રાની મુખર્જી આ સુપરસ્ટારનાં પ્રેમમાં બની હતી પાગલ, જેના લીધે તે સુપરસ્ટારનું લગ્નજીવન તુટવાની અણી પર હતું

Posted by

રાની મુખરજી બોલીવુડ ઇંડસ્ટ્રીમાં એક સમયે ખુબ જ મોટું નામ હતું. તે એકમાત્ર એવી અભિનેત્રી છે જેને ફિલ્મફેરમાં ત્રણ વર્ષ સતત ૨૦૦૪ થી ૨૦૦૬ સુધી બોલીવુડની ટોપ અભિનેત્રી ઘોષિત કરવામાં આવી હતી. એટલું જ નહીં ૨૦૦૫માં તેને બોલીવુડ તરફથી પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની સાથે ભોજન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે રાણી મુખર્જી પોતાની ફિલ્મી કારકિર્દીની લીધે ચર્ચામાં રહી હતી પરંતુ સાથોસાથ એક સમયે તેમના અફેરની પણ ચર્ચાઓ ખુબ જ થતી હતી.

એક સમય એવો હતો જ્યારે એવું લાગી રહ્યું હતું કે રાણી મુખર્જીને લીધે એક પરણિત એક્ટરની હસતી-રમતી જિંદગી બગડી રહી છે. આજે અમે તમને આ અફેર ની કહાની વિશે વિગતવાર જણાવીશું.

જણાવી દઈએ કે તમે રાણી મુખર્જી અને ગોવિંદાને ફિલ્મોમાં એકસાથે જોયા હશે. જેમાં કલાકારો સાથે-સાથે નજર આવ્યા હતા, પરંતુ ખુબ જ ઓછા લોકોને જાણ હશે કે એક વખત ગોવિંદા ની ધર્મપત્ની રાની મુખર્જીને લીધે ઘર છોડીને પોતાના પિયર જતી રહી હતી. જણાવી દઈએ કે રાની મુખર્જી અને ગોવિંદા ની રીયલ લાઈફ લવ સ્ટોરી તે સમયે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

બીજી તરફ બોલીવુડ ગોસિપ દિવાના તેની ઉપર જોરદાર મસાલો પણ ઉમેરી રહ્યા હતા. રાની મુખર્જી અને ગોવિંદાનું અફેર એટલું ગંભીર બની ગયું હતું કે ગોવિંદાનું લગ્નજીવન તુટવાની અણી પર આવી ગયું હતું. જી હાં, એક વખત તો ગોવિંદા ની પત્ની સુનીતા આહુજા પોતાના પતિના આ અફેર થી કંટાળીને બાળકોને લઈને ઘર છોડીને ચાલી ગઈ હતી.

ગોવિંદા અને રાની મુખરજી ની જોડી ફિલ્મી પડદા પર એક સમયે ખુબ જ પસંદ કરવામાં આવતી હતી. આ બંને એકસાથે ઘણી ફિલ્મોમાં જોવામાં આવ્યા છે, જેમાં હદ કરદી આપને, પ્યાર દીવાના હોતા હૈ અને ચાલો ઈશ્ક લડાયે જેવી ફિલ્મો શામેલ છે. તેની વચ્ચે પડદા પર ઈશ્ક લડાવતા-લડાવતા બંને રિયલ લાઈફમાં પણ એકબીજાની નજીક આવી ગયા હતા.

તેમના અફેરની ચર્ચાઓ મીડિયામાં હેડલાઇન બની ગઈ હતી. જોકે હાલના દિવસોમાં તેઓ ફક્ત એકબીજાનાં સારા મિત્ર જણાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે રાની મુખર્જી ગોવિંદાને પ્રેમ કરવા લાગી હતી અને લગ્ન પણ કરવા માંગતી હતી, તો વળી બીજી તરફ ગોવિંદા પહેલાથી જ પરિણીત હતા અને બે બાળકોનાં પિતા હતા. ગોવિંદા અને રાણી મુખર્જીનું અફેર ગોવિંદાની પત્ની સુનિતાની બિલકુલ પણ પસંદ હતું નહીં. તેવામાં એવું પણ કહેવામાં આવે છે કે સુનીતા પોતાના બાળકોને લઈને ગોવિંદાનું ઘર છોડીને ચાલી ગઈ હતી.

એટલું જ નહીં પરંતુ વાત એટલી વધી ગઇ હતી કે ત્યારબાદ ગોવિંદાની પત્ની સુનીતાએ રાની મુખર્જીને ફોન કરીને ધમકી પણ આપી હતી. આ ઘટનાથી ગોવિંદા અને રાની ખુબ જ પરેશાન થયા હતા અને એકબીજાથી દુર રહેવાનું યોગ્ય માની લીધું હતું. અંતમાં ગોવિંદા અને રાની મુખરજી ની લવ સ્ટોરીનો અંત થઈ ગયો હતો અને ગોવિંદા પોતાની પત્ની અને બાળકોને ભરત પોતાના ઘરે લઈ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *