સ્કુલ પ્રીત સિંહે સર્જરી કરાવીને બગાડી નાંખ્યો પોતાનો ચહેરો, લોકોએ કહ્યું- “સારા ચહેરાને બગાડી નાંખ્યો”, તમે પણ જુઓ

Posted by

રકુલ પ્રીત સિંહ ભારતીય અભિનેત્રી તથા એક મોડેલ છે, જે ફક્ત હિન્દી ભાષામાં નહીં પરંતુ તેલુગુ તમિલ અને કન્નડ ભાષાની પણ ફિલ્મો કરે છે. રકુલ પ્રીત સિંહ ની બોલિવુડ કારકિર્દી હાલમાં અમુક ફિલ્મો થી જ શરૂ થયેલ છે. અભિનેત્રી અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ઓળખવામાં આવે છે. રકુલ પ્રીત સિંહ બોલીવુડમાં અજય દેવગન અને તબ્બુ સ્ટારર ફિલ્મ “દે દે પ્યાર દે” થી પોતાની ધાક જમાવવામાં સફળ રહી હતી. વળી જોવામાં આવે તો રકુલ પ્રીત સિંહ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે-સાથે સુંદરતાથી પણ લોકોને દીવાને બનાવી રાખ્યા છે. તેની વચ્ચે સોશિયલ મીડિયા પર તે હાલમાં ચર્ચામાં છવાયેલી છે.

હકીકતમાં રકુલ પ્રીત સિંહે પોતાને વધારે આકર્ષક અને સુંદર દેખાવવા માટે પ્લાસ્ટિક સર્જરીની મદદ લીધી છે, પરંતુ તેના ચાહનારા લોકોને તેનો નવો લુક બિલકુલ પણ પસંદ આવ્યો નહીં. જેના કારણે અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ રકુલ પ્રીત સિંહ ની તસ્વીર ઉપર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે રકુલે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાનો ચહેરો બગાડી લીધો છે.

તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલના રૂપમાં કરી હતી. તેને ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. રકુલ પ્રીત સિંહ હિન્દી સિનેમામાં પોતાના પગલા દિવ્યા કુમારની ફિલ્મ “યારીયા” થી રાખ્યા હતા. આ ફિલ્મમાં હિમાંશ કોહલી ની ઓપોઝિટ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. રકુલ પ્રીત સિંહે પોતાની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરેલું છે અને તે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ ચર્ચામાં રહે છે.

તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને તે અવારનવાર પોતાની સુંદર તસ્વીરો ફ્રેન્ડની સાથે શેર કરતી રહે છે. હાલમાં જ અભિનેત્રી પોતાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તેનો લુક પહેલાની તુલનામાં ખુબ જ બદલાયેલો દેખાઈ રહ્યો છે. આ તસ્વીરમાં અભિનેત્રીને ઓળખવી ફેન્સ માટે મુશ્કેલ બની રહે છે. અભિનેત્રીએ તસ્વીર શેર કરી છે, તેમાં તેનો ચહેરો એકદમ બદલાયેલો નજર આવી રહ્યો છે.

રકુલ પ્રીત સિંહ દ્વારા જે તસ્વીરો શેર કરવામાં આવી છે તેમાં તેના ચહેરા માં કંઈક વધારે પાતળું નાક અને દબાયેલા ગાલ જોઈને લોકોને શંકા થઈ રહી છે. લોકોનું એવું કહેવું છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે ફોટા પર અત્યાર સુધીમાં ૪ લાખથી વધારે લાઈક આવી ચુકેલ છે. આ તસ્વીરને શેર કરીને રકુલ પ્રીત સિંહ લખ્યું હતું કે, “ઓન ડિમાન્ડ પોસ્ટ”. તેની સાથે તેમણે લાફિંગ વાળી ઇમોજી પણ પોસ્ટ કરી છે, પરંતુ તેની આ તસ્વીરને જોઇને લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

રકુલ પ્રીત સિંહની તસ્વીર પર એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, “આ કોણ છે?” વળી બીજા યુઝરે લખ્યું હતું કે, “શું તેમણે પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી લીધી? હવે બોલીવુડ વાળાને શું થઈ ગયું છે? સારા ચહેરાને ખરાબ કરી નાખે છે.” આ પ્રકારથી લોકો આ તસ્વીરને જોઇને કોમેન્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *