રેમ્પ વોક દરમ્યાન લપસીને શરમજનક સ્થિતિમાં મુકાઇ ચુકેલ છે આ ૮ અભિનેત્રીઓ, પછી પોતાની જાતને આવી રીતે સંભાળી

Posted by

ફિલ્મોથી પૈસા કમાવવાની સાથે-સાથે બોલિવૂડ એક્ટ્રેસ અવારનવાર ફેશન શોમાં રેમ્પ વોક કરતી પણ નજર આવે છે. ફેશન શોનું અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે, તેમાં પ્રોફેશનલ મોડલ સિવાય બોલિવૂડના સિતારાઓ પણ રેમ્પ વોક કરે છે. તેનાથી બ્રાન્ડની રેપ્યુટેશન પણ વધી જાય છે. જોકે ઘણી વખતે રેમ્પ વોક કરતા સમયે અમુક ઘટનાઓ પણ બની જતી હોય છે. હાઇ હીલ્સ અને વિચિત્ર ડ્રેસની સાથે રેમ્પ પર વોક કરવું એટલું સરળ હોતું નથી. ઘણી વખત તો આ મોડલ્સ પડી પણ જાય છે. આવું જ અમુક આ ૮ અભિનેત્રીઓ સાથે પણ બની ચૂક્યું છે. જોકે તેમ છતાં પણ તેમણે પોતાને ખૂબ જ શાલીનતાથી સંભાળીને ફરીથી રેમ્પ વોક સ્ટાર્ટ કરી દીધું હતું.

યામી ગૌતમ

ફેર એન્ડ લવલીનાં વિજ્ઞાપન માટે જાણીતી અભિનેત્રી યામી ગૌતમ બોલિવૂડમાં વિકી ડોનર, સનમ રે અને બાલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ૨૦૧૯માં રેમ્પ વોક કરતાં સમયે પોતાના ડ્રેસને યોગ્ય રીતે સંભાળી શકી નહી અને તે બધાની સામે લપસી ગઈ હતી. જોકે યામિએ પોતે જમીન પર પડે તે પહેલા જ સંભાળી લીધું હતું.

કંગના રનૌત

કંગના ફેશન પર આધારિત એક ફિલ્મ પણ કરી ચૂકી છે. તેવામાં તેને આ ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ સારો અનુભવ પણ થઇ ગયો છે. કદાચ એજ કારણ છે કે જ્યારે તે ડિઝાઇનર નમ્રતા જોષીપુરાનાં એક ફેશન શોમાં પડી ગઈ હતી તો ગભરાઈ નહિ, પરંતુ પોતાને તુરંત સંભાળી લીધી હતી.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી અવારનવાર ફેશન શોમાં રેમ્પ વોક કરતી રહે છે. એક વખત તે બ્લેન્ડર્સ પ્રાઈડ ફેશન શોમાં લાંબા ગાઉનને પહેરીને વોક કરી રહી હતી. ત્યારે તેમનું ગાઉન હાઇ હિલ્સ માં ફસાઈ ગયું અને તેનું બેલેન્સ ડગમગી ગયું હતું, જોકે સોનાક્ષીએ કોઈપણ રીતે પોતાનું બેલેન્સ જાળવી લીધું અને રેમ્પ વોક કરવાનું શરૂ રાખ્યું હતું.

સુસ્મિતા સેન

સુસ્મિતા એક્ટ્રેસ હોવાથી વધારે મોડલ છે. તે ઘણી વખત ફેશન શોમાં રેમ્પ વોક કરતી રહે છે. IIJW માટે રેમ્પ વોક કરતા એક વખત સુસ્મિતા ઘણી વખત પોતાનું બેલેન્સ ગુમાવી ચુકી હતી. જોકે જ્યારે પણ તેમની સાથે આવી ઘટના બને છે, તો તેઓ ખૂબ જ આત્મવિશ્વાસથી બીજી વખત ચાલવાનું શરૂ રાખે છે.

પુનમ ઢીલ્લો

વિક્રમ ફડનીસ માટે રેમ્પ વોક કરતાં એક્ટ્રેસ પુનમ ઢીલ્લો ખૂબ જ ખરાબ રીતે નીચે પડી ગયા હતા. આ તેમના માટે ખૂબ જ શરમજનક સમય હતો. જોકે તેનાથી તેઓ ગભરાયા નહીં, પરંતુ ફરીથી ઊઠીને રેમ્પ વોક કરવા લાગ્યા.

શ્રીદેવી

શ્રીદેવી બોલિવૂડની પહેલા મહિલા સુપરસ્ટાર હતાં. ૨૦૧૦માં તેઓ ડિઝાઇનર નીતા લુલા માટે એક રેમ્પ વોક કરી રહયા હતા. આ દરમિયાન તેમનો ગાઉન તેમને પરેશાન કરી રહ્યું હતું. તે પડવાના જ હતા પરંતુ બાદમાં તેમણે પોતાને કોઇપણ રીતે બેલેન્સ કરીને બચાવી લીધા હતા.

સોના મોહપાત્રા

બોલીવુડની ફેમસ સિંગર સોના મોહપાત્રા લેકમે ફેશન વીક દરમિયાન પોતાની ડ્રેસને કારણે પડી ગઈ હતી. જો કે તુરંત તે ઊઠીને ફરીથી ચાલવા લાગી હતી.

પાર્વતી ઓમકુત્તમ

દુબઈનાં એક ફેશન શો દરમિયાન સાઉથની મશહૂર અભિનેત્રી પાર્વતી ઓમકુત્તમ પોતાની હાઇ હિલ્સને કારણે ફસડાઇ પડી હતી. તેવામાં તેઓ ફરીથી ઊભી થઈને આત્મવિશ્વાસની સાથે ચાલવા લાગી હતી. જો કે તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *