રણવીર સિંહ ની અજીબોગરીબ ફેશનનું કારણ શું છે? તેમણે જાતે કર્યો ખુલાસો

Posted by

આપણે બધા જાણીએ છીએ કે રણવીર સિંહ ને બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો “ફેશનનો રાજા” કહેવામાં આવે છે. તે જ્યારે પણ કોઈ ઇવેન્ટ કે ફિલ્મી પાર્ટીમાં જાય છે તો એમનું ડ્રેસિંગ સેન્સ દરેકને પોતાની તરફ ધ્યાન ખેંચી લે છે. બોલીવુડ એક્ટર રણવીર સિંહ ફક્ત પોતાની એક્ટિંગ જ નહીં પરંતુ પોતાના અનોખા ફેશન સેન્સ માટે પણ લોકો વચ્ચે ઘણા જાણીતા છે. ઘણીવાર રણવીરનાં કપડા ફેન્સના દિમાગને હલાવી નાખે છે.

રણવીર વિશે એવું પણ કહેવાય છે કે એમના જેવા કપડાં માત્ર એજ પહેરી શકે છે. કારણ કે કોઈ બીજામાં એટલું સાહસ નથી કે રણવીર ની જેમ અજીબો-ગરીબ ટ્રેડને ફોલો કરે. પરંતુ રણવીર સિંહનાં આ અનોખા અને સૌથી અલગ પહેરવેશનું એક કારણ છે. જેના વિશે એમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં પોતે ખુલાસો કર્યો હતો.

મતલબ એક ઇન્ટરવ્યૂમાં રણવીર સિંહે બતાવ્યું હતું કે “તે કરણ જોહરના રિજેક્ટ કરેલાં કપડાં પહેરે છે.” એમણે બતાવ્યું હતું કે, “અલગ અલગ દેશમાં શોપિંગ કરવા દરમિયાન કરન જોહર ઘણા મોંઘા કપડાં ખરીદે છે. જે કપડાં તે પોતે નથી પહેરતા પરંતુ તે મને ગિફ્ટ કરી દે છે.” રણવીર સિંહે આ વિશે આગળ કહ્યું “અત્યાર સુધી કરણ જોહરે મને ઘણા બધા કપડાં ગિફ્ટ આપી ચૂક્યા છે. કરણે પોતાના માટે એક ટ્રેક શૂટ ખરીદ્યો હતો, પરંતુ એમણે પછી મને ગિફ્ટ કરી દીધો. આ ટ્રેક શૂટ ની કિંમત ૩.૫ લાખ રૂપિયા હતી.”

વાત કરીએ રણવીર સિંહનાં વર્કફ્રન્ટ ની તો જલ્દી તે પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે કબીર ખાનની આગલી ફિલ્મ “83” માં નજર આવશે. આ સિવાય રણવીર કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ “તખ્ત” માં પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિવાય કરિના કપૂર ખાન, ભુમિ પેડનેકર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને અનિલ કપુર જેવા કલાકાર પણ નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *