રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે ૩ ઓગસ્ટ સોમવારના દિવસે આવી રહ્યો છે. આ દિવસે બહેન પોતાના ભાઇનાં હાથમાં રાખડી બાંધે છે. રક્ષાબંધન તહેવારને ભાઇ-બહેન અને સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર બાંધીને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. વળી જોવામાં આવે તો બજારમાં અલગ અલગ પ્રકારની રંગબેરંગી રાખડીઓ ઉપલબ્ધ છે, જેને જોઈને બહેનો હમેશા આકર્ષિત થઇ જાય છે. પરંતુ રાખડી ખરીદતા સમયે અમુક વાતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ.
ભલે બજારમાં લેટેસ્ટ ડિઝાઇનર રાખડી મળી રહી હોય પરંતુ અમુક રાખડી એવી હોય છે જેને ક્યારેય પણ ભાઈના હાથ પર બાંધવી જોઇએ નહીં. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. જો બહેન આ પ્રકારની રાખડી પોતાના ભાઈના હાથ પર બાંધે છે તો તેનાથી નુકસાન થવાની સંભાવના રહે છે.
માન્યતા અનુસાર આ પ્રકારની રાખડીનો પ્રયોગ કરવામાં આવે તો તેના કારણે ઘર-પરિવારમાં પરેશાનીઓ ઉત્પન્ન થાય છે અને એટલું જ નહીં પરંતુ પરિવારના લોકોને નુકશાનનો સામનો પણ કરવો પડી શકે છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે તમે કયા પ્રકારની રાખડી પોતાના ભાઈના હાથે બાંધો છો.
પ્લાસ્ટિકની રાખડી બાંધવી જોઈએ નહીં
રક્ષાબંધન પર બહેન પોતાના ભાઈના હાથ પર પ્લાસ્ટિકની રાખડી બાંધે છે, તો તેના કારણે દુર્ભાગ્યનો આરંભ થઇ જાય છે. એટલા માટે એ વાતનું ધ્યાન રાખવું કે આ પ્રકારની રાખડી પોતાના ભાઈના હાથ પર બાંધવા નહીં.
કાળા કલરના દોરાની રાખડી બાંધવી નહીં
શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો કાળા રંગનો સંબંધ શનિદેવ સાથે માનવામાં આવેલ છે. શનિ ગ્રહ સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે. એટલું જ નહીં પરંતુ તેને કાર્યમાં વિલંબ કરવા વાળો ગ્રહ પણ માનવામાં આવેલ છે. બહેનોએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રક્ષાબંધન પર પોતાના ભાઈના હાથ પર કાળા રંગની રાખડી બાંધવી નહીં. કારણ કે કાળા રંગની રાખડી અશુભ માનવામાં આવે છે.
અશુભ ચિન્હો વાળી રાખડી બાંધવી નહીં
ભલે બજારમાં ઘણી ડિઝાઇન વાળી રાખડી મળતી હોય, પરંતુ રાખડીમાં ઘણા અશુભ ચિન્હ બનેલા હોય છે, જેના પર બહેનોનું ધ્યાન હોતું નથી. જેના કારણે તમારે ખૂબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. રક્ષાબંધન પર બહેનોએ વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે અશુભ ચિન્હો વાળી રાખડી ખરીદીને પોતાના ભાઈના હાથ પર બાંધવી નહીં.
ભગવાન વાળી રાખડી બાંધવી નહીં
આજકાલના સમયમાં બજારમાં અલગ અલગ પ્રકારની રાખડીઓ મળે છે. કોઈ રાખડી ઉપર ફૂલ બનેલા હોય છે તો કોઈ રાખડી પર ભગવાનનું ચિત્ર અથવા ભગવાનની પ્રતિમા બનેલી હોય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ભાઈનાં હાથ પર ભગવાન વાળી રાખડી બાંધવી નહીં. કારણ કે તેના કારણે તમે પાપના ભાગીદાર બનો છો. રક્ષાબંધન પણ ભગવાનની પ્રતિમા વાળી રાખડી ખરીદી કરવી નહીં.