જોક્સ-૧
પત્ની (જ્યોતિષ ને) : પંડિતજી, મારા પતિનો ભુતકાળ જોઈ આપો.
જ્યોતિષ : કેમ ભુતકાળ?
પત્ની : એમનો વર્તમાન અને ભવિષ્યકાળ તો મારા હાથમાં છે.
જોક્સ-૨
અદાલતમાં એક વકીલે બીજા વકીલને કહ્યું : આપ સાવ ગધેડા છો.
બીજા વકીલે કહ્યું : તમે બળદ છો.
ન્યાયાધીશે કહ્યું : જો આપ સાહેબોની ઓળખાણ આપવાની વિધિ પુરી થઈ હોય તો હવે અદાલત એનું કામ આગળ ચલાવે.
જોક્સ-૩
રાજુ એ આખી રાત એની પ્રેમિકાને ત્યાં વીતાવી હતી.
વહેલી સવારે તે ઘેર આવ્યો ત્યારે એણે જોયું કે, તેની પત્ની એના પર રોષે ભરાઈ હતી. પણ તેણે મન પર ધીરજ રાખીને કહ્યું ચોરોએ મને પકડી રાખ્યો હતો,
તે બધા પૈસા લઇ ગયા. પછી જહોને પોતાનાં કપડાં ઉતારવા માંડયાં.
પણ જેવાં તેણે કપડાં ઉતાર્યા કે એની પત્ની બોલી ઊઠી : રાજુ!
રાજુ : શું?
પત્ની : તારું અન્ડરવેર કયાં?
રાજુ : ઓહ! ચોર અન્ડરવેર પણ લઈ ગયા.
જોક્સ-૪
રમેશે પત્નીને ધમકાવીને કહ્યું : બોલ આ બાળક માટે કયો પુરુષ જવાબદાર છે?
પેલા બે છોકરા જે આપણા છે એના કરતાં આ છોકરો દેખાવે જુદો કેમ પડે? સાચું બોલ!
પત્ની બોલી : આ જ છોકરો આપણો છે, આગળનાં બે છોકરાઓ આપણા નથી એટલે કે તમારા નથી.
જોક્સ-૫
નવી વહુ : બા! છાશ પર માખણ તરે છે, કાઢી લઉં?
સાસુ : ખબરદાર વહુ! બીજી વખત જો આવું બોલી તો.
તને ખબર નથી કે તારા સસરાજીનું નામ “માખણલાલ” છે,
એટલે એમનું અપમાન થયું કહેવાય!
નવી વહુ : ભલે હવેથી નહીં બોલું.
બીજે દિવસે છાશ વલોવી ત્યારે નવી વહુએ કહ્યું,
બા, બા! છાશ ઉપર સસરાજી તરે છે, કાઢી લઉં?
જોક્સ-૬
મેં આપને એક ચેક મોકલ્યો હતો તે તમને મળ્યો હતો?
હા, બે વાર મળ્યો હતો. એકવાર આપના તરફથી અને બીજીવાર બેંક તરફથી,
તેમાં શેરા સાથે લખ્યું હતું “નો બેલેન્સ.”
જોક્સ-૭
એક પહેલવાને હોટલમાં આવતાં જ પોતાની ટોપી દરવાજા પાસેની ખીંટીએ ટાંગી
અને ફોન કરવા અંદર જતાં પહેલાં તેના ઉપર ચિઠ્ઠી ભરાવી : “આ ટોપી એક પહેલવાનની છે અને તે હમણાં પાછો આવશે.”
તે ફોન કરીને તરત જ બહાર આવ્યો અને જોયું તો ખીંટી ઉપર ટોપી નહોતી, પણ ત્યાં એક ચિઠ્ઠી હતી :
“તે ટોપી એક દોડવાનો ચેમ્પિયન ઉઠાવી ગયો છે અને તે પાછો નહિ આવે!”
જોક્સ-૮
મારવાડી શેઠે મહેતાજીને કહ્યું, “મહેતાજી! તમે આ વર્ષે ઘણી જ સરસ કામગીરી બજાવી
એ બદલ, તમને બોનસ રૂપે આ ચેક આપું છું
અને ખાતરી આપું છું કે,
આવતા વર્ષ જો આનાથી પણ સારી કામગીરી બજાવશો તો
આ ચેક ઉપર મારી સહી કરી આપીશ.
જોક્સ-૯
પત્ની : મને એવા લોકો પ્રત્યે જરાયે સહાનુભુતિ થતી નથી કે જેઓ શરાબ પીએ છે!’
પતિ : શરાબ પીધા બાદ કોઈની સહાનુભુતિની જરૂર રહેતી નથી.
જોક્સ-૧૦
પતિ (ક્રોઘથી) : બે કલાથી હું ગધેડાની માફક ઊભો રહીને તારી રાહ જોઈ રહ્યો છું.
પત્ની : પણ મેં તમને કયાં કહ્યું હતું કે, ગધેડાની માફક ઊભા રહીને મારી રાહ જોજો!
તમે આદમીની માફક ઊભા રહીને મારી રાહ જોઈ શકયા હોત.
જોક્સ-૧૧
બે બહારવટિયા ‘તીન પત્તી’ રમતા હતા.
એકે કહ્યું : હું જીત્યો.
શું છે તારી પાસે? બીજાએ કહ્યું.
ત્રણ ચોકકા. પહેલાએ જવાબ આપ્યો.
ના, હું જીતું છું. બીજો બોલ્યો.
એમ? શું છે તારી પાસે? પહેલાએ અચંબો પામી પુછયું.
બે દુડી, એક એક્કો અને છ ભડાકાની ‘બંદુક’.
અને બીજો જીતી ગયો.