રામાયણનાં “લક્ષ્મણ” સુનિલ લહેરીનો દિકરો લુકની બાબતમાં ઋત્વિક રોશનને પણ ટક્કર આપે છે, યુવતીઓ થઈ જાય છે દીવાની

Posted by

રામાનંદ સાગરની જાણીતી પૌરાણિક ધારાવાહિક શો “રામાયણ” આખરે કોને યાદ નહીં હોય. આ શો માટે લોકો પોતાનું દરેક કામ છોડી દેતા હતા. વર્ષો પહેલા બનેલા આ શો ને જો આજે પણ જોવામાં આવે તો નવો જ લાગે છે. તેમાં એક્ટિંગ કરવા વાળા દરેક કલાકાર અમર થઈ ગયા છે. તેમાં નિભાવવામાં આવેલ રામ અને લક્ષ્મણનાં કિરદારને આખરે કોણ ભુલી શકે છે. શાંત અને નિર્મલ અરુણ ગોવિલ, જ્યારે જિદ્દી અને હઠીલા લક્ષ્મણનાં કિરદાર નિભાવતા વાળા એક્ટર સુનિલ લહેરી.

આ બધા એક્ટર્સે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દેશની જનતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજે પણ તેમની ઝલક લોકોનાં મનમાં વસેલી છે. આજે આ આર્ટિકલમાં અમે એક્ટર સુનિલ લહેરીનાં દિકરા કૃશ પાઠક વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર રામાયણ સાથે જોડાયેલા કિસ્સા શેર કરવા વાળા એક્ટર્સ સુનિલ લેહરી હાલનાં સમયે પોતાના દીકરાની અમુક તસ્વીરો શેર કરી છે. સુનિલ લેહરીનાં દીકરા પણ હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી ચુક્યા છે.

સુનિલ લહેરી પ્રમાણે તેમના દીકરા હવે જલ્દી જ એક મ્યુઝિક આલ્બમ માં નજર આવવાના છે. આ વિશે સુનીલે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે. તેમના દિકરાનાં ડેબ્યુ થવા પર રામાયણમાં તેમના સાથી કલાકાર રહેલા ભગવાન રામનું કિરદાર નિભાવવા વાળા એક્ટર અરુણ ગોહિલ અને સીતા માતાનું કિરદાર નિભાવવાવાળી અભિનેત્રી દીપિકા ચિખલિયાએ પણ શુભકામનાઓ આપી છે.

તમને જણાવી દઈએ કે કૃષ પણ તેમના પિતા સુનિલ લહેરીની જેમ જ એક કલાકાર છે. કૃષે પોતાના એક્ટિંગ કારકિર્દીનાં ડેબ્યુ શો “પાઉ યુદ્ધ કે બંધી” થી કર્યું હતું. આ શોમાં તેમણે અયાન ખાનનું મુખ્ય કિરદાર નિભાવ્યો હતો. કૃષ પાઠકે એકવાર ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, પાપા સુનિલ લહેરીની જેમ તેમની ટીવી માં કોઈ ખાસ દિલચસ્પી નથી. પરંતુ તે વેબ સીરીઝમાં કામ કરવા ઈચ્છે છે. કૃષ પાઠકે સાથે એવું પણ જણાવ્યું હતું કે, તેમની ડાયરેક્શનમાં પણ દિલચસ્પી છે. કોલેજમાં તેમણે ઘણી પ્રકારની શોર્ટ ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. ઘણા જ ઓછા લોકો જાણે છે કે કૃષ પાઠકે પરવરિશ – કુછ ખટ્ટી મિઠી” માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.

કૃષનાં પિતા લક્ષ્મણનું કિરદાર નિભાવવા વાળા જાણીતા એક્ટર સુનીલ લહેરીનો પણ પોતાનું પ્રોડક્શન હાઉસ છે. પરંતુ કૃષ કહે છે કે તે પોતાના દમ પર પોતાની ઓળખાણ બનાવવામાં વિશ્વાસ રાખે છે. ઇન્ટરવ્યુમાં કૃષ પાઠકે કહ્યું કે – જો કંઈ મળે તો તે જરૂર તેમના પિતાનાં પ્રોડક્શન હાઉસ સાથે કામ કરશે. પરંતુ તે પોતાના પપ્પા પાસે સલાહ જરૂર લે છે. કૃષ કહે છે કે પોતાના દમ પર આગળ વધો અને મહેનત કરતા જાઓ.

કૃષ પાઠકનું સપનું છે કે તેમને નિખિલ અડવાણી થી લઈને કરણ જોહર અને અનુરાગ કશ્યપ જેવાં ફિલ્મ મેકર સાથે કામ કરવાનો અવસર મળે. પોતાના દમ પર ઓળખાણ બનાવવાનાં વિષયમાં તે એક્ટર રણવીર સિંહને પોતાના ઇન્સ્પિરેશન માને છે. કૃષ સપનું છે કે તેમને નેગેટિવ રોલ કરવાનો અવસર જરૂર મળે. તે માને છે કે તેનાથી એક્ટિંગ સ્કિલ્સ સારી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *