રમતાં-રમતાં દોઢ વર્ષનાં માસુમ બાળકનાં માથામાં કુકર ફસાઈ ગયું, પછી આવી રીતે બચાવ્યો જીવ, જુઓ વિડીયો

Posted by

બાળકો ખુબ જ ચંચળ, નટખટ અને જિજ્ઞાસુ હોય છે. તેઓને દરેક ચીજ વિશે જાણવાની ઉત્સુકતા હોય છે. તેમને રમતગમત પણ ખુબ જ પસંદ હોય છે. તેમના માટે દરેક ચીજ એક રમકડું હોય છે, એટલા માટે તેઓ ઘર અને આસપાસ રહેલી ચીજોને રમકડું સમજીને રમવા લાગે છે. પરંતુ આ ચીજો બાળકોને રમવા માટે યોગ્ય હોતી નથી. જો તેમના પર નજર રાખવામાં ન આવે તો અમુક ચીજો તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેઓ રમત-રમતમાં મુસીબતમાં પડી શકે છે. વળી તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. હવે ઉત્તર પ્રદેશનાં આગ્રાનો આ અનોખા મામલાનું ઉદાહરણ લઈ લો.

હકીકતમાં આગ્રાનાં લોહમંડી માં એક દોઢ વર્ષના બાળકનું માથું કુકરમાં ખુબ જ ખરાબ રીતે ફસાઈ ગયું હતું. આવું ત્યારે થયું હતું જ્યારે તે ઘરમાં કુકર સાથે રમી રહ્યો હતો. રમત-રમતમાં જ બાળકે પોતાના માથા માં કુકર ફસાવી લીધું હતું. તેનું માથું કુકરમાં એવી રીતે ફસાઈ ગયું હતું કે બહાર નીકળવાનું નામ લઇ રહ્યું ન હતું. જોતજોતામાં બાળકને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. તે રડવા લાગ્યો હતો. જેને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા હતા. પહેલા તેમણે પોતાના લેવલ પર બાળકના માથામાંથી ઉપર કાઢવાની કોશિશ કરી, પરંતુ જ્યારે સફળતા મળી નહીં તો તેઓ ઉતાવળમાં બાળકને લઈને હોસ્પિટલ ભાગી ગયા હતા.

પરિવારજનો બાળકોને નજીકના હોસ્પિટલ લઈને ગયા હતા. અહીયા બાળકની સ્થિતિ જોઈને સર્જન ડોક્ટર ફરહત ખાન અને અન્ય ડૉક્ટરોએ તેને તુરંત ઓપરેશન થિયેટરમાં લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ ઓપરેશન થિયેટરમાં ડોક્ટરોની ટીમ સિવાય એક મિકેનિક પણ હતો. તેને પણ આ ઓપરેશન માટે બોલાવવામાં આવ્યો હતો. મેકેનિકે ડોક્ટરની સાથે મળીને ખુબ જ સાવધાનીથી કટર મશીનથી ઓપરેશન થિયેટરમાં બાળકના માથા માં ફસાયેલ કુકર કાપ્યું હતું. બાળક આ દરમિયાન ખુબ જ રડી રહ્યું હતું અને હલી પણ રહ્યું હતું, જેના કારણે કુકરને કાપવામાં ૨ કલાકનો સમય લાગ્યો હતો.

જ્યારે કટર મશીન થી કુકર કાપી લેવામાં આવ્યું તો ડોક્ટરોએ બાળકને અડધો કલાક માટે હોસ્પિટલમાં રાખેલ હતો. આ દરમિયાન બાળકને ઓક્સિજન પણ આપવામાં આવેલ. જ્યારે તેમને વિશ્વાસ થઈ ગયો કે બાળક સંપુર્ણ રીતે તંદુરસ્ત છે તો તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ. હવે આ ઘટના સમગ્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. દરેક લોકો ડોક્ટરની ટીમને આ સફળ ઓપરેશન માટે અભિનંદન આપી રહેલ છે. વળી અમુક લોકોએ માતા-પિતાને બાળકોનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી હતી.

જણાવી દઈએ કે આ પહેલા પણ એવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે, જ્યારે બાળકોએ રમત-રમતમાં પોતાને મોટી મુસીબતમાં મુકી દીધા હતા. ઘણી વખત તો આવી પરિસ્થિતિમાં બાળકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે. તેવામાં તે માતા પિતાની જવાબદારી છે કે તેઓ બાળકો પર ૨૪ કલાક નજર રાખે. સાથોસાથ પોતાની આસપાસ એવી ચીજો અને દુર રાખે, જેનાથી પોતાના બાળકને નુકસાન પહોંચી શકે છે. તમારી એક નાની ભુલ બાળકો માટે ભારે પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *