવા તેને કોઇ ચાર રસ્તા પર રાખી દેવી જોઈએ. આવું કરવાથી નજરદોષ માંથી છુટકારો મળી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *