રણબીર કપુર પોતાના ઘરમાંથી આ વસ્તુની કરતાં હતા ચોરી, બહેન રિધ્ધિમાએ કર્યો મોટો ખુલાસો, જુઓ વિડીયો

Posted by

બોલિવુડમાં રણબીર કપુર પોતાની ફિલ્મોથી ઓછા રોમાન્સ લઈને વધારે ચર્ચામાં રહે છે. તેમના રિલેશન બોલિવુડની ઘણી મોટી મોટી અભિનેત્રીઓ સાથે રહી ચુક્યા છે. પરંતુ આ રિલેશન ની વચ્ચે તેમની બહેન રિદ્ધિમાન કપુરે પોતાના ભાઈના પ્રેમ લઈને ખુબ જ મોટો ખુલાસો કર્યો છે. આ સપ્તાહમાં કપિલ શર્મા શો માં રિધ્ધિમા કપુર પોતાની માં નીતુ કપુર સાથે નજર આવનાર છે. જ્યાં કપુર પરિવાર સાથે જોડાયેલી ઘણી વાતો ફેન્સ સાથે શેર કરવાની છે. તેની સાથે જ તે પોતાના ભાઈ રણબીર કપુરની વાતોને પણ ઉજાગર કરવાની છે.

રણબીર કપુર ચોરતા હતા રિદ્ધિમા નાં કપડા


આ સપ્તાહમાં આવનાર શો માં રિદ્ધિમાન કપુરે માં નીતુ કપુર ની સાથે કપુર પરિવારની ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. જેમાં રિદ્ધિમા એ ભાઈ ને લઈને મોટા ખુલાસા કરીને જણાવ્યું હતું કે રણબીર કપુર ને કપડાં ચોરવાની આદત હતી. જ્યારે તે લંડન થી રજાઓ ગાળીને ઘરે પરત આવી હતી, ત્યારે રણબીર પોતાની ગર્લફ્રેન્ડને લઈને ઘરે આવ્યો હતો. તે દરમિયાન મેં રણબીરની ગર્લફ્રેન્ડને મારુ ટોપ પહેરેલી જોઈ હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે રણબીર ઘરનાં કપડા ચોરી કરીને પોતાની ફ્રેન્ડસને ગિફ્ટ માં આપતો હતો. આ વાતની જાણ નીતુ કપુર ને પણ હતી નહીં. તે પણ જાણીને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.

હાલમાં આલિયા ભટ્ટને કરી રહેલ છે ડેટ


હાલનાં દિવસોમાં રણબીર કપુર આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે અને સમાચાર મળી રહ્યા છે કે આ વર્ષે આ જોડી લગ્નના બંધનમાં બંધાવાની છે. બંને આ સંબંધોને લઈને ખુબ જ ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *