જોક્સ-૧
છોકરો : મારી સાથે લગ્ન કરી લે.
છોકરી : કેમ?
છોકરો : ઘણી ડીમાંડ છે મારી, આખો દેશ મને શોધી રહ્યો છે.
છોકરી : કોણ છે તું?
છોકરો : વિકાસ.
જોક્સ-૨
રમેશ સાથે પરણનાર પ્રેમિલાએ રમેશના એક મિત્ર પરેશને પુછ્યું :
શું રમેશ મને પરણ્યા પછી પ્રેમ કરતો રહેશે?
પરેશ : હા, પરણેલી સ્ત્રીઓ પાછળ તો એ ગાંડો બની જાય છે.
જોક્સ-૩
બિટ્ટુ : આજે સવારે જ્યારે હું પપ્પા સાથે બસમાં જઈ રહ્યો હતો
ત્યારે એક આંટીએ મને મારી સીટ પરથી ઉભા થવા કહ્યું.
મમ્મી : દીકરા આ સારી વાત છે, વડીલોનું સન્માન કરવું જોઈએ.
બિટ્ટુ : પણ મમ્મી, હું પપ્પાના ખોળામાં બેઠો હતો.
જોક્સ-૪
પતિ રાતે ત્રણ વાગે ઘેર આવ્યો તો એણે એની પત્નીને એક બીજા પુરુષ સાથે સૂતેલી જોઈ.
પત્નીએ પુછ્યું : રાતના ત્રણ વાગ્યા સુધી તમે કયાં હતા?
પતિએ કહ્યું : આ માણસ કોણ છે?
પત્નીએ કહ્યું : એમ વાત ના ફેરવો!
જોક્સ-૫
રમેશ : પત્ની અને પાટલુનમાં કોની કિંમત વધારે ગણાય?
કમલેશ : પાટલુનની?
રમેશ : કેવી રીતે?
કમલેશ : પત્ની વિના બહાર જઈ શકાય, પાટલુન વિના નહીં.
જોક્સ-૬
એક પત્નીને એક એવી ટેવ હતી કે, એનો પતિ ઓફિસેથી ઘેર આવે, ત્યારે એનાં કપડાંની પુરેપુરી તલાશી લેતી.
અને જો એમાં એના કોટ પર કોઈ વાળ હોય તો તે એના પર તુટી પડતી.
એક દિવસ પતિ રાતે મોડેથી ઘેર આવ્યો અને તેની પત્નીએ જોયું તો પતિના કોટ પરથી કોઈ વાળ જડ્યો નહીં.
પત્નીએ ગુસ્સાથી કહ્યું : હં…. હવે કોઈ ટાલવાળી સ્ત્રીના સંપર્કમાં આવ્યા લાગો છો.
જોક્સ-૭
પ્રસૂતિગૃહમાં પરસાળમાં પોતાની પત્નીને શું અવતર્યું તેની રાહ જોતા એક સજ્જન ઊભા હતા.
એવામાં નર્સ આવી અને તેણે સજ્જનને વધામણી આપી : પુત્રી જન્મી છે.
સજ્જન બોલ્યો : ઈશ્વરનો આભાર. જો પુત્ર જન્મ્યો હોત તો એને બિચારાને આજે જેમ મારે આખો દિવસ અહીં ઊભા રહેવું પડ્યું,
તેમ કોઈક દિવસ ઊભા રહેવું પડત!
જોક્સ-૮
લક્ષ્મીશંકર વકીલ ભારે ભુલકણા સ્વભાવના હતા.
એમના કારકુનને પણ આ વાતની ખબર હતી.
એકવાર વકીલ બીજે ગામ એમના અસીલને મળવા ગયા. પણ અસીલનું નામ જ ભુલી ગયા.
એમણે કારકુનને તાર કર્યો : જલદીથી નામ જણાવો.
કારકુને તારમાં લખ્યું : લક્ષ્મીશંકર.
જોક્સ-૯
પતિ : હવે તો જૂના હૃદયને સ્થાને નવું બેસાડી શકાય છે.
પત્ની : મારે નવું હૃદય નહીં, પણ નવી સાડી જોઈએ છે.
જોક્સ-૧૦
રાતનો સમય હતો જમાદારે એક સાઈકલ સવારને વગર બત્તીએ સાઇકલ પર બેઠેલો જોઈને તેને રોકયો અને પુછ્યું,
આ સાઈકલ તારી છે?
સાઈકલ સવાર : જી, નહીં.
જમાદાર : એમ, તારું નામ?
સાઈકલ સવાર : જી, તે મારું છે.
જોક્સ-૧૧
પત્નીએ પોતાના પતિનું ઘ્યાન પોતાની તરફ ખેંચતાં કહ્યું,
કાન પર વાળનો ગુચ્છો લાવવાથી હવે હું કેવી લાગું છું?
પતિએ કહ્યું : કાનને બદલે જો મોઢા ઉપર વાળ લાવી મુકે તો વધુ સંદર લાગશે.
જોક્સ-૧૨
પતિ (પત્નીને) : આ તે જેવી સાડી તું ખરીદી લાવી છે. મને તો આ સાડી જોઈને હસવું આવે છે.
પત્ની : ચિંતા નહીં, બિલ જોઈને જરૂર તમને રડવું આવશે.
જોક્સ-૧૩
મોહનલાલ શેઠે પોતાના અતિથિરૂમમાં એક તખ્તી ટાંગી હતી જેમાં લખ્યું હતું :
“પોતાના ઘર જેવો આનંદ બીજે કયાંય મળી શકતો નથી.”
જોક્સ-૧૪
વકીલ : બાળપણમાં મારી ઈચ્છા એક ડાકુ બનવાની હતી, કદાચ તમે આ વાત નહીં માનો!
મિત્ર : નારે ના, ઈશ્વરે આપની એ ઈચ્છા પુરી કરી છે, ધન્યવાદ!