રામભક્ત હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે કરો આ ઉપાય, જીવનનાં બધા જ સંકટ થશે દુર

Posted by

અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત હોય છે. એ પ્રકારે મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે બજરંગબલી ની વિશેષ કૃપા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો મંગળવારનાં દિવસે હનુમાનજીની વિધિ-વિધાનપુર્વક પુજા-અર્ચના કરવામાં આવે તો એનાથી જીવનના બધા સંકટ દુર થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ ભક્તો પોતાના કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઘણા લોકો એવા છે જે મંગળવારનું વ્રત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર મંગળવારનું વ્રત કરવા વાળાને પોતાના જીવનમાં ઘણી પ્રગતિ મળે છે. આ સિવાય જો મંગળવારે થોડા ઉપાયો કરવામાં આવે તો એનાથી સંકટ મોચન હનુમાનજી ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

મંગળવારનાં દિવસ ઘણો જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની સાચા મનથી પુજા-આરાધના કરવાથી જીવનની મુસીબતોથી છુટકારો મેળવી શકાય છે. મંગળવારનાં દિવસે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે મંગળવારના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઇએ? આ બધી વાતોને લઈને ધર્મશાસ્ત્રની સિવાય લાલ પુસ્તકમાં પણ વિસ્તારથી જાણકારી બતાવવામાં આવી છે.

સંકટ મોચન હનુમાનજી ની કૃપા મેળવવા માટે કરો આ ખાસ ઉપાય

 • જો તમે હનુમાનજીની કૃપા મેળવવા ઈચ્છો છો તો મંગળવારનું વ્રત જરૂર રાખો અને હનુમાનજીની ઉપાસના કરો. તમે મંગળવારનાં દિવસે હનુમાન મંદિરમાં જઇને નારિયેળ, સિંદુર, ચમેલીનું તેલ કેવડાનું ફુલ, ગુલાબની માળા, પાનનો બીલો અને ગોળ ચણા ભગવાનને અર્પિત કરો. મંગળવારનાં દિવસે તમે સ્વયં ગોળ ખાઓ અને તે પ્રસાદનાં રૂપમાં વહેંચો.
 • જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો એના માટે ઓછામાં ઓછા ૧૧ મંગળવાર સુધી સાંજના સમયે લીમડાના ઝાડ પર જળ અર્પિત કરો અને ચમેલીનાં તેલનો દીપક પ્રગટાવવો. તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે મંગળવારનાં દિવસે લીમડાનું ઝાડ લગાવવું જોઈએ નહીં.

 • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ ખરાબ ચાલી રહી છે, તો એવી સ્થિતિમાં સફેદ રંગની કાજલ આંખમાં લગાવો. જો સફેદ રંગની કાજલ નથી મળી શકતી તો એવી સ્થિતિમાં તમે કાળા રંગની કાજલ પણ કરી શકો છો.
 • જો તમે પોતાના જીવનથી સંકટને દુર કરવા ઈચ્છો છો તો મંગળવારના દિવસે વહેતા પાણીમાં તલ અને ગોળથી બનેલી રેવડી પ્રવાહિત કરો. મંગળવારનાં દિવસે ખાંડ, મસુર અને વરિયાળીનું દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એનાથી તમારા જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દુર થશે.

 • મંગળવારનાં દિવસે તમે કુતરાને મીઠી રોટલી ખવડાવો કે પછી તમે લાલ ગાયને રોટલી ખવડાવી શકો છો.
 • મંગળવારનાં દિવસે ફોઈ કે બહેનને લાલ કપડા ભેટનાં રૂપમાં આપો.
 • જો તમે આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો એના માટે ૫ મંગળવાર સુધી મંદિરમાં ધજા અર્પિત કરો.

મંગળવારે ભુલથી પણ ન કરો આ કામ

 • મંગળવારનાં દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
 • મંગળવારનાં દિવસે ઘી અને મીઠાનું સેવન ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એટલું જ નહીં પરંતુ કામકાજમાં પણ વિઘ્ન ઉત્પન્ન થવા લાગે છે.
 • મંગળવારનાં દિવસે માંસાહારી ભોજન ન કરો.
 • મંગળવારનાં દિવસે તમે ભાઈબંધો સાથે વાદ-વિવાદ ન કરો.
 • મંગળવારનાં દિવસે કોઈને ઉધાર પૈસા આપવા જોઈએ નહીં, નહિતર ઉધાર આપવામાં આવેલા પૈસા સરળતાથી મળતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *