રણબીર કપુરે પોતાનાં આ મિત્રની પત્નીને પણ છોડી નથી, ૫ વર્ષ સુધી મિત્રની પત્ની સાથે હતું અફેર

Posted by

હિન્દી સિનેમાના મશહુર અને હેન્ડસમ અભિનેતા રણબીર કપુર એક લાંબા સમયથી બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે. બંનેનો પ્રેમ જગજાહેર છે અને ફેન્સને પણ હવે આ બંનેના લગ્નની રાહ છે. બંનેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો નથી. તે બંનેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને અવારનવાર તેમને એક સાથે જોવામાં આવે છે.

જણાવી દઈએ કે રણબીર કપુરનું ઘણી અભિનેત્રીઓ સાથે અફેર રહેલું છે. આલિયા પહેલા તેમનું નામ કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ સાથે જોડાઈ ચુક્યું છે. બંને હસીનાઓની સાથે રણબીર કપુરનાં સંબંધો ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. જો કે તમને જણાવી દઈએ કે રણબીર કપુર એક સમયે પોતાના મિત્ર કે જેવો અભિનેતા પણ છે, તેમની પત્ની સાથે અફેરને લીધે ચર્ચામાં હતા. તો ચાલો આજે અમે તમને રણબીર કપુરનાં તે પ્રેમ વિશે જણાવીએ.

તે વાત ખુબ જ ઓછા લોકો જાણે છે કે એક સમયે રણબીર કપુરનું અફેર અવંતિકા મલિકની સાથે હતું. બંને એ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું. જણાવી દઈએ કે અવંતિકા મલિક અભિનેતા ઈમરાન ખાનની પત્ની છે. જોકે અવંતિકા અને ઇમરાનનાં સંબંધોમાં વર્ષ ૨૦૧૯માં તિરાડ ઉભી થઈ ગઈ હતી, ત્યારથી બંને અલગ અલગ રહે છે.

રણબીર કપુર અને ઈમરાન ખાનની વચ્ચે એક સારો સંબંધ છે. રણબીર અને અવંતિકાનું અફેર તે સમયે ચાલી રહ્યું હતું, જ્યારે રણબીર કપુરે હિન્દી સિનેમામાં પોતાના પગલાં પણ રાખ્યા ન હતા. બન્નેની રિલેશનશિપ પાંચ વર્ષ સુધી ચાલી હતી અને ત્યાર બાદ બંનેના સંબંધોનો અંત થઈ ગયો હતો. જણાવવામાં આવે છે કે રણબીરને અવંતિકા પર ખુબ જ વધારે ક્રશ હતો. રણબીર અવારનવાર અવંતિકાને મળવા માટે તેના શો “જસ્ટ મોહબ્બત” નાં સેટ પર ચાલ્યા જતા હતા.

રણબીર કપુર અને અવંતિકા મલિક એક સાથે રહ્યા બાદ પાંચ વર્ષ બાદ છુટા પડી ગયા હતા, પરંતુ બ્રેકઅપ બાદ પણ બંનેની મિત્રતા જળવાઇ રહેલી છે. અવંતિકા સાથે બ્રેકઅપ બાદ રણબીર કપુરે ઘણી હસીનાઓ સાથે ઇશ્ક લડાવેલ છે, તો વળી અવંતિકા ઇમરાન ખાનની નજીક જતી રહી હતી.

જણાવી દઈએ કે અવંતિકા અને ઇમરાન ખાનનું અફેર પણ લાંબા સમય સુધી ચાલ્યું હતું અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. વર્ષ ૨૦૧૧માં અવંતિકા એ ઈમરાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા. બન્નેની એક દીકરી છે, જેનું નામ ઇમારા માલિક ખાન છે. જોકે અવંતિકા અને ઇમરાનનાં સંબંધોમાં તિરાડ પડી ચુકી છે. બંને એ છુટાછેડા તો નથી લીધા, પરંતુ બંને લાંબા સમયથી અલગ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *