રામ કપુરે ઘટાડ્યું ૩૦ કિલો વજન, જાણો તેમનો ડાયટ પ્લાન અને તેમનું વર્ક આઉટ રૂટિન

Posted by

નાના પડદાનાં મોટા કલાકાર રામ કપુરે પોતાનું વજન ઓછું કરી લીધું છે. જો કે વેટ ઓછું કરવા માટે અભિનેતા દિવસમાં લગભગ ૧૬ કલાક ભુખ્યા રહેતા હતા. તમને જણાવી દઈએ કે સાસ ભી કભી બહુથી, કસમ સે અને બડે અચ્છે લગતે હૈ જેવી સીરીયલથી ટીવી જગતમાં અભિનેતા રામ કપુરે એક અલગ જ ઓળખાણ સ્થાપિત કરી છે. જ્યારે રામ કપુરે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત ફિલ્મથી કરી હતી. પરંતુ શો એ તેમને ઘણી લોકપ્રિયતા અપાવી છે. મતલબ ટીવી જગતમાં ઓળખાણ પ્રાપ્ત  કર્યા બાદ એક સમય એવો પણ આવી ગયો હતો, જ્યારે રામ કપુર પોતાના વધતા વજનને કારણે ઘણા પરેશાન રહેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલા અભિનેતાનું વજન ૧૨૦ કિલો સુધી થઈ ગયું હતું.

પરંતુ હવે રામ કપુર સોશિયલ મિડીયા પર પોતાના ફેન્સને ફિટનેસ ગોલ આપી રહ્યા છે. જોકે તેમના માટે વજન ઘટાડવું ઘણું મુશ્કેલ રહ્યું. મુંબઈ મિત્રને આપેલા ઇન્ટરવ્યૂમાં રામ કપુરે બતાવ્યું હતું કે, “હું પહેલા ૧૨૦ કિલોનો હતો. હું મારું ૨૫-૩૦ કિલો વજન ઓછું કરવા ઈચ્છતો હતો. મેં નિર્ણય કર્યો કે જો હું મારું વેટ કરવા ઓછું કરવા ઇચ્છું છું તો મારે કામ માંથી ટાઇમ કાઢવા પડશે. મતલબ “ફેટ ટુ ફિટ” થવાની જર્ની માં રામ કપુરે ઘણી મહેનત કરી. વેઇટ લીફટીંગ, કાર્ડિયો એક્સરસાઇઝ, યોગ અને રનિંગ સાથે જ અભિનેતા દિવસમાં લગભગ ૧૬ કલાક ભુખ્યા રહેવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી તેમને પોતાનું ૩૦ કિલો વજન ઓછું કરવામાં સહાયતા મળી. આ વાતનો ખુલાસો રામ કપુરે ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

આ હતું તેમનું વર્ક આઉટ રૂટિન

તમને જણાવી દઈએ કે રામ કપુર સવારે ઉઠતા જ સીધા જિમ કરતા હતા. જિમ પહેલા તે કંઈ ખાતા નહોતા. સવારના સમયે જીમમાં હેવી વેઈટ ટ્રેનિંગ કરતા હતા. રાત્રે સુવા પહેલાં પણ રામ કપુર ઇન્તેન્સ કાર્ડિયો વર્ક આઉટ કરતા હતા. આ સિવાય તે રનીંગ, સ્વિમિંગ અને ખેલકુદ વગેરેને પોતાના વર્ક આઉટ માં સામેલ કર્યું છે.

રામ કપુરનો ડાયટ પ્લાન

હકીકતમાં રામ કપુરે પોતાની વેટ લોસ જર્ની નાં સમયે ૮ કલાક દરમિયાન સીમિત વસ્તુ ખાધી હતી. આ સિવાય તેમણે ડેયર, તેલ, કાર્બસ અને ખાંડને સંપુર્ણ રીતે છોડી દીધા હતા. પોતાનું વેટ ઓછું કરવા માટે અભિનેતાએ ફાસ્ટિંગની પણ મદદ લીધી. જાણકારી માટે જણાવી દઈએ કે Intermittent Fasting માં તમે શું ખાઈ રહ્યા છો અને શું નથી ખાઈ રહ્યા એના પર ખુબ જ વધારે ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. ફાસ્ટિંગ સમયે રામ કપુર દિવસમાં ૧૬ કલાક સુધી ભુખ્યા રહેતા હતા. જણાવી દઈએ કે તે માત્ર સાંજે ૭-૮ વચ્ચે જ ખોરાક લેતા હતા. તે પણ પોતાની ડાયટ અનુસાર જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *