રક્ષાબંધન ઉપર બહેનને ભુલથી પણ આ વસ્તુઓ ગિફ્ટમાં આપવી નહીં, ગિફ્ટ ખરીદતા પહેલા વાંચી લેજો

Posted by

રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનનો અસીમ પ્રેમ દર્શાવે છે. આ દિવસે જ્યાં બહેન ભાઈને રક્ષાસુત્ર બાંધીને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે તો વળી ભાઈ પણ બહેનને ઉપહાર આપીને તેના ચહેરા ઉપર સ્માઈલ લઈ આવે છે. રાખડી અને ઉપહારની આ પરંપરા સદીઓ જુની છે. પરંતુ અમુક વસ્તુઓ એવી છે, જેને ક્યારેય પણ બહેનને ઉપહારમાં આપવી જોઈએ નહીં, નહીંતર તેનું જીવન દુઃખ અને પરેશાનીઓથી ઘેરાયેલું રહે છે.

Advertisement

કાળા કપડાં આપવા નહીં

રક્ષાબંધન પર ભાઈ જો બહેનને ઉપહારમાં કપડાં આપવા માંગે છે તો ધ્યાન રાખો કે કાળા રંગના કપડાં આપવા જોઈએ નહીં. કારણ કે આ રંગ દુઃખ, કષ્ટ અને તકલીફો લઈને આવે છે. તે સિવાય તેને મૃત્યુકારક પણ કહેવામાં આવે છે, એટલા માટે શુભ કાર્યમાં કાળા કપડાં ક્યારેય આપવા જોઈએ નહીં. જો તમે પોતાની બહેન માટે કપડાં લેવા માટે જઈ રહ્યા છો તો કાળા કપડાં બિલકુલ પણ લેવા જોઈએ નહીં.

બુટ ચપ્પલ ઉપહારમાં ન આપવા

ઘણી વખત એવું થાય છે કે ભાઈ બહેનના ફેવરિટ સેન્ડલ અથવા શુઝ ગીફ્ટ કરતા હોય છે. પરંતુ કહેવામાં આવે છે કે આ ચીજો જુદાઈનું પ્રતીક હોય છે. તેને ગિફ્ટ માં આપવાથી ભાઈ બહેનના સંબંધોમાં અંતર આવી જાય છે, એટલા માટે ક્યારેય પણ રક્ષાબંધન ઉપર બુટ ચપ્પલ ઉપહારમાં આવવા જોઈએ નહીં.

રૂમાલ લઈને આવે છે કષ્ટ

રક્ષાબંધન હોય કે કોઈ નોર્મલ દિવસ ક્યારે પણ પરિવારજનોને ગિફ્ટ માં રૂમાલ આપવો જોઈએ નહીં. કારણ કે તે વ્યક્તિના જીવનમાં કષ્ટ લઈને આવે છે. એટલા માટે આવું કરવાથી હંમેશા દુર રહેવું જોઈએ. કહેવામાં આવે છે કે રૂમલ વ્યક્તિએ જાતે ખરીદવો જોઈએ. ક્યારેય પણ ગિફ્ટ માં મળેલા રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

ઘડિયાળ થી રોકાઈ જાય છે જીવનની પ્રગતિ

ઘડિયાળ એક એવી ગિફ્ટ છે, જે હંમેશાથી જ હિટ રહેલી છે. કારણ કે એવી કોઈ પણ ગિફ્ટ જે રોજિંદા જીવનમાં ઉપયોગ કરવામાં આવતી હોય તો એવું માનવામાં આવે છે કે તે ગિફ્ટ આપનાર વ્યક્તિના હંમેશા દિમાગમાં રહે છે. તો ભાઈ બહેનના મામલામાં બંનેની વચ્ચે અથાગ પ્રેમ હોય છે, એટલા માટે રક્ષાબંધનના અવસર પર ઘડિયાળ ગિફ્ટ આપવાની મનાઇ છે. કારણ કે તે અશુભ હોય છે. ઘડિયાળ જીવનમાં થતી પ્રગતિને રોકે છે, એટલા માટે ક્યારેય પણ બહેનને ઘડિયાળ ગિફ્ટ માં આપવી જોઈએ નહીં.

ન આપો કાંચનો સામાન

કહેવામાં આવે છે કે ક્યારે પણ કોઈને ગિફ્ટ માં કાંચનો સામાન આપવો જોઈએ નહીં. તેનાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મક આવે છે, તો રક્ષાબંધન ઉપર પોતાની બહેનને ગિફ્ટ માં કાંચનો કોઈપણ સામાન આપવો નહીં. તે સિવાય કહેવામાં આવે છે કે ફોટો ફ્રેમ અને ચાકુનો સેટ પણ આપવો જોઈએ નહીં, તે પણ જીવનમાં પ્રતિકુળતા લાવે છે.

બહેનને ઉપહારની સાથે આપો હળદર નો ટુકડો

રક્ષાબંધનના અવસર પર બહેનને ગિફ્ટ માં ઘરેણા આપી શકાય છે. કારણ કે જે ધાતુઓથી ઘરેણાંનું નિર્માણ થાય છે. તેને શુદ્ધ માનવામાં આવે છે. તે વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવે છે, એટલા માટે સંબંધોને પણ મજબુતી આપવા માટે ઘરેણા ગિફ્ટ માં આપી શકાય છે અને બહેનના ચહેરા પર હાસ્ય લાવી શકાય છે. જો તમે રક્ષાબંધન માટે હજુ સુધી કોઈ ગિફ્ટ લીધેલી નથી, તો ઘરેણાને પોતાના વીશલિસ્ટ માં જોડી શકો છો. તેનાથી તમારી બહેનના ચહેરા અને તેના જીવનમાં હાસ્ય છવાઈ જશે.

ઘરેણાં સિવાય બહેનને લાલ, પીળા કપડાં આપવા શુભ હોય છે. બહેન વિવાહિત હોય તો તેને સૌંદર્ય પ્રસાધનની ચીજો પણ આપી શકો છો. રક્ષાબંધન ગુરુવારના દિવસે છે, એટલા માટે પીળા રંગની ચીજોને ગિફ્ટ માં આપી વધારે શુભફળદાયક હોય છે. ઉપહારની સાથે બહેનને હળદરનો એક ટુકડો આપવો પણ લાભદાયક હોય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.