બોલિવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન અને રણબીર કપુર હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બનેલા છે. ખબરોનું માનવામાં આવે તો આ બંને સ્ટાર્સ ફિલ્મમેકર નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ “રામાયણ” નો હિસ્સો બનવાના છે. આ ફિલ્મની નિર્માતા વિશાળ સ્તર ઉપર બનાવવાના છે. રિપોર્ટ અનુસાર આ ફિલ્મનું બજેટ અંદાજે ૭૫૦ કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. આ ફિલ્મની નિર્માતા ૩ડી માં બનાવવાના છે, જેના લીધે આ ફિલ્મનું બજેટ ખુબ જ વધારો થવાનું છે. હવે આ ફિલ્મ સાથે જોડાયેલી એક મોટી ખબર સામે આવી રહી છે.
સુત્રોનું માનવામાં આવે તો ફિલ્મ માટે ઋત્વિક રોશન અને રણબીર કપુર અને ખુબ જ મોટી રકમ આપવામાં આવી રહી છે. જણાવવામાં આવે છે કે આ ફિલ્મ માટે બંને સિતારાઓને ૭૫-૭૫ કરોડ રૂપિયા મળવાના છે. એટલું જ નહીં ખબરો નો માનવામાં આવે તો આ ફિલ્મમાં રણવીર કપુર ભગવાન શ્રીરામનાં કિરદારમાં નજર આવનાર છે. વળી ઋત્વિક રોશન પહેલી વખત નેગેટિવ કિરદારમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર ઋત્વિક રોશનને રાવણ નાં કીરદાર માટે સાઇન કરવામાં આવેલ છે. ઋત્વિક રોશન પણ આ કિરદારને લઈને ખુબ જ ઉત્સાહિત છે.
બોલીવુડ ફિલ્મ સાથે જોડાયેલ એક સુત્રએ જણાવ્યું હતું કે આ ફિલ્મને ખુબ જ મોટા સ્તર ઉપર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પહેલાં કોઈ પણ ફિલ્મને આટલા મોટા સ્તર ઉપર બનાવવામાં આવેલ નહીં હોય. સુત્રોનું કહેવું છે કે ફિલ્મનું નક્કી કરવામાં આવેલું બજેટ આ ફિલ્મને ગ્રાન્ડ સ્તર ઉપર બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે. સાથોસાથ એવું પણ જણાવ્યું હતું કે કોઈએ પણ આ પહેલાં રામાયણને આટલા મોટા સ્તર ઉપર નહીં જોયું હોય.
આ મોટી ફિલ્મમાં સીતાનાં કિરદારમાં કોણ હશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. રિપોર્ટ આવ્યા હતા કે આ ફિલ્મમાં સીતાનું કિરદાર કરીના કપુર ખાન નિભાવી શકે છે. પરંતુ સુત્રએ તેને ફક્ત અફવાઓ જ જણાવી હતી. આ માર્કેટિંગ ટીમ તરફથી ફેલાવવામાં આવેલી અફવા છે. કરિના કપુર ખાન ખુબ જ પ્રતિભાશાળી છે, પરંતુ તેઓ આ કિરદાર માં ફિટ બેસે નહીં.
ઋત્વિક રોશનનાં વર્કફ્રંટની વાત કરવામાં આવે તો ઋત્વિક ની પાસે હાલના સમયમાં ઘણા પ્રોજેક્ટ છે. હાલના સમયમાં તે ફિલ્મ “ફાઇટર” માં કામ કરી રહ્યા છે. તેમાં તેની સાથે દીપિકા પાદુકોણ નજર આવવાની છે. ઋત્વિક અને દીપિકા એ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. “ફાઈટર” એક એક્શન થ્રિલર ફિલ્મ હોવાની છે, જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહેલ છે. તે સિવાય ઋત્વિક રોશન અને સૈફ અલી ખાન એક સાથે સુપરહિટ તમિલ ફિલ્મ “વિક્રમ વેધા” ની હિન્દી રિમેક માટે કામ કરી રહ્યા છે. આ વાતનો ખુલાસો એક ટ્વિટમાં થયો હતો.
રણવીર કપુરનાં વર્કફ્રંટની વાત કરવામાં આવે તો રણબીર કપુર ખુબ જ જલ્દી આલિયા ભટ્ટની સાથે ફિલ્મ “બ્રહ્માસ્ત્ર” માં નજર આવનાર છે. આ લવ કપલ ની એક સાથે આ પહેલી ફિલ્મ હશે. ફિલ્મમાં બંને સિવાય અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મહત્વનાં કિરદારમાં છે. તે સિવાય રણબીરની આગામી ફિલ્મોમાં “એનિમલ” ફિલ્મ સામેલ છે. તે સિવાય અભિનેતા ઓટીટી પ્લેટફોર્મથી પોતાનું ડેબ્યુ કરવાના છે. રણબીર કપુર ઇરોઝ નાઉ ની સાથે ડીલ કરવાના છે. તેની આ સિરીઝ એક લવ સ્ટોરી હશે.