લોકડાઉનના કારણે બધા ઘરમાં નવરા બેઠા છે. એવામાં કેટલાક માટે આ સમય કંટાળાજનક સાબિત થયો છે. ઉપરથી લોકડાઉન ના કારણે ટીવી પર કોઈ નવો શો કે કોઈ નવો એપિસોડ નથી આવી રહ્યો, કોરોના વાયરસના ડરથી બધી જ સિરિયલનું શૂટિંગ બંધ છે. આ સ્થિતિમાં આપણાં કંટાળાને દૂર કરવા દૂરદર્શન દૂત બનીને સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, દુરદર્શને પહેલાનાં જમાનાની વિખ્યાત સીરીયલનું પ્રસારણ પાછું ચાલુ કર્યું છે. આનાથી દૂરદર્શનની ટીઆરપી બહુત વધી ગઈ છે.
દુરદર્શન જેટલા પણ શૉ ફરીથી પ્રસારણ કરી રહ્યું છે. એમાંથી રામાયણ અને મહાભારત સૌથી વધારે લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને રામાયણને લઈને લોકો બરાબર એવો જ ક્રેઝ દેખાયો હતો જે પહેલાના જમાનામાં હતો. હમણાં જ ૧૮ એપ્રિલે રામાનંદ સાગરની રામાયણ સમાપ્ત થઈ છે. જો કે, હવે ઉત્તર રામાયણનું પ્રસારણ ચાલુ થઈ ચૂક્યું છે. જલ્દી એ પણ સમાપ્ત થઈ જશે. એવામાં તમે પણ વિચારશો કે ઘરે બેઠા બેઠા હવે કઈ પૌરાણિક સીરીયલ જોઈએ? તો ચિંતા ના કરો દુરદર્શને તમારા માટે નવી તૈયારી કરી દીધી છે. ખરેખર દુરદર્શન જલ્દી “શ્રી કૃષ્ણ” સીરીયલ પ્રસારિત કરવા જઈ રહ્યું છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, “શ્રી કૃષ્ણ” પણ રામાનંદ સાગરે બનાવી છે. એનું પ્રસારણ દૂરદર્શન ઉપર ૧૯૯૬ માં શરૂ થયું હતું અને પૌરાણિક શોની લોકપ્રિયતાને જોઈને દુરદર્શન પણ એકવાર ફરી શ્રી કૃષ્ણ ની સિરીયલ પ્રસારણ કરી દર્શકોનું દિલ જીતવા જઈ રહ્યું છે. આ વાતની જાણકારી ખુદ ડીડી નેશનલે આધિકારી ટ્વિટર એકાઉન્ટ પર થી મળી છે. તેમણે મોર પંખની એક તસવીર શેયર કરીને કેપ્શનમાં લખ્યું “ખુશ ખબરી અમારા દર્શકો માટે. જલ્દી આવી રહી છે. શ્રી કૃષ્ણ ડીડી નેશનલ ઉપર.”
खुश्खबहारी हमारे दर्शकों के लिए !!
जल्द आ रहा है “श्री कृष्णा” @DDNational पर#ShriKrishna pic.twitter.com/noXg4zCJP0— Doordarshan National (@DDNational) April 23, 2020
આ ખબર જાણીને બધા દર્શકો ખુશ થઈ ગયા છે. તેમણે તેને લઈને ઘણી અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, રામાયણ અને મહાભારત સિવાય દુરદર્શનમાં શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, દેખ ભાઈ દેખ, બુનિયાદ, સર્કસ, ઉપનિષદ ગંગા, જંગલ બુક સહિત ઘણાં જુના ટીવી શોઝનું પ્રસારણ થઈ રહ્યું છે. એટલું જ નહીં જુના શોને લઈને દર્શકોનો પ્રેમ જોઈને દુરદર્શને ડીડી રેટ્રો નામની એક નવી ચેનલ શરૂ કરી છે. આ ચૅનલ પર જૂની પોપ્યુલર સીરીયલ જ પ્રસારિત કરવામાં આવશે.